ન્યૂઝ અપડેટ્સ
VTV / Technology / હવે YouTube શોર્ટ્સ પર પણ આવ્યું ઇન્સ્ટાગ્રામ જેવું ફીચર, યુઝર્સને મોજ પડી જશે
Last Updated: 01:10 PM, 23 October 2025
ADVERTISEMENT
જો તમે પણ એવા લોકોમાંથી છો જે એકવાર શરૂ કર્યા પછી કલાક સુધી યુટ્યુબમાં શોર્ટ જોતા રહે છે તો આ નવું ફિચર તમારી હેલ્પ કરી શકે છે. ગૂગલની માલિકી હક વાળી કંપની યૂટ્યૂબ શોર્ટ્સ માટે ઈન્ટસ્ટાગ્રામ જેવા એક ફીચરની જાહેરાત કરી છે. જે યુઝર્સને વોચ ટાઈમ લિમીટ કરવાનો ઓપ્શન આપશે. જેવો જ ટાઈમ પુરો થઈ જશે, યુઝર્સ પાસે એક નોટિફિકેશન આવી જશે. જેની મદદથી યુઝર્સને એ ખબર પડી શકશે તેમણે શોર્ટ્સ જોવા માટે જે ટાઈમ સેટ કર્યો તે હવે પુરો થઈ રહ્યો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ ફીચરમાં યુઝર્સ શોર્ટ્સ જોવા માટે લિમીટને કસ્ટમાઈઝ કરી શકશે. એટલે કે કંપની તરફથી કોઈ સેટ લિમીટ નહીં હોય અને યુઝર તેમની મરજીથી 30 મીનિટ, એક કલાક કે બે કલાક લિમીટ કરી શકશે. આ લિમીટ પુરી થતાની સાથે જ યુઝર પાસે એક નોટિફિકેશન આવશે. આ નોટિફિકેશનને ડિસમીસ કરી શકાય છે, પણ આ યુઝરને તેની સેટ કરેલી બ્રાઉન્ડી યાદ કરાવશે. રિપોર્ટ્સ પ્રમાણે કલાકો સુધી સ્ક્રોલિંગ અટકાવવા અને યુઝર્સને ટાઈમ મેનેજ કરવામાં મદદ કરવા માટે આ ફિચર લાવવામાં આવ્યું છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ હવે Apple ફક્ત ફોલ્ડેબલ જ નહીં પણ ફ્લિપ iphone પણ કરશે લોન્ચ, જુઓ કેવી હશે ડિઝાઇન
ADVERTISEMENT
કંપનીએ જણાવ્યું કે, યુઝર યૂટ્યુબ સેટિંગમાં જઈને આ ફિચર માટે ટાઈમ સેટ કરી શકશે. અહીંયા તેમને પોતાની મરજીથી ટાઈમ સેટ કરવાનો ઓપ્શન મળશે. યૂટ્યુબે આ ફીચરને રોલ આઉટ કરવાનું શરૂ કરી દીધું છે અને તમામ યુઝર્સ માટે અવેલેબલ થવામાં થોડોક સમય લાગી શકે છે. આગળ જઈને આને પેરેન્ટલ કંટ્રોલમાં પણ સામેલ કરી દેવાશે. ત્યારપછી પેરેન્ટ્સની સેટ કરેલી લિમીટને બાળકો ડિસમીસ નહીં કરી શકે. આ રીતે આ ફિચર માતા પિતાને વધારે કંટ્રોલ આપશે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT