ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'માનનીય' ધારાસભ્યો માટે રાજાના મહેલને શરમાવે તેવા ક્વાર્ટર તૈયાર

આનંદો / 'માનનીય' ધારાસભ્યો માટે રાજાના મહેલને શરમાવે તેવા ક્વાર્ટર તૈયાર

Published By: Krutarth Joshi

Last Updated: 05:07 PM, 20 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સેક્ટર 17 ખાતે સમગ્ર સંકુલ તૈયાર કરવામાં આવ્યું છે. દરેક બિલ્ડિંગમાં કુલ 9 માળ છે. તેવ કુલ 12 બિલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યા છે. દરેક ફ્લોર પર 2 ફ્લેટ તૈયાર કરવામાં આવ્યાં છે.

ADVERTISEMENT

Gandhinagar News : ગાંધીનગરનાં સેક્ટર 17 ખાતે ધારાસભ્યો માટે આલિશાન ફ્લેટ બનાવવામાં આવ્યા છે. જેમાં આપણા માનનીયોને કોઇ પણ સમસ્યા ન થાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ધારાસભ્યોની તમામ જરૂરિયાતોને ધ્યાને રાખીને ઇન્ટિરિયર ડિઝાઇનર પાસે ખાસ ફ્લેટની ડિઝાઇન કરવામાં આવ્યા છે. સેક્ટર 17 ખાતે સમગ્ર સંકુલ તૈયાર કરવામાં આવ્યું છે.

સેક્ટર 17 ખાતે તૈયાર કરાયું સંકુલ

સેક્ટર 17 ખાતે સમગ્ર સંકુલ તૈયાર કરવામાં આવ્યું છે. દરેક બિલ્ડિંગમાં કુલ 9 માળ છે. તેવ કુલ 12 બિલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યા છે. દરેક ફ્લોર પર 2 ફ્લેટ તૈયાર કરવામાં આવ્યાં છે. જેમાં માનનીયોને કોઇ પણ પ્રકારની સમસ્યા ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે. ધારાસભ્યોની ઘરની ઉપરાંત મુલાકાતીઓ સહિતની તમામ વ્યવસ્થાનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. મુલાકાતીઓ માટેના અલગ મીટિંગ રૂમ સહિતની તમામ સુવિધા રાખવામાં આવી છે.

ઇનસાઇડ સ્ટોરી / હવે સચિવાલયમાં ત્રણ મોટી પોસ્ટીંગ પર બ્યુરોક્રેસીની નજર, લોબિંગ પણ શરૂ

માનનિયોને કોઇ સમસ્યા ન થાય તેની ખાસ વ્યવસ્થા

આ ઉપરાંત દરેક રુમમાં પુરતો હવા ઉજાસ અને પવન આવતો રહે તે પ્રકારની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત દરેક રૂમમાં એસી પણ મુકવામાં આવ્યા છે. રસોડામાં ચિમની, ગેસ લાઇન, 24 કલાક પાણી સહિતની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મુલાકાતીઓ, સર્વન્ટ માટે અલગ લિફ્ટ જ્યારે ધારાસભ્યો માટે પણ ખાસ લિફ્ટ સહિતની સુવિધાનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે. સોલાર સિસ્ટમ સહિતની તમામ અત્યાધુનિક સુવિધાઓ આપવામાં આવી છે.

ભવિષ્યલક્ષી આયોજન

સર્વન્ટ ક્વાર્ટરથી માંડીને સિક્યુરિટીમાં રહેલી પોલીસને પણ આરામદાયક રીતે પોતાની જવાબદારી નિભાવી શકે તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કોમન એરિયામાં સિનિયર સિટિઝન બેસી શકે તે માટે ખાસ ગાર્ડન, બાળકો રમી શકે તે માટે તમામ પ્રકારની એમેનિટિઝનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત ક્લબ હાઉસ, જીમ સહિતની તમામ વ્યવસ્થાનો ખ્યાલ રાખવામાં આવ્યો છે.

અમિત શાહનાં હસ્તે સંકુલનું ઉદ્ધાટન

નવા MLAના નિવાસ સ્થાનનું ઉદ્ધાટન થશે. અમિત શાહના હસ્તે સમગ્ર સંકુલ ખુલ્લું મુકવામાં આવે તેવી શક્યતા છે. 23 ઓક્ટોબરે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવા માટેનો તખ્તો ઘડાઇ ચુક્યો છે. અમિત શાહના હસ્તે સમગ્ર સંકુલનું ઉદ્ધાટન કરવામાં આવશે. ગૃહમંત્રી અમિત શાહનાં સંભવિત કાર્યક્રમને ધ્યાનમાં રાખીને 23 ઓક્ટોબરે ઉદ્ધાટનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુજરાતમાં આગામી સમયમાં ધારાસભ્યોની સંખ્યા 182 થી વધારે થાય તે સ્થિતિને ધ્યાને રાખીને પહેલાથી જ વધારે ફ્લેટ તૈયાર કરવામાં આવ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Quarters for MLAs ready Amit Shah to inaugurate Quarters for Gujarat MLA Gandhinagar News

Published by

Krutarth Joshi

Krutarth Joshi working as Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ