|
સપ્તાહની શરૂઆતે આજે શેરબજાર ઊંચા ગેપથી ખૂલ્યું હતું. સેન્સેક્સમાં ૨૦૦ પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો, જ્યારે નિફ્ટીમાં પણ શરૂઆતે ૩૨ પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો, જોકે નેશનલ સ્ટોક એક્સચેન્જ શેરના ભાવ જ અપડેટ થતા ન હતા, જેના પગલે રોકાણકારો કયા ભાવે શેરની લે-વેચ કરવી તે અંગે મૂંઝવણમાં મુકાઇ ગયા હતા.
શેરબજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આજે શરૂઆતે શેરબજાર ખૂલ્યું ત્યારે એનએસઇના ભાવ જ અપડેટ થતા ન હતા અને તેના કારણે સોદાની કોઇ કામગીરી પણ થઇ શકતી ન હતી. આ અંગે સત્તાવાળાઓ કોઇ ટેક્નિકલ કારણસર ભાવ અપડેટ નહીં થતા હોવાનું જણાવી રહ્યા છે.
એટલું જ નહીં આ ક્ષતિ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. આ અંગે ટેક્નિ એનાલિસ્ટ અસીમ મહેતાએ જણાવ્યું કે આજે શરૂઆતે ભાવ અપડેટ નહીં થતા હોવાને કારણે કેશના સોદા પડતા નથી તથા ટેક્કનિલ ક્ષતિ હોવાનું એનએસઇ હાલ જણાવી રહી છે, જોકે તેમણે જણાવ્યું કે ફ્યુચર અને ઓપ્શનના સોદા પડી રહ્યા છે.
જ્યારે સામાન્ય ટ્રેડિંગ 12.30 કલાક ફરી શરૂ થઈ ત્યારે એનએસઈના બેન્ચમાર્ક નિફ્ટીમાં 50 પોઈન્ટનો વધારા સાથે 9, 722 ની નવી લાઇફટાઇમ ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે સેન્સેક્સ સવારે વેપાર શરૂ કર્યા પછી 200 પોઈન્ટ વધ્યો હતો અને 31,600 નો નવો શિખર હાંસલ કર્યો હતો
|