ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / જેનસન હુઆંગના એક-બે નહીં, ત્રણ અફેરનો દાવો! ચીન સાથેના સંબંધો અંગે અમેરિકી કોંગ્રેસમાં આપશે જુબાની!

વર્લ્ડ / જેનસન હુઆંગના એક-બે નહીં, ત્રણ અફેરનો દાવો! ચીન સાથેના સંબંધો અંગે અમેરિકી કોંગ્રેસમાં આપશે જુબાની!

Published By: Jinal Chauhan

Last Updated: 08:42 AM, 13 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયાની દિગ્ગજ AI ચિપ કંપની NVIDIAના પૂર્વ CEO જેન્સન હુઆંગ ફરી એકવાર વિવાદમાં ફસાયા છે. તેમના ત્રીજા અફેરની ચર્ચા વચ્ચે ચીનની જાસૂસી સાથે જોડાયેલા ગંભીર સવાલો પણ ઊભા થયા છે.

ADVERTISEMENT

33 વર્ષ સુધી કંપની સાથે જોડાયેલા રહેલા જેન્સન હુઆંગે 12 નવેમ્બરે CEO પદેથી રાજીનામું આપી દીધું છે. આ વિવાદની શરૂઆત તેમના લગ્નેતર સંબંધો સામે આવ્યા બાદ થઈ હતી. એક મહિલા પર ચીનની ગુપ્તચર એજન્સીઓ સાથે સંબંધ હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે અમેરિકી સંસદના સાંસદો હુઆંગની પૂછપરછ કરવાની તૈયારી કરી રહ્યા છે. બીજી તરફ કંપનીના બોર્ડે પણ આ સમગ્ર મામલે સ્વતંત્ર તપાસ શરૂ કરાવી છે. આ વિવાદથી ટેક જગતમાં ભારે ચર્ચા શરૂ થઈ છે.

જેન્સન હુઆંગના ત્રીજા અફેરનો ખુલાસો, વધુ એક મહિલા કર્મચારી સાથે સંબંધ હોવાનો દાવો

NVIDIAના પૂર્વ CEO જેન્સન હુઆંગના અંગત જીવનને લઈને એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે. તાજેતરમાં સામે આવેલી માહિતી પ્રમાણે, હુઆંગના કંપનીની એક અન્ય મહિલા કર્મચારી સાથે પણ નજીકના સંબંધો હતા. આ મહિલાની ઓળખ જાહેર કરવામાં આવી નથી. આ ખુલાસા બાદ તેમના ત્રણ મહિલાઓ સાથે લગ્નેતર સંબંધ હોવાની ચર્ચા શરૂ થઈ છે.આ પહેલાં બે મહિલાઓ સાથેના સંબંધોની વાત સામે આવી હતી. જેમાં પ્રથમ મહિલા એલિસ હુઆંગ છે, જે સિંગાપોરની ક્લાઉડ કંપની મેગાસ્પીડ સાથે જોડાયેલી રહી ચૂકી છે. બીજી મહિલા કિમ્બર્લી પોવેલ છે, જે NVIDIAમાં હેલ્થકેર વિભાગના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કામ કરી ચૂકી છે. ત્રીજા કિસ્સામાં મહિલા કર્મચારીની ઓળખ હજુ જાહેર કરવામાં આવી નથી. હુઆંગે 8 નવેમ્બરે કંપનીના કર્મચારીઓને મોકલેલા સંદેશમાં લગ્નેતર સંબંધ હોવાની વાત સ્વીકારી હતી અને પત્ની તથા પરિવારની માફી પણ માગી હતી.

Jensen Huang Affair (1)

ચીનની જાસૂસી સાથે જોડાયેલી એલિસ હુઆંગની તપાસથી વધ્યું ટેન્શન

આ સમગ્ર વિવાદમાં એલિસ હુઆંગનું નામ સૌથી વધુ ચર્ચામાં છે. અમેરિકાની ગુપ્તચર એજન્સીઓને શંકા છે કે એલિસના ચીનની ગુપ્તચર એજન્સીઓ સાથે સંબંધો હોઈ શકે છે. જોકે ચીને જાસૂસીના આ આરોપોને નકારી કાઢ્યા છે. એલિસ અગાઉ સિંગાપોરની મેગાસ્પીડ નામની કંપનીમાં કામ કરતી હતી. આ કંપનીને NVIDIAની AI ચિપ્સ સુધી પહોંચ હતી.અમેરિકી અધિકારીઓને શંકા છે કે મેગાસ્પીડ દ્વારા ચીન સુધી પ્રતિબંધિત AI ચિપ્સ પહોંચાડવામાં મદદ કરવામાં આવી હોઈ શકે છે. આ ઉપરાંત સુપરમાઇક્રોના ઉત્પાદનો ચીન મોકલવાના પ્રયાસમાં એલિસ સાથે જોડાયેલી કેટલીક સંસ્થાઓની ભૂમિકા હોવાની પણ તપાસ થઈ રહી છે. સિંગાપોરમાં પણ મેગાસ્પીડ અને એલિસના મામલે તપાસ કરવામાં આવી છે. ત્યાંની સરકારે અમેરિકાની તપાસ એજન્સીઓ પાસેથી માહિતી માગી હતી, પરંતુ તેને મર્યાદિત માહિતી મળી હતી. જોકે આ તમામ બાબતો હજુ તપાસ હેઠળ છે અને આરોપોને સાબિત થયેલા તથ્ય તરીકે જોઈ શકાય નહીં.

અમેરિકી સંસદમાં હુઆંગની પૂછપરછ, શપથ હેઠળ આપવી પડશે ગવાહી

જેન્સન હુઆંગની મુશ્કેલીઓ માત્ર અંગત સંબંધો પૂરતી મર્યાદિત નથી. અમેરિકી સંસદની ત્રણ રિપબ્લિકન સમિતિઓએ 4 નવેમ્બરે તેમની પૂછપરછ કરવાની માગ કરી હતી. આ સમિતિઓમાં વિદેશી બાબતો, ચીન સાથેના સંબંધો અને ગુપ્તચર વિભાગ સાથે જોડાયેલી સમિતિઓ સામેલ છે.હુઆંગે રાજીનામું આપતા પહેલાં બુધવારે રાત્રે સાંસદો સમક્ષ હાજર થઈને ગવાહી આપવા પ્રાથમિક સંમતિ આપી હતી. આ પૂછપરછ થેન્ક્સગિવિંગ પહેલાં એટલે કે 26 નવેમ્બર પહેલાં થઈ શકે છે. આ પ્રક્રિયા બંધ રૂમમાં થવાની શક્યતા છે. તેમાં હુઆંગે શપથ હેઠળ જવાબ આપવાના રહેશે. તેમની ગવાહીનું લેખિત રેકોર્ડિંગ અને વીડિયો પણ તૈયાર કરવામાં આવશે. જો તેઓ પાછળથી ગવાહી આપવાનો ઇનકાર કરે તો સાંસદો તેમને સમન્સ મોકલી શકે છે. આ ઉપરાંત NVIDIAના અન્ય વરિષ્ઠ અધિકારીઓની પણ પૂછપરછ થઈ શકે છે.

vtv app promotion

આ પણ વાંચોઃ કર્મચારી સાથે અફેરના અહેવાલો બાદ Nvidiaના CEO જેન્સન હુઆંગને પદ પરથી હટાવવાની તૈયારી?

NVIDIAના બોર્ડે શરૂ કરાવી સ્વતંત્ર તપાસ, કંપનીના રહસ્યોની સુરક્ષા પર સવાલ

એલિસ હુઆંગ સાથેના કથિત સંબંધો અને ચીનની ગુપ્તચર એજન્સીઓ સાથે જોડાયેલા આરોપો સામે આવ્યા બાદ NVIDIAના બોર્ડે સ્વતંત્ર તપાસ શરૂ કરાવી છે. આ તપાસમાં બહારના કાયદાકીય નિષ્ણાતોની મદદ લેવામાં આવી રહી છે. તપાસનો મુખ્ય હેતુ એ જાણવાનો છે કે કોઈ વિદેશી ગુપ્તચર એજન્સીને કંપનીની ગુપ્ત માહિતી કે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલી ટેકનોલોજી સુધી પહોંચ મળી હતી કે નહીં.આ મામલો ખાસ એટલા માટે ગંભીર છે, કારણ કે NVIDIAની AI ચિપ્સનો ઉપયોગ દુનિયાભરમાં અદ્યતન ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે થાય છે. અમેરિકાએ ચીનમાં કેટલીક અદ્યતન ચિપ્સની નિકાસ પર નિયંત્રણો મૂક્યાં છે. તેથી કંપનીની ટેકનોલોજી અને તેની સુરક્ષા અંગે પણ સવાલો ઊભા થયા છે. કંપનીના બોર્ડે અગાઉ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષા અથવા કંપનીનાં રહસ્યો સાથે ચેડાં થયાં હોવાના કોઈ પુરાવા હાલ તેમની પાસે નથી, પરંતુ તમામ ઉપલબ્ધ માહિતીની તપાસ કરવામાં આવશે.

33 વર્ષ જૂની કંપની છોડીને હુઆંગે આપ્યું રાજીનામું, હવે કોણ સંભાળશે જવાબદારી?

જેન્સન હુઆંગે વર્ષ 1993માં NVIDIAની સ્થાપના કરી હતી અને ત્યારથી તેઓ કંપની સાથે જોડાયેલા હતા. લગભગ 33 વર્ષ સુધી કંપનીનું નેતૃત્વ કર્યા બાદ 12 નવેમ્બર, 2026ના રોજ તેમણે CEO, પ્રમુખ અને બોર્ડના સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. કંપનીમાં તેમની લગભગ 3.61 ટકા હિસ્સેદારી હોવાનું પણ જણાવાયું છે.હવે કંપનીના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (CFO) કોલેટ ક્રેસને વચગાળાના CEOની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ 2013થી કંપનીના CFO તરીકે કામ કરી રહ્યાં છે અને નવા કાયમી CEOની પસંદગી થાય ત્યાં સુધી બંને જવાબદારીઓ સંભાળશે. કંપનીનું બોર્ડ આંતરિક અને બહારના બંને ઉમેદવારોમાંથી નવા CEOની શોધ કરી રહ્યું છે. આ સાથે જ લાંબા સમયથી બોર્ડ સાથે જોડાયેલા હાર્વે જોન્સને કંપનીના પ્રથમ બોર્ડ ચેરમેન બનાવવામાં આવ્યા છે. હવે જોવાનું એ રહેશે કે હુઆંગના રાજીનામા બાદ કંપની આ વિવાદમાંથી કેવી રીતે બહાર આવે છે અને તપાસમાં શું સામે આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

CEO Resignation Nvidia CEO Resignation Jensen Huang Affair

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ