ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ન કોઈ રોક ન ટોક! બાળકો બાદ હવે વૃદ્ધોને સ્માર્ટફોનની લગની લાગી, આંકડા ખાય છે ચાડી

ટેક / ન કોઈ રોક ન ટોક! બાળકો બાદ હવે વૃદ્ધોને સ્માર્ટફોનની લગની લાગી, આંકડા ખાય છે ચાડી

Published By: Pravin Joshi

Last Updated: 02:26 AM, 27 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતરના એક અભ્યાસ મુજબ, વૃદ્ધોમાં ટેકનોલોજીનું વ્યસન ઝડપથી વધી રહ્યું છે અને તે તેમની ઊંઘ, માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક પ્રવૃત્તિને પણ અસર કરી રહ્યું છે.

ADVERTISEMENT

ટેકનોલોજી હવે માત્ર યુવાપેઢીની સીમામાં બંધાઈ રહી નથી — હવે વડીલો પણ સ્માર્ટફોન અને ડિજિટલ દુનિયામાં પૂરી રીતે ખોવાઈ ગયા છે. તાજેતરના સર્વે મુજબ, છેલ્લા દાયકામાં વડીલોમાં સ્માર્ટફોન, ટેબ્લેટ અને અન્ય ડિજિટલ ડિવાઇસનો ઉપયોગ 60 ટકા સુધી વધી ગયો છે, જેના કારણે તેમની ઉંઘ, માનસિક સ્વાસ્થ્ય અને શરીરચર્યા પર અસર થવા લાગી છે.

Mobile Photo (2)

એક સમય હતો જ્યારે વડીલોનો દિવસ ધાર્મિક પુસ્તકો વાંચવામાં કે ટીવી સામે પસાર થતો હતો. પણ હવે દ્રશ્ય બદલાઈ ગયું છે. આજના વડીલો સોશિયલ મીડિયા પર સક્રિય છે, ગેમિંગમાં રસ ધરાવે છે અને ઑનલાઇન ખરીદી કરતા હોય છે. બ્રિટનમાં તો એવી ઘટનાઓ પણ સામે આવી છે જ્યાં 70 વર્ષથી વધુ ઉંમરના લોકો મોબાઇલ ગેમની લતના કારણે સારવાર લેતા જોવા મળ્યા છે. એક સમયે જ્યાં ગેમિંગ ક્લિનિક્સમાં યુવાઓ પહોંચતા હતા, હવે ત્યાં વડીલોની સંખ્યા ઝડપથી વધી રહી છે.

smart-phone

60 ટકા સુધી વધ્યું ડિજિટલ એક્સેસ

અમેરિકા અને યુરોપના સર્વે બતાવે છે કે 10 વર્ષ પહેલા જ્યાં 65 વર્ષથી ઉપરના માત્ર 20 ટકા લોકો પાસે સ્માર્ટફોન હતા, હવે એ આંકડો 80 ટકા સુધી પહોંચી ગયો છે. વડીલોમાં સ્માર્ટ ટીવી, ટેબ્લેટ અને સ્માર્ટ વૉચ જેવા ઉપકરણોનું પ્રચલન પણ વધી રહ્યું છે. રિટાયરમેન્ટ પછીનો ખાલી સમય હવે ડિજિટલ સ્ક્રીન સાથે પસાર થતો હોવાથી ઘણા વડીલોનો દૈનિક ઑનલાઇન સમય ત્રણ કલાકથી વધુ થઈ ગયો છે.

વધતા સ્ક્રીન ટાઈમ સાથે જોખમો પણ વધ્યા

એશિયાના વિવિધ અભ્યાસો દર્શાવે છે કે વધુ સમય સ્ક્રીન સામે વિતાવવાથી વડીલોમાં નીંદની તકલીફ, ચિંતા અને થાક જેવી સમસ્યાઓ વધી રહી છે. ચીનની એક રિસર્ચ મુજબ, વધારે ઑનલાઇન સમયથી તેમની ફિઝિકલ એક્ટિવિટી ઘટી રહી છે, જ્યારે દક્ષિણ કોરિયામાં થયેલી સ્ટડી બતાવે છે કે 15 ટકા વડીલો સ્માર્ટફોન એડિક્શનના જોખમમાં છે. સાથે જ ઑનલાઇન ઠગાઈનો ભય પણ વધી રહ્યો છે, કારણ કે મોટા ભાગના વડીલોના ઉપકરણો બેન્ક ખાતા સાથે લિંક હોય છે.

આ પણ વાંચોઃ 'ચૂંટલો ભરી લીધો હતો, ટ્રેનમાં છેડછાડ થઈ..' અભિનેત્રી રવિના ટંડને જણાવી આપવીતી, કહ્યું એ બધુ જ થયું

બાળકોની જેમ વડીલોની ઑનલાઇન પ્રવૃત્તિ પર કોઈ દેખરેખ નથી રાખતું. આ જ કારણ છે કે તેમની સમસ્યા ઘણીવાર મોડે સામે આવે છે. ઘણા વડીલોને તો એ પણ ખબર નથી પડતી કે તેમને સ્માર્ટફોનની લત લાગી ગઈ છે. વિશેષજ્ઞો કહે છે કે સતત સમાચાર, સોશિયલ મીડિયા અને વિડિયો જોવાથી તેઓ માનસિક રીતે વધુ તણાવમાં રહે છે. જો કે આ ચિત્ર પૂરેપૂરું નકારાત્મક નથી.0 ટેકનોલોજીએ વડીલોને નવા સામાજિક જોડાણના રસ્તા પણ આપ્યા છે. હવે તેઓ ઑનલાઇન યોગા ક્લાસ, બુક ક્લબ, ધાર્મિક કાર્યક્રમો અને પરિવાર સાથે વીડિયો કૉલ દ્વારા જોડાઈ રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Technology Elderly people addicted to smartphones MobileScreenTime

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ