ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Technology / WhatsAppમાંથી ChatGPTનું થયું સુરસુરિયું! કારણ સહિત જાણો કેમ નહીં વાપરી શકો

ટેકનોલોજી / WhatsAppમાંથી ChatGPTનું થયું સુરસુરિયું! કારણ સહિત જાણો કેમ નહીં વાપરી શકો

Published By: Jinal Chauhan

Last Updated: 05:05 PM, 20 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વોટ્સએપ પર યુઝર્સ થર્ડ-પાર્ટી AI ચેટબોટ્સ યુઝ નહીં કરી શકે. મેટાના આ નિર્ણય પછી યુઝર્સ પાસે માત્ર મેટા AI યુઝ કરવાનો જ ઓપ્શન રહેશે. નવો નિર્ણય આગામી વર્ષે જાન્યુઆરીમાં લાગુ થશે.

ADVERTISEMENT

WhatsApp યુઝર્સ હવે થર્ડ-પાર્ટી AI ચેટબોટ્સ યુઝ નહીં કરી શકે. મેટાએ નવો નિર્ણય લેતા કહ્યું કે, વોટ્સએપ પર માત્ર મેટા AI આસિસ્ટન્ટ જ યુઝ કરી શકાશે અને બાકીની થર્ડ પાર્ટી AI ચેટબોટ્સનો યુઝ બેન કરી દેવાશે. આ નિર્ણયથી ઓપન AI અને પરપ્લેકિસ્ટી જેવી કંપનીઓને મોટો ઝાટકો લાગશે, જે AIની રેસમાં મેટાને ટક્કર આપી રહી છે. જેનો અર્થ એ થયો કે યુઝર્સ હવે વોટ્સઅપ પર માત્ર મેટા AI ચેટબોટ જ યુઝ કરી શકશે.

whatsapp-banned-final

નવો નિર્ણય ક્યારે લાગુ થશે?

મેટાનો નિર્ણય આવતા વર્ષના 15 જાન્યુઆરીથી લાગુ થશે. એનો અર્થ એ થયો કે 15 જાન્યુઆરી પછી ChatGPT અને Perplexity AI જેવા ચેટબોટ્સ વોટ્સએપ પર કામ નહીં કરી શકે. આ માટે મેટાએ વોટ્સએપ બિઝનેસ API અપડેટ કર્યું છે. નવી પોલિસી મુજબ, જો કોઈ કંપની ચેટબોટ્સને તેની મુખ્ય સેવા તરીકે આપે છે, તો તે વોટ્સએપ બિઝનેસ સોલ્યુશનનો ઉપયોગ નહીં કરી શકે.શું બિઝનેસને અસર થશે?

મેટાએ કહ્યું કે આ નિર્ણયથી પ્રવાસન કંપનીઓ અને ઈ-કોમર્સ બ્રાન્ડ્સ જેવા વ્યવસાયો પર કોઈ અસર નહીં થાય. આ ફેરફાર ખાસ કરીને તે AI સ્ટાર્ટઅપ્સ માટે છે, જે વોટ્સએપ પર ગ્રાહકોને ચેટબેઝ્ડ આસિસ્ટન્ટ આપતા હતા. મેટાએ જણાવ્યું કે આવા ચેટબોટ્સનો વધતો ઉપયોગ તેની સર્વિસ અને સપોર્ટ સિસ્ટમ પર ભાર પાડી રહ્યો છે.

vtv app promotion

આ પણ વાંચોઃ માનનિય ધારાસભ્યો માટે રાજાના મહેલને શરમાવે તેવા ક્વાર્ટર તૈયાર

મેટા મેસેજ લિમીટ પણ નક્કી કરશે.

વોટ્સએપ સ્પેમ અટકાવવા માટે નવું પગલું લેવા જઈ રહી છે. હવે એવા લોકો ને મોકલવામાં આવતા મેસેજ પર મહિનાની લિમિટ રહેશે, જે લોકો જવાબ નથી આપતા. આ નિયમ બિઝનેસ અને સામાન્ય યુઝર્સ બંને પર લાગુ પડશે. આવતા અઠવાડિયામાં ઘણા દેશોમાં તેનો ટ્રાયલ શરૂ થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Meta AI ChatGPT restriction, WhatsApp third-party AI chatbot ban

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ