બ્રેકિંગ ન્યુઝ
VTV / Technology / OnePlus 15થી લઈ Realme GT 8 Pro સુધી, નવેમ્બરમાં લોન્ચ થશે આ સ્માર્ટફોન, જાણો ફીચર્સ
Last Updated: 11:27 AM, 27 October 2025
શું તમે પણ સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યો છે તો આવતા મહિને ઘણા જોરદાર ઓપ્શન લોન્ચ થવા જઈ રહ્યા છે. જી હા વનપ્લસ સહિતની ઘણી કંપનીઓ નવેમ્બરમાં તેમના શાનદાર ફોન માર્કેટમાં લોન્ચ કરવા જઈ રહી છે. એવામાં નવો ફોન ખરીદવાની તૈયારી કરી રહેલા લોકો માટે નવા ઓપ્શન આવવાના છે. આવો જાણીયે આવતા મહિને કયા કયા ફોન લોન્ચ થવાના છે અને તેમા કયા કયા ફિચર્સ મળશે.
ADVERTISEMENT
વનપ્લસનો આ ફોન 27 ઓક્ટોબરના રોજ ચીનમાં લોન્ચ થઈ રહ્યો છે. એવી અટકળો પણ છે કે 12મી નવેમ્બરે તેને ભારત સહિત ગ્લોબલ માર્કેટ માટે લોન્ચ કરી દેવાશે. OnePlus 15માં 6.78 ઈંચની 1.5K AMOLED ડિસ્પ્લે મળવાની આશા છે, જે 165Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરશે.Snapdragon 8 Elite Gen 5 પ્રોસેસર વાળા આ ફોનમાં 7,300mAhની જોરદાર બેટરી આપવામાં આવશે. જેમાં 50MP પ્રાઈમરી લેન્સ, 50MP અલ્ટ્રા વાઈડ કેમેરો અને 50 MP ટેલીફોટો લેન્સ વાળો ટ્રિપલ કેમરા સેટઅપ આપવામાં આવશે. ભારતમાં તેની કિંમત 70-75 હજાર રૂપિયા હોઈ શકે છે.
ADVERTISEMENT
આ ફોન ચીનમાં લોન્ચ થઈ ચુક્યો છે અને 25 નવેમ્બરના રોજ ભારત સહિત અન્ય બજારોમાં પણ લોન્ચ થઈ જશે. આ ફોનમાં 6.85 ઈંચનું 2K+ કર્વ્ડ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. આમાં પણ Snapdragon 8 Elite Gen 5 પ્રોસેસર લાગેલું છે અને તે OriginOS 6.0 પર રન કરે છે. તેના રિયરમાં 50MPનો ટ્રિપલ કેમેરા સેટઅપ અને 32MPનો ફ્રન્ટ કેમેરો લાગેલો છે. ભારતમાં તેની શરૂઆતની કિંમત 59,999 રૂપિયા હોઈ શકે છે.

ADVERTISEMENT
રિયલમી GT 8 સિરીઝ ચીનમાં લોન્ચ થઈ ચુક્યો છે. આ સિરીઝના પ્રો મોડલમાં 2K 144Hz ડિસ્પ્લે મળે છે, જે 7000 નિટ્સની પીક બ્રાઈટનેસ અને એડવાન્સ આઈ પ્રોટેક્શન સાથે લોન્ચ થયો છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ ન કોઈ રોક ન ટોક! બાળકો બાદ હવે વૃદ્ધોને સ્માર્ટફોનની લગની લાગી, આંકડા ખાય છે ચાડી
ADVERTISEMENT
Snapdragon 8 Elite Gen 5 પ્રોસેસરથી સજ્જ આ ફોનમાં 7000mAhની બેટરી આપવામાં આવી છે. GT 8 Proના કેમેરા સેટઅપની વાત કરવામાં આવે તો તેમાં 50 MPનો Ricoh GR સર્ટિફાઈડ પ્રાઈમરી કેમેરો, 200MPનો પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ અને 50 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ સેન્સર લાગેલું છે. જેનો કેમેરો મોડ્યુઅલ ડિટેચેબલ છે અને યુઝર તેની મરજીથી તેને સ્ક્વેર કે રાઉન્ડ લુક આપી શકે છે. ભારતમાં તેને નવેમ્બરના બીજા સપ્તાહમાં લોન્ચ કરી શકાય છે અને તેની કિંમત 65000થી શરૂ થવાની આશા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.