ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / Technology / ટેક અને ઓટો / હવે Apple ફક્ત ફોલ્ડેબલ જ નહીં પણ ફ્લિપ iphone પણ કરશે લોન્ચ, જુઓ કેવી હશે ડિઝાઇન

ટેક / હવે Apple ફક્ત ફોલ્ડેબલ જ નહીં પણ ફ્લિપ iphone પણ કરશે લોન્ચ, જુઓ કેવી હશે ડિઝાઇન

Published By: Nirav Kumar

Last Updated: 04:44 PM, 23 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એપલના ફેન્સ માટે આગામી ત્રણ વર્ષ એક્સાઇટેડ રહેવાના છે. કેમ તે આગામી વર્ષોમાં ફોલ્ડેબલ iPhone અને ફ્લિપ iPhone લઈને આવશે.

ADVERTISEMENT

એપલ આગામી વર્ષોમાં માત્ર ફોલ્ડેબલ iPhones જ નહીં પણ ફ્લિપ અને બેઝલ-લેસ iPhones પણ લોન્ચ કરશે. જેમાં આગામી ત્રણ વર્ષ એપલના ફેન્સ માટે રોમાંચક રહેશે. આ iPhonesની ડિઝાઇનમાં મોટા ફેરફારો જોવા મળશે. જેની શરૂઆત ફોલ્ડેબલ iPhonesથી થઈ શકે છે. આ સિવાય એવા પણ રિપોર્ટ છે કે,  એપલ iPhones19 સિરીઝ લોન્ચ નહીં કરે.

  • iPhones19 સિરીઝ લોન્ચ નહીં કરે

વર્ષ 2026માં iPhone 18 સિરીઝ લોન્ચ કર્યા બાદ Apple વર્ષ 2027માં 19 સિરીઝ લોન્ચ નહીં કરે. વર્ષ 2027 માં iPhone ની 20મી વર્ષગાંઠ ઉજવશે જેથી કંપની 19 સિરીઝ સ્કિપ કરીને સીધી iPhone 20 સિરીઝ લોન્ચ કરશે.

vtv app promotion
  • ફોલ્ડેબલ આઇફોન

તાજેતરમાં જાણવા મળ્યું છે કે કંપની આવતા વર્ષે આઇફોન 18 સિરીઝની સાથે તેનો પહેલો ફોલ્ડેબલ આઇફોન લોન્ચ કરી શકે છે.  જે ફોનમાં બુક-જેવી ફોલ્ડિંગ મિકેનિઝમ હશે. એપલ તેની સ્ક્રીન પર ક્રીઝ વિઝિબિલિટી ઘટાડવા માટે ગ્લાસ મિડફ્રેમનો ઉપયોગ કરી શકે છે. આ ફોન વર્ષ 2027માં લોન્ચ થઈ શકે છે પરંતુ તાજેતરના રિપોર્ટ મુજબ તે આવતા વર્ષે લોન્ચ થઈ શકે છે.

  • iPhone 20 સિરીઝમાં હશે ફુલ-ડિસ્પ્લે

iPhone 20 સિરીઝમાં ફુલ-ડિસ્પ્લે હશે. રિપોર્ટ અનુસાર, iPhone 20 પ્રોમાં તેની સ્ક્રીન પર ડાયનેમિક આઇલેન્ડ કે નોચ ટાઈપ કોઈ કટઆઉટ નહીં હોય અને તેમાં કોઈ બેઝલ્સ પણ નહીં હોય.

વધુ વાંચો : જૂના ફોનને ભંગાર સમજીને ફેંકી ન દેતા, કારણ કે રહસ્ય જાણશો તો ચોંકી જશો

  • ફ્લિપ iPhoneની પણ થઇ રહી છે તૈયારી

Appleનો પહેલો ફ્લિપ iPhone વર્ષ 2028માં રિલીઝ થઈ શકે છે. આ ફોન સેમસંગના Galaxy Z Flip 7 જેવો હશે. તેની સાઈઝ કોમ્પેક્ટ હશે અને ટ્રેડિશનલ સ્માર્ટફોનની માફક જ ખુલશે. તેની એક્સટર્નલ ડિસ્પ્લે નાની હશે અને તેનો ઉપયોગ માત્ર નોટોફિકેશન અને AI શોર્ટકટ જેવી વસ્તુઓ માટે જ થઇ શકશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Flip iPhone Foldable iPhone Apple Fans

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ