બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / Lok Sabha Election 2024 voting till 9 am

Lok Sabha Election 2024 / સવારે 9 વાગ્યા સુધીમાં ક્યાં કેટલું મતદાન? બંગાળમાં 140 ફરિયાદો, નેતા, અભિનેતાએ કર્યા વોટ

Vidhata

Last Updated: 11:25 AM, 26 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. 13 રાજ્યોની 88 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની બેઠક વાયનાડમાં પણ આજે મતદાન થઈ રહ્યું છે. આજે 1206 ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ થશે. બીજા તબક્કામાં કુલ 16 કરોડ મતદારો છે. આ માટે 1 લાખ 67 હજાર મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે.

લોકસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. 13 રાજ્યોની 88 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની બેઠક વાયનાડમાં પણ આજે મતદાન થઈ રહ્યું છે. આજે 1206 ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ થશે. બીજા તબક્કામાં કુલ 16 કરોડ મતદારો છે. આ માટે 1 લાખ 67 હજાર મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે.

લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં આજે 13 રાજ્યોની 88 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. બીજા તબક્કામાં કેરળની વાયનાડ લોકસભા સીટ પણ સામેલ છે, જ્યાંથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સતત બીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. કેરળની તમામ 20 બેઠકો ઉપરાંત કર્ણાટકની 28 બેઠકોમાંથી 14, રાજસ્થાનની 13 બેઠકો, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં આઠ-આઠ બેઠકો, મધ્યપ્રદેશની છ બેઠકો, આસામ અને બિહારની પાંચ-પાંચ બેઠકો, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળની 3-3 બેઠક અને મણિપુર, ત્રિપુરા અને જમ્મુ-કાશ્મીરમાં એક-એક બેઠક પર મતદાન થઈ રહ્યું છે.

88 લોકસભા બેઠક પર 9 વાગ્યા સુધીમાં ક્યાં કેટલા ટકા મતદાન થયું 
બિહાર - 9.48 ટકા 
છત્તીસગઢ - 15.42 ટકા 
મહારાષ્ટ્ર - 7.45 ટકા 
મધ્યપ્રદેશ - 13.82 ટકા 
કેરલ - 11.09 ટકા 
ઉત્તરપ્રદેશ - 11.67 ટકા 
અસમ - 9.87 ટકા 
કશ્મીર - 10. 39 ટકા 
કર્ણાટક - 9.21 ટકા 
મહારાષ્ટ્ર - 7.45 ટકા 

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બેંગલુરુમાં મતદાન કર્યું. મતદાન કર્યા પછી તેમણે કહ્યું, 'હું ઈચ્છું છું કે વધુને વધુ લોકો આવે અને મતદાન કરે. મને લાગે છે કે તે સ્પષ્ટ છે કે લોકો સ્થિર સરકાર ઈચ્છે છે. તેઓ સારી નીતિઓ, પ્રગતિ અને વિકાસ ઈચ્છે છે અને તેથી જ તેઓ આ કરી રહ્યા છે. તેઓ ઈચ્છે છે કે પીએમ મોદી તેમનો કાર્યકાળ ચાલુ રાખે.'

રાજસ્થાનમાં કોટાના ભાજપના ઉમેદવાર ઓમ બિરલાએ કોટાના શક્તિ નગર વિસ્તારની એક શાળામાં પોતાનો મત આપ્યો.

ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિએ કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં મતદાન કર્યું. તમને જણાવી દઈએ કે બીજા તબક્કામાં કર્ણાટકની 14 લોકસભા સીટો પર મતદાન થઈ રહ્યું છે.

ભાગલપુરમાં પોતાનો મત આપ્યા પછી અભિનેત્રી નેહા શર્માએ કહ્યું, "આજનો દિવસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે... હું લોકોને વિનંતી કરું છું કે આ આપણી પાસે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અધિકાર છે. એક જાગૃત નાગરિક તરીકે, બહાર નીકળો અને મતદાન કરો કારણ કે તમારો મત કિંમતી છે..."

કેરળના સીએમ પિનરાઈ વિજયને કન્નુરમાં મતદાન મથક પર પોતાનો મત આપ્યો.

કેરળમાં અલપ્પુઝાના કોંગ્રેસના ઉમેદવાર, કેસી વેણુગોપાલે મતવિસ્તારના મતદાન મથક પર પોતાનો મત આપ્યો.

કેન્દ્રીય મંત્રી અને રાજસ્થાનના જોધપુરથી ભાજપના ઉમેદવાર ગજેન્દ્ર સિંહ શેખાવતે જોધપુરના મતદાન મથક પર પોતાનો મત આપ્યો.

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે કેરળના તિરુવનંતપુરમમાં પોતાનો મત આપ્યો.

રાજસ્થાનના ભૂતપૂર્વ સીએમ અશોક ગેહલોત અને તેમના પરિવારે જોધપુરમાં મતદાન કેન્દ્ર પર મતદાન કર્યું. તેમનો પુત્ર વૈભવ ગેહલોત જાલોર લોકસભા બેઠક પરથી ઉમેદવાર છે.

પૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંગલાએ આજે સવારે દાર્જિલિંગના એક મતદાન મથક પર પોતાનો મત આપ્યો.

રાહુલ દ્રવિડે કર્ણાટકના બેંગલુરુમાં પોતાનો મત આપ્યો અને કહ્યું, "દરેક વ્યક્તિએ બહાર આવીને મતદાન કરવું જોઈએ. લોકશાહીમાં આપણને આ તક મળે છે."

કેરળ કોંગ્રેસના સાંસદ અને તિરુવનંતપુરમના ઉમેદવાર, શશિ થરૂર પણ મતદાન કરવા પહોંચ્યા, તેઓ મતદાન મથકની બહાર લાઈનમાં ઉભા રહીને પોતાનો વારો આવે એની રાહ જોતા જોવા મળ્યા.

કર્ણાટક: બેંગલુરુ દક્ષિણ મતવિસ્તારના ભાજપના ઉમેદવાર તેજસ્વી સૂર્યાએ લોકસભા ચૂંટણી માટે પોતાનો મત આપ્યો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ