ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / Technology / ટેક અને ઓટો / WhatsApp લાવી રહ્યું છે નવું અપડેટ, લાખો યુઝર્સની મોબાઇલ સ્ક્રીન બદલાશે!
Last Updated: 01:54 PM, 22 October 2026
ADVERTISEMENT
વોટ્સએપ એક મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે. આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ હવે નવા નેવિગેશન બાર પર કામ કરી રહી છે. જેના બાદ કરોડો યુઝર્સને ફ્રેશ અનુભવ મળશે. Wabetainfoએ આ નવી ફીચરની માહિતી શેર કરી છે અને તેને ડાયનેમિક બોટમ નેવિગેશન બાર નામ આપવામાં આવ્યું છે.
ADVERTISEMENT
નવા અપડેટ બાદ નીચેની તરફ મળતો નેવિગેશન બાર સંપૂર્ણરીતે બદલાઈ જશે. આથી યુઝર્સને સ્ક્રોલ કરવામાં ફાયદો થશે. જ્યારે તમે વોટ્સએપ ચેટને સ્ક્રોલ ડાઉન કરશો ત્યારે બોટમ બાર ઓટોમેટિક સ્લિમ થઈ જશે. આને કારણે વધુ ચેટ્સ સ્ક્રીન પર દેખાશે અને જગ્યાનો સારો ઉપયોગ થશે.
જ્યારે તમે સ્ક્રોલ અપ કરશો ત્યારે બોટમ નેવિગેશન બાર ફરીથી પોતાના મૂળ સાઈઝમાં પાછો આવી જશે. આ રિપોર્ટમાં એક સ્ક્રીનશૉટ પણ શેર કરવામાં આવ્યો છે જેમાં નેવિગેશન બારની કિનારીઓને ગોળાકાર આકાર આપવામાં આવ્યો છે. આ સાથે જ એક ટેબથી બીજા ટેબમાં સ્વિચ કરવું પણ વધુ સરળ બનશે.
ADVERTISEMENT
આ ન્યુ નેવિગેશન બાર ડિઝાઇન હાલમાં ટેસ્ટિંગ તબક્કામાં છે અને બીટા વર્ઝનમાં જોવા મળી રહ્યો છે. બધી ટેસ્ટિંગ પૂરી થયા બાદ તેને બધા યુઝર્સ માટે જાહેર કરવામાં આવશે, પણ હજુ સુધી તેની કોઈ ચોક્કસ ટાઈમલાઈન આપવામાં આવી નથી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ