ન્યૂઝ અપડેટ્સ
VTV / VTV વિશેષ / નવા વર્ષે અમિત શાહે ટૂંકામાં ઘણું કહી દીધું, તો આદિવાસી વિસ્તારોની મુલાકાતો પાછળનું શું છે ગણિત?
Last Updated: 09:00 AM, 16 November 2026
ADVERTISEMENT
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર વારંવાર એવી ચર્ચા થાય છે કે ગુજરાતના રાજકારણમાં કંઈક મોટું થવાનું છે. પીએમ મોદીની બેઠકો પછી તો આ ચર્ચાને હવા મળી છે. પરંતુ જો તમે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નિવેદન પર ધ્યાન આપો તો સમજાય કે આ બધી માત્ર અફવાઓ છે. એક સભામાં સંબોધન કરતા અમિત શાહે કહ્યું ઉપર નરેન્દ્રભાઈ અને નીચે ભૂપેન્દ્રભાઈ એટલે કોઈ ચિંતા નથી. આમ, વિધાનસભાની ચૂંટણી પહેલા રાહ જોઈને બેઠેલા કેટલાક નેતાઓને અને અફવા ફેલાવતા લોકોને શાહે સાનમાં સંદેશો આપી દીધો!
ADVERTISEMENT
વાંચીને વિચિત્ર લાગે છે ને! પણ એક ધારાસભ્યે આવું કર્યું છે. જેનો ફોટો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ છે. આમ તો ગાંધીનગરમાં એવું કહેવાય કે ધારાસભ્ય બનવા ઈચ્છતા નેતાઓ અને મંત્રી બનવા ઈચ્છતા ધારાસભ્યો પોતપોતાની રીતે હવન કરાવતા હોય છે, હવે આ નેતાજી ઓલરેડી ધારાસભ્ય છે, તો કાળીચૌદસે કાળા કપડામાં હવન કરાવીને શું તેઓ મંત્રી બનવાની ઈચ્છા ધરાવે છે?
ADVERTISEMENT
સીએમ ત્રણ દિવસ આદિવાસી વિસ્તારોમાં રોકાશે. આ પહેલા ત્રણ મંત્રીજીઓને પણ આદિવાસી વિસ્તારોમાં મોકલવામાં આવ્યા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આદિવાસી વિસ્તારની મુલાકાત લેતા રહે છે. પણ, આ બધું અચાનક નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને આદિવાસી વિસ્તારોમાં નુક્સાન થયું છે. હવે વિધાનસભામાં આ વાતનું પુનરાવર્તન ન થાય, તે માટે પ્રદેશ ભાજપે અત્યારથી જ કમર કસી લીધી છે.
ADVERTISEMENT
દિવાળી બાદ હવે આજથી તો ગાંધીનગર પણ ધમધમી ઉઠ્યુ છે. પરંતુ દિવાળીની રજાઓમાં બનેલી કેટલીક ઘટનાઓ ધ્યાન ખેંચનારી છે. નવા વર્ષે પૂર્વ ધારાસભ્યો, વર્તમાન ધારાસભ્યો, મંત્રીઓ આગેવાનો અને અધિકારીઓ સીએમને નવા વર્ષની શુભેચ્છા પાઠવવા મળતા હોય છે, પરંતુ આ વખતે લાંબા સમયથી નિવૃત્ત થયેલા બે IAS પણ શુભેચ્છા આપવા પોહોંચ્યા હતા. આ અધિકારીઓ સરકારની ગુડબુકમાં ન હતા અને સરકારે પણ તેમની નિવૃત્તિ પછી કોઈ વિશેષ જવાબદારી નથી સોંપી ત્યારે શું આ એક રિમાઈન્ડર મુલાકાત હતી? કે, સાહેબ અમારું પણ કંઈક જોજો હોં!
ADVERTISEMENT
રાજકારણમાં કશુંય અશક્ય નથી. નવા વર્ષે બનેલી એક ઘટના અનેક રાજકીય ચર્ચાઓ ઉભા કરી રહી છે. બેસતા વર્ષના દિવસે સીએમે ગાંધીનગર પંચદેવ મંદિરમાં દર્શન કરી દિવસની શરૂઆત કરી. નરેન્દ્ર મોદીથી શરૂ કરીને વિજય રૂપાણી સુધી અને ભૂપેન્દ્રભાઈએ પણ આ પરંપરા જાળવી રાખી છે. સામાન્ય રીતે સીએમ આવે ત્યારે બીજા કોઈ આગેવાનો દર્શન કરવા આવતા નથી. પરંતુ આ વખતે સીએમ જેવા દર્શન કરીને નીકળ્યા ત્યારે દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. હવે ચર્ચા એ શરૂ થઈ છે કે આ ખરેખર આકસ્મિક મુલાકાત હતી કે પછી....
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.