બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ભારતના બજારમાં લોન્ચ થશે આ 5 હાઇબ્રિડ કાર, માઇલેજ જાણીને ચોંકી જશો
Last Updated: 12:28 AM, 9 July 2026
ઇન્ડિયન માર્કેટમાં "ગ્રીન" વાહનોની માંગ ઝડપથી વધી રહી છે. વર્ષ 2026 માં ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ વાહનોની માંગમાં ઉછાળો જોવા થયો છે. હાલમાં ટોયોટા કિર્લોસ્કર મોટર્સ ભારતમાં હાઇબ્રિડ કાર સેગમેન્ટ પર પ્રભુત્વ ધરાવે છે, જેનો માર્કેટ હિસ્સો લગભગ 80% છે. પણ આ સેગમેન્ટમાં સ્પર્ધા વધુ તીવ્ર બનવાની છે. કેમ કે હોન્ડા, રેનો, કિયા, મારુતિ અને ટોયોટા જેવી મોટી કંપનીઓ આગામી દિવસોમાં ઇન્ડિયન માર્કેટમાં તેમના નવા હાઇબ્રિડ મોડેલો લોન્ચ કરશે. ચાલો તેવી પાંચ કાર વિષે જાણીએ.
ADVERTISEMENT
હોન્ડા આ મહિને જુલાઈ 2026 માં ભારતમાં તેની નવી SUV, ZR-V લોન્ચ કરશે. પણ કંપનીએ હજુ સુધી તેની લોન્ચ તારીખ જાહેર કરી નથી. જેમાં તમને આ પાવરફુલ કારમાં 2.0-લિટર ડાયરેક્ટ-ઇન્જેક્શન પેટ્રોલ એન્જિન મળશે. આ એન્જિન હોન્ડાની "e-strong" હાઇબ્રિડ ટેકનોલોજી સાથે આવશે. આ સિસ્ટમ 184 bhp ની જબરદસ્ત પાવરઅને 315 Nm નો ટોર્ક પેદા કરશે. આ પ્રીમિયમ SUV 22.8 કિમી/લીટરનની માઇલેજ આપશે.
ADVERTISEMENT
ભારતની ફેમસ SUV Renault ડસ્ટર, એક નવા અવતારમાં પરત ફરશે. જેમાં કંપની 2026 માં દિવાળીના તહેવારની આસપાસ તેનું હાઇબ્રિડ મોડેલ લોન્ચ કરશે. આ નવી કાર 1.8-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિનવાળું હશે, જે 1.4 kWh બેટરી પેક સાથે કામ કરશે.
ADVERTISEMENT
કિયા પણ ઇન્ડિયન માર્કેટમાં તેની ફર્સ્ટ હાઇબ્રિડ કાર લોન્ચ કરશે. જેમાં કંપની દિવાળીના તહેવારોની મોસમ દરમિયાન Kia Sorento નામની એક મોટી SUV લોન્ચ કરશે. ત્રણ લાઈનની સીટોવાળી આ પ્રીમિયમ SUV કંપનીના નવા 1.5-લિટર મજબૂત હાઇબ્રિડ એન્જિન સાથે ઓફર કરવામાં આવી શકે છે. જેમાં ગ્લોબલ લેવલે આ કાર વધુ પાવરફુલ 1.6-લિટર TGDi પેટ્રોલ હાઇબ્રિડ એન્જિન સાથે વેચાય છે.
ADVERTISEMENT
મારુતિ સુઝુકી તેની ફેમસ SUV, ગ્રાન્ડ વિટારાનું એક મોટું અને વધુ જગ્યા ધરાવતું 7-સીટર વર્ઝન બનાવે છે. કંપની હાલમાં ભારતીય રસ્તાઓ પર આ કારનું ટેસ્ટિંગ કરી રહી છે. આ મોડેલ 2026 ના અંતમાં લોન્ચ થઇ શકે છે. જેમાં વર્તમાન મોડેલની માફક નવી અને મોટી ગ્રાન્ડ વિટારા ગ્રાહકોને 1.5-લિટર મજબૂત હાઇબ્રિડ અને 1.5-લિટર માઇલ્ડ હાઇબ્રિડ એન્જિનનો ઓપ્શન આપશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
મારુતિની માફક તેની પાર્ટનર કંપની ટોયોટા, પણ તેની અર્બન ક્રુઝર હાઇરાઇડર SUV ના મોટા થ્રી રો વર્ઝનનું ટેસ્ટિંગ કરી રહી છે. આ 2026 ના અંત સુધીમાં પણ લોન્ચ થઈ શકે છે. આ નવી કારનો ઇન્ટિરિયર પાર્ટ, સુવિધાઓ અને ડિઝાઇન મોટાભાગે વર્તમાન 5-સીટર મોડેલ જેવી જ રહેશે. પણ થ્રી રોની સીટોના ઉમેરા સાથે આ કાર પહેલા કરતાં વધુ લાંબી હશે. તેમાં પાવરફુલ 1.5-લિટર હાઇબ્રિડ એન્જિન સેટઅપ આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.