ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / શું ફરી CEO બનશે જેન્સન હુઆંગ? એલન મસ્ક સહિત ટેક જગતના દિગ્ગજોએ શરૂ કરી ખાસ મુહિમ!

વર્લ્ડ / શું ફરી CEO બનશે જેન્સન હુઆંગ? એલન મસ્ક સહિત ટેક જગતના દિગ્ગજોએ શરૂ કરી ખાસ મુહિમ!

Published By: Jinal Chauhan

Last Updated: 10:28 AM, 16 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયાની દિગ્ગજ ટેક કંપની Nvidiaના પૂર્વ CEO જેન્સન હુઆંગ ફરી એકવાર કંપનીની કમાન સંભાળી શકે છે. તેમના રાજીનામા બાદ હવે સિલિકોન વેલીના મોટા ઉદ્યોગપતિઓ તેમને પાછા લાવવા માટે સક્રિય થયા છે.

ADVERTISEMENT

એલન મસ્ક અને એપિક ગેમ્સના CEO ટિમ સ્વીની સહિત અનેક દિગ્ગજોએ હુઆંગની વાપસીનું સમર્થન કર્યુ છે. કંપનીના બોર્ડ પર પણ આ માટે દબાણ વધારવામાં આવી રહ્યુ છે. આટલું જ નહીં, અમેરિકાના વ્હાઇટ હાઉસનું સમર્થન મેળવવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે. જોકે, હુઆંગ ફરી CEO બનશે કે નહીં તે અંગે હજુ કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી.

Nvidiaમાં ફરી નેતૃત્વ સંભાળશે જેન્સન હુઆંગ?

Nvidiaના પૂર્વ CEO જેન્સન હુઆંગને ફરી કંપનીની જવાબદારી સોંપવાની માંગ હવે જોર પકડી રહી છે. ટેકનોલોજી જગતના કેટલાક મોટા ઉદ્યોગપતિઓ, રોકાણકારો અને કંપની સાથે જોડાયેલા લોકોએ આ માટે ખાસ પ્રયાસો શરૂ કર્યા છે. તેઓ માને છે કે હુઆંગ જેવા અનુભવી નેતાને ફરી જવાબદારી સોંપવાથી કંપનીને ફાયદો થઈ શકે છે.હુઆંગે પણ પોતાના નજીકના લોકો સાથે Nvidiaમાં પાછા ફરવાની શક્યતા અંગે ચર્ચા કરી હોવાના અહેવાલ છે. સિલિકોન વેલીના કેટલાક લોકો આ માટે એક ખાસ ટીમ બનાવી રહ્યા છે. આ ટીમનો મુખ્ય હેતુ Nvidiaના બોર્ડને હુઆંગની વાપસી માટે મનાવવાનો છે. આ પ્રયાસને હુઆંગનું પણ સમર્થન હોવાની વાત સામે આવી છે. જોકે, કંપની કે હુઆંગ તરફથી આ અંગે હજુ કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યુ નથી.

એલન મસ્ક અને ટિમ સ્વીની પણ હુઆંગની વાપસીના સમર્થનમાં

જેન્સન હુઆંગને ફરી CEO બનાવવાની માંગને ટેકનોલોજી જગતના જાણીતા ચહેરાઓનો સાથ મળી રહ્યો છે. ટેસ્લા અને સ્પેસએક્સના વડા એલન મસ્કે પણ હુઆંગને ફરી જવાબદારી સોંપવાની માંગને સમર્થન આપ્યુ છે. આ ઉપરાંત એપિક ગેમ્સના CEO ટિમ સ્વીની પણ આ પ્રયાસમાં જોડાયા છે.માત્ર ટેકનોલોજી કંપનીઓના વડાઓ જ નહીં, મોટા રોકાણકારો પણ હુઆંગની વાપસીના પક્ષમાં છે. અલ્ટિમીટર કેપિટલના સ્થાપક બ્રેડ ગેર્સ્ટનર અને એટ્રાઇડ્સ મેનેજમેન્ટના CEO ગેવિન બેકરે Nvidiaના બોર્ડને ખુલ્લો પત્ર લખ્યો છે. તેમાં કંપનીના ભવિષ્યના નેતૃત્વ અંગે તમામ વિકલ્પો પર વિચાર કરવાની માંગ કરવામાં આવી છે. તેમાં હુઆંગને ફરી CEO બનાવવાનો વિકલ્પ પણ સામેલ છે.રોકાણકારોનું માનવું છે કે હુઆંગના નેતૃત્વમાં Nvidiaએ લાંબા સમય સુધી મોટી સફળતા મેળવી છે. આવી સ્થિતિમાં કંપનીએ નેતૃત્વમાં ફેરફાર કરતી વખતે ઉતાવળ કરવી જોઈએ નહીં.

Jensen Huang Affair (1)

12 નવેમ્બરે CEO પદ પરથી આપ્યુ હતુ રાજીનામું

જેન્સન હુઆંગે 12 નવેમ્બરે Nvidiaના CEO, ચેરમેન અને બોર્ડ મેમ્બર તરીકેના પદ પરથી રાજીનામું આપ્યુ હતુ. તેઓ લગભગ 33 વર્ષ સુધી કંપનીનું નેતૃત્વ કરી ચૂક્યા હતા. તેમના રાજીનામા બાદ કંપનીનાં CFO કોલેટ ક્રેસને વચગાળાના CEO તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.હુઆંગના રાજીનામા બાદ Nvidiaના બોર્ડે નવા કાયમી CEOની શોધ શરૂ કરવાની વાત કરી હતી. કંપનીએ સ્પષ્ટ કર્યુ હતુ કે નવા CEO માટે કંપનીની અંદરના અને બહારના બંને ઉમેદવારોના નામ પર વિચાર કરવામાં આવશે.આ નિર્ણય બાદ કંપનીના ભવિષ્યના નેતૃત્વને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. એક તરફ હુઆંગને પાછા લાવવાની માંગ થઈ રહી છે, તો બીજી તરફ નવા ચહેરાને જવાબદારી સોંપવાની વાત પણ સામે આવી રહી છે.

હુઆંગના રાજીનામા પાછળ શું હતુ કારણ?

જેન્સન હુઆંગના રાજીનામા પહેલાં તેમના અંગત સંબંધો અંગે કેટલાક અહેવાલો સામે આવ્યા હતા. તેમાં એક મહિલા સાથેના કથિત સંબંધ અને તે મહિલાના ચીન માટે જાસૂસી કરવાની શંકાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય એક સંબંધ અંગે પણ ચર્ચા થઈ હતી.આ મામલો સામે આવ્યા બાદ Nvidiaના કામકાજ અને ચીનમાં AI ચિપ્સના વેચાણને લગતા નિયમોના પાલન અંગે સવાલો ઊભા થયા હતા. ખાસ કરીને ચીન સાથે જોડાયેલા વ્યવસાય અને કંપનીની અંદરની કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યુ હતુ.આ સમગ્ર મામલે કંપનીનું બોર્ડ સ્વતંત્ર તપાસ કરાવી રહ્યુ છે. જોકે, આ આરોપો અને કથિત સંબંધો અંગે હજુ સુધી કોઈ અંતિમ નિષ્કર્ષ સામે આવ્યો નથી. આ કારણે કંપનીના નેતૃત્વમાં આગળ શું થશે તેના પર સૌની નજર છે.

vtv app promotion

આ પણ વાંચોઃ જેનસન હુઆંગના એક-બે નહીં, ત્રણ અફેરનો દાવો! ચીન સાથેના સંબંધો અંગે અમેરિકી કોંગ્રેસમાં આપશે જુબાની!

અમેરિકાના નાણામંત્રીએ પણ આપ્યો અલગ CEO લાવવાનો સંકેત

એક તરફ જેન્સન હુઆંગને પાછા લાવવાની મુહિમ ચાલી રહી છે, તો બીજી તરફ અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસેન્ટે Nvidiaના નવા CEO માટે કંપનીની બહારની વ્યક્તિને પસંદ કરવાની સલાહ આપી છે. તેમનું માનવું છે કે કંપનીએ નેતૃત્વ માટે બહારના ઉમેદવારને પણ તક આપવી જોઈએ.આ નિવેદનથી હુઆંગની વાપસીના પ્રયાસો સામે પડકાર ઊભો થઈ શકે છે. અગાઉ Nvidiaના બોર્ડે બ્રિટિશ ચિપ કંપની Armના CEO રેને હાસનો સંભવિત ઉત્તરાધિકારી તરીકે સંપર્ક કર્યો હોવાની વાત પણ સામે આવી હતી.જોકે, Nvidiaના બોર્ડે સ્પષ્ટ કર્યુ હતુ કે CEOની પસંદગી માટે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી. હવે સવાલ એ છે કે 33 વર્ષ સુધી કંપનીને આગળ વધારનાર જેન્સન હુઆંગ ફરી CEO તરીકે પાછા ફરશે કે પછી Nvidia કોઈ નવા ચહેરાને કંપનીની કમાન સોંપશે?

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jensen Huang Return VTV Gujarati Nvidia CEO

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ