ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / તમારા કામનું / સાયબર ઠગાઈનો શિકાર બન્યા છો? પૈસા પાછા મેળવવા તરત કરો આ કામ

તમારા કામનું / સાયબર ઠગાઈનો શિકાર બન્યા છો? પૈસા પાછા મેળવવા તરત કરો આ કામ

Published By: Nirav Kumar

Last Updated: 10:29 PM, 14 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાયબર ફ્રોડમાં પૈસા ગયા હોય તો સૌથી પહેલું હથિયાર ઝડપી ફરિયાદ છે. જેમાં 1930 પર કોલ કરીને અને સાયબર ક્રાઈમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવો. જો તમારી રકમ ટ્રેસ થઈને ફ્રીઝ થઈ હોય, તો Money Restoration Module દ્વારા રિફંડની પ્રક્રિયા શરૂ કરી શકાય છે.

ADVERTISEMENT

Money Restoration Module એટલે MRM એક એવી ઓનલાઈન વ્યવસ્થા છે, જેના દ્વારા સાયબર ફ્રોડનો ભોગ બનેલી વ્યક્તિ પોતાની ફ્રીઝ થયેલી રકમ પરત મેળવવા માટે રિફંડ રિક્વેસ્ટ શરૂ કરી શકે છે. જોકે એક વાત ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે કે MRM પૈસા પાછા મળવાની ગેરંટી આપતું નથી. પહેલાં ઠગાઈની રકમ ટ્રેસ થવી અને સંબંધિત બેંક ખાતામાં તે રકમ હોલ્ડ અથવા ફ્રીઝ થવી જરૂરી છે. ત્યારબાદ જ આગળની કાયદેસરની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. ચાલો જાણીએ કે આ પૈસા પરત મેળવવા માટે શું કરવું?

  • સૌથી પહેલાં તરત ફરિયાદ કરો

સાયબર ફ્રોડની જાણ થતાં જ સમય બગાડ્યા વગર 1930 પર કોલ કરો. આ સાથે National Cyber Crime Reporting Portal પર પણ ફરિયાદ નોંધાવવી જોઈએ. વહેલી ફરિયાદથી પોલીસ અને બેંકને ટ્રાન્ઝેક્શન ટ્રેસ કરીને પૈસા આગળના ખાતામાં ટ્રાન્સફર થતા અટકાવવાનો મોકો વધી શકે છે.

  • તમારી રકમ ફ્રીઝ થઈ છે કે નહીં તે ચેક કરો

ફરિયાદ કર્યા બાદ તમારી રકમ ટ્રેસ થઈ છે કે નહીં અને તે આરોપી કે બીજા સંબંધિત ખાતામાં હોલ્ડ/ફ્રીઝ કરવામાં આવી છે કે નહીં તેની માહિતી મેળવવી જરૂરી છે. આ રકમ ફ્રીઝ થયા બાદ જ MRM મારફતે રિફંડની પ્રક્રિયા આગળ વધારી શકાય છે.

MRM પર Refund Request કરો

રકમ ફ્રીઝ થયેલી હોય તો Money Restoration Moduleમાં જઈને “Raise Refund Request” ઓપ્શન પસંદ કરી શકાય છે. આ દરમિયાન સાયબર ક્રાઈમની ફરિયાદ વખતે મળેલો 14 અંકનો NCRP acknowledgment number જરૂરી રહેશે. OTP દ્વારા તમારી ફરિયાદનું વેરિફિકેશન પણ થઈ શકે છે.

બેંકની ડીટેલ સાવધાનીથી ભરો

વેરિફિકેશન બાદ રિફંડ મેળવવા માટે જે બેંક ખાતામાં પૈસા લેવા છે તેની ડીટેલ આપવાની રહેશે. અકાઉન્ટ નંબર સહિતની તમામ માહિતી ખૂબ જ ધ્યાનથી ચેક કરવી જરૂરી છે. કેમ કે ખોટી બેંક ડિટેલના કારણે રિફંડ પ્રક્રિયામાં મોડું થઈ શકે છે.

જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો

રિફંડ માટે જરૂરી ડોક્યુમેન્ટ પણ જમા કરાવવા પડી શકે છે. તેમાં PAN કાર્ડની કોપી સામેલ હોઈ શકે છે. તમારા કેસમાં કોર્ટનો કોઈ ઓર્ડર હોય તો તેની નકલ પણ માંગવામાં આવી શકે છે.

રિક્વેસ્ટ સબમિટ કર્યા બાદ નંબર સાચવી રાખો

તમામ ડીટેલ અને ડોક્યુમેન્ટ ચેક કર્યા બાદ Refund Request સબમિટ કરી શકાય છે. રિક્વેસ્ટ સબમિટ થયા બાદ તમને Request ID કે Unique Request Number મળી શકે છે. આ નંબર સાચવી રાખવો ખૂબ જરૂરી છે કેમ કે, ભવિષ્યમાં રિફંડ રિક્વેસ્ટનું સ્ટેટસ જાણવા માટે તેનો ઉપયોગ થઈ શકે છે.

રિફંડ કેવી રીતે મળશે?

રિક્વેસ્ટ સબમિટ થયા બાદ કેસની આગળની કાર્યવાહી પોલીસ અધિકારીઓ, બેંકો અને સંબંધિત એજન્સીઓ દ્વારા કરવામાં આવે છે. જે કેસની પરિસ્થિતિ પ્રમાણે અરજદાર પાસેથી Indemnity Bond કે બીજા ડોક્યુમેન્ટ પણ માંગવામાં આવી શકે છે. એટલે માત્ર MRM પર અરજી કરવાથી તરત પૈસા ખાતામાં આવી જશે એવું માનવું યોગ્ય નથી. રકમ પરત કરવાની અંતિમ પ્રક્રિયા સંબંધિત કાયદાકીય કાર્યવાહી અને અધિકારીઓના નિર્ણય પર આધારિત રહે છે.

વધુ વાંચો : ચેટ ડિલીટ કર્યા વગર WhatsAppની સ્ટોરેજ કરો ખાલી, જાણો સરળ રીત!

સાયબર ફ્રોડ થાય ત્યારે કઈ ભૂલ ન કરવી?

ફ્રોડ થયા બાદ ફરિયાદ કરવામાં મોડું ન કરો તરત 1930 પર સંપર્ક કરો. National Cyber Crime Reporting Portal પર ફરિયાદ નોંધાવો. 14 અંકનો NCRP acknowledgment નંબર સાચવી રાખો. રકમ ફ્રીઝ/હોલ્ડ થઈ છે કે નહીં તેની માહિતી મેળવો. MRM પર બેંકની વિગતો ભરતી વખતે ખાસ કાળજી રાખો. PAN સહિત જરૂરી ડોક્યુમેન્ટ તૈયાર રાખો. Refund Request બાદ મળેલો URN/Request ID સાચવી રાખો. યાદ રહે કે, રકમ ફ્રીઝ થઈ ગઈ હોય તો પણ પૈસા પરત મળવાની પ્રક્રિયા કાયદાકીય મંજૂરી અને કેસની સ્થિતિ પર નિર્ભર રહે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

cyber crime cyber fraud Money Restoration Module

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ