ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / દિલની બીમારીથી બચવું હોય તો 17 ની ઉંમરે કરાવી લો આ ટેસ્ટ, એક્સપર્ટની સલાહ

હેલ્થ / દિલની બીમારીથી બચવું હોય તો 17 ની ઉંમરે કરાવી લો આ ટેસ્ટ, એક્સપર્ટની સલાહ

Published By: Nirav Kumar

Last Updated: 11:37 PM, 8 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે લોકોને નાની ઉંમરે પણ હાર્ટ અટેક આવે છે. આથી હેલ્થ એક્સપર્ટ નાની ઉંમરે એક જરૂરી રિપોર્ટ કરવાની ભલામણ કરે છે. તેનાથી કોલેસ્ટ્રોલનું લેવલ જાણી શકાય છે.

ADVERTISEMENT

હાલમાં યુવાનો પણ હાર્ટ અટેકનો શિકાર બની રહ્યા છે. જેમાં ઘણા લોકો તરત મૃત્યુ પણ પામે છે. હાર્ટ અટેકના વધતા જતા બનાવો વચ્ચે એક્સપર્ટ સમયસર ટેસ્ટના મહત્વ પર ભાર મૂકે છે. જેમાં હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે, દરેક ભારતીયે 17 વર્ષની ઉંમરે ઓછામાં ઓછી એક વાર બ્લડ ટેસ્ટ કરાવવો જોઈએ. આ ટેસ્ટ નાની ઉંમરે કોલેસ્ટ્રોલનું લેવલ જાણી શકે છે. તેનાથી નાની ઉંમરે કોલેસ્ટ્રોલનું લેવલ વધ્યું હોય તેવા લોકોને ફાયદો થશે, જેનાથી તેઓ સમયસર લાઈફસ્ટાઈલ અને આહાર દ્વારા તેને કંટ્રોલ કરી શકે છે.

  • પુરુષો માટે સલાહ

એક્સપર્ટ અનુસાર બધા પુરુષોએ 35 થી 40 વર્ષની વય વચ્ચે નિયમિત હાર્ટ ચેકઅપ કરાવજોવું ઈએ. જેમાં સામાન્ય તપાસ સાથે હાર્ટનું સીટી સ્કેન સામેલ હોવું જોઈએ. જો સીટી સ્કેન પરિણામો સામાન્ય હોય તો આગામી 7 થી 10 વર્ષ સુધી ગંભીર ચિંતા કરવાની જરૂર નથી. જો પરિણામો સામાન્ય હોય તો પણ સ્વસ્થ આહાર અને લાઈફસ્ટાઈલ જાળવવું જરૂરી છે.

  • ફેમીલી હિસ્ટ્રી ધરાવતા લોકોએ રહેવું સાવધાન

હેલ્થ એક્સપર્ટ અનુસાર, જેમના પરિવારમાં નાની ઉંમરે હાર્ટ એટેકની હિસ્ટ્રી હોય તેમને 30 વર્ષની ઉંમર સુધી રાહ ન જોવી જોઈએ. આવા વ્યક્તિઓએ 30 વર્ષની ઉંમરે કે તે પહેલાં હાર્ટ ચેકઅપ કરાવવું જોઈએ. કેમ કે તેમને હાર્ટ અટેકનું જોખમ વધારે હોય છે. જેમાં દરેક વ્યક્તિએ તેમના બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ લેવલ અને હૃદયના સ્વાસ્થ્ય સંબંધિત બીજા મહત્વના પેરામીટર વિષે અવેર રહેવું જોઈએ.

વધુ વાંચો : બાળક સિક્કો ગળી જાય તો શું કરવું? આ ભૂલ તો બિલકુલ ના કરશો, જાણો શ્રેષ્ઠ ઉપાય

  • એથ્લીટોએ વધુ સાવધાન રહેવું

જો કોઈ વ્યક્તિ 17 કે 18 વર્ષની ઉંમરે મેરેથોન જેવી હાઈ ઇન્ટેસિટી સહનશક્તિ રમતોમાં ભાગ લે છે તો તેને જરૂરથી હાર્ટ ચેકઅપ કરાવવું જોઈએ. જેમાં હૃદય રોગનું વહેલું નિદાન તેમને સમયસર અટકાવી શકે છે. જેમાં અનેક મહત્વના હાર્ટ ટેસ્ટ એક કલાકમાં પૂરી કરી શકાય છે અને વર્ષમાં એકવાર તે કરાવવાથી ફાયદાકારક બની શકે છે.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

CT Scan Heart Attacks Blood Test

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ