ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / જૂના ફોનને ભંગાર સમજીને ફેંકી ન દેતા, કારણ કે રહસ્ય જાણશો તો ચોંકી જશો
Last Updated: 03:39 PM, 20 October 2025
ADVERTISEMENT
આપણો ફોન જ્યારે બગડી જાય ત્યારે નવો ફોન લાવીએ, એટલે જૂનો ફોન કચરા તરીકે ફેંકી દઈએ છીએ. પરંતુ આવી ભૂલ ના કરવી જોઈએ. કેમ કે તેમાં અનેક કિંમતી ધાતુઓ હોય છે. તેમાંની અમુક ધાતુઓ ખરીદવા માટે ઘણો ખર્ચ પણ કરવો પડે છે. તો અમુક ધાતુઓ એવી હોય છે જેની માઇનિંગમાં ખુબ મહેનત કરવી પડે છે.
ADVERTISEMENT

એક રિપોર્ટ અનુસાર, એક iPhone માં 0.034 ગ્રામ સોનું, 0.015 ગ્રામ પેલેડિયમ અને પ્લેટિનમ પણ થોડી માત્રામાં હોય છે. આ સિવાય તેમાં લગભગ 25 ગ્રામ એલ્યુમિનિયમ અને 15 ગ્રામ તાંબુ પણ હોય છે. એક ટન iPhoneમાં એક ટન સોનાના અયસ્ક કરતાં 300 ગણું વધુ સોનું અને એક ટન ચાંદીના અયસ્ક કરતાં 6.5 ગણું વધુ ચાંદી નીકળે છે.
ADVERTISEMENT
આ સિવાય iPhoneમાં લેન્થાનમ, ટર્બિયમ, નિયોડાઇમિયમ, ગેડોલિનિયમ અને પ્રેસોડીમિયમ સહિત અનેક રેર અર્થ મટિરિયલ હોય છે, જેનું માઇનિંગ કઠિન હોય છે. એક યુનિટમાં આ ધાતુઓનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. પરંતુ 1 લાખ iPhones માં 3.4 કિલો સોનું, 1.6 ટન તાંબુ, 35 કિલો ચાંદી અને 1.5 કિલો પેલેડિયમ નીકળી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
વિશ્વભરમાં દર વર્ષે આશરે 2 અબજ લોકો તેમના ફોન અપગ્રેડ કરે છે. જેમાં મોટાભગના ફોનને કચરો સમજીને ભુલાવી દેવામાં આવે છે કે પછી સ્ટોર રૂમમાં મૂકી દેવામાં આવે છે. આવા ફોનમાંથી માત્ર 10 ટકા ફોન જ રિસાયકલ થાય છે. આવા ફોન દ્વારા ઉત્પન્ન થતા ઈ-વેસ્ટ અંગે પણ ચિંતા ઉપજી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT