ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 12મા ધોરણ પછી કરો આ કોર્ષ, સારી નોકરી સાથે મળશે 50 હજાર રૂપિયાનો પગાર

તમારા કામનું / 12મા ધોરણ પછી કરો આ કોર્ષ, સારી નોકરી સાથે મળશે 50 હજાર રૂપિયાનો પગાર

Published By: Ajitsinh Jadeja

Last Updated: 05:35 PM, 15 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Career: આજના યુવાનો પોતાના કરિયરમાં કોઈ ભૂલ કરવા માંગતા નથી, એટલે તેઓ 12મા ધોરણ પછી તરત જ સખત મહેનત કરવાનું શરૂ કરે છે.

ADVERTISEMENT

Career: આજના યુવાનો પોતાના કરિયરમાં કોઈ ભૂલ કરવા માંગતા નથી, એટલે તેઓ 12મા ધોરણ પછી તરત જ સખત મહેનત કરવાનું શરૂ કરે છે. તેઓ એવા કોર્ષ કરે છે જે તેમને સારી નોકરી મેળવવામાં મદદ કરે પણ તેનાથી કમાણી પણ સારી થઇ શકે.

12મા ધોરણની બોર્ડ પરીક્ષા પાસ કર્યા પછી દરેક વિદ્યાર્થીને પ્રશ્ન રહે છે કે તેઓ આગળ શું કરશે. એક ખોટો નિર્ણય તેમની કારકિર્દી ડુબાડી શકે છે. ટ્રેડિશનલ ડિગ્રી મેળવવાને બદલે આજે વિદ્યાર્થીઓ એવા કોર્ષ કરવા માંગે છે જે તેમને સારી નોકરી મેળવવામાં મદદ કરે પણ આવક પણ સારી થાય. યુવાનો એવુ કામ કરવા માગે છે જેનાથી વધુ સારા પૈસા કમાઇ શકાય.

12મા ધોરણ પછી 50 હજાર રૂપિયાની નોકરી અને ફ્રીલાન્સ

કલ્પના કરો, તમે પણ 12મા ધોરણ પછી એવો કોર્ષ કરવા માંગો છો જે તમને 50,000 રૂપિયાનો શરૂઆતી પગાર આપશે. તમે ફ્રીલાન્સર તરીકે પણ કમાણી કરી શકો છો.

આ કોર્ષ ખાસ છે: ડિજિટલ માર્કેટિંગ

આજે નાનીથી મોટી કંપનીઓ, તેમના વ્યવસાયોને ઓનલાઈન લઈ જવા માટે ડિજિટલ માર્કેટર્સ શોધી રહી છે. આ માટે તમારે પ્લેટફોર્મ તેમજ બજારનું જ્ઞાન જરૂરી છે.

લાયકાત: 12મું પાસ (કોઈપણ પ્રવાહમાંથી)

સમયગાળો: 3 મહિનાથી 1 વર્ષ (પ્રમાણપત્ર અથવા ડિપ્લોમા કોર્ષ)

કારકિર્દી અને પગાર: શરૂઆતમાં ઇન્ટર્નશિપ અથવા શરૂઆતી નોકરી દર મહિને ₹20 હજારથી ₹25 હજાર કમાઈ શકાય છે. જેમ જેમ તમે એસઇઓ, સોશિયલ મીડિયા અને જાહેરાતમાં અનુભવ મેળવો છો, તેમ તેમ આ પગાર સરળતાથી ₹50000 કે તેથી વધુ સુધી પહોંચી શકે છે. આ કોર્ષની સારી બાબત છે કે તમે કામ કરવાની સાથે સાથે ફ્રીલાન્સિંગ દ્વારા પણ પૈસા કમાઈ શકો છો.

ગ્રાફિક ડિઝાઇનિંગ અને એનિમેશન

આ ક્રિએટિવ ફીલ્ડમાં રસ ધરાવતા યુવાનો માટે એક શાનદાર વિકલ્પ છે. તે લોગો ડિઝાઇનિંગ, વિડિઓ એડિટિંગ, સોશિયલ મીડિયા પોસ્ટ ડિઝાઇન અને વીએફએક્સ શીખવે છે. વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, અથવા વીએફએક્સ આજે ટેકનોલોજી અને કલાનું એક અનોખું મિશ્રણ બની ગયું છે, જેનો શાળા શિક્ષણથી લઈને સિનેમાની દુનિયા સુધી દરેક જગ્યાએ વ્યાપકપણે ઉપયોગ થાય છે.

લાયકાત: 12મું પાસ

સમયગાળો: 6 મહિનાથી 3 વર્ષ (ડિપ્લોમા અથવા ડિગ્રી)

કારકિર્દી અને પગાર: મીડિયા હાઉસ, જાહેરાત એજન્સીઓ અને ટેક કંપનીઓમાં તેની ખૂબ માંગ છે. કુશળ ડિઝાઇનરો સામાન્ય રીતે ₹25,000 થી ₹30,000 સુધીનો પ્રારંભિક પગાર મેળવે છે, જે ફ્રીલાન્સિંગ દ્વારા વધારી શકાય છે.

વેબ ડેવલપમેન્ટ અને પ્રોગ્રામિંગ

કોડિંગ અને ટેકનોલોજીમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ 12મા ધોરણ પછી તરત જ વેબ ડેવલપમેન્ટ (HTML, CSS, JavaScript, React વગેરે) અભ્યાસક્રમો કરી શકે છે.

HTML

તે કોઈપણ વેબસાઇટનો પાયો અથવા માળખું બનાવે છે. જેમ ઘર બનાવવા માટે ઈંટો અને પથ્થરોનો ઉપયોગ કરવામાં આવે છે, દિવાલો અને રૂમ પહેલા બનાવવામાં આવે છે, તેવી જ રીતે વેબસાઇટ પર ટેક્સ્ટ, ઇમેજ, વિડિઓઝ અથવા કોષ્ટકો દાખલ કરવા માટે HTML નો ઉપયોગ થાય છે. તેવી જ રીતે વિવિધ પ્રોગ્રામિંગ ભાષાઓના કાર્યો અલગ અલગ હોય છે.

લાયકાત: 12મું (ગણિત સાથે અથવા વગર)

સમયગાળો: 6 મહિનાથી 1 વર્ષનો બુટકેમ્પ અથવા ડિપ્લોમા

કારકિર્દી અને પગાર: સોફ્ટવેર કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સ ફ્રેશર્સ માટે પણ સારો પગાર આપે છે. થોડા અનુભવ સાથે આ ક્ષેત્રમાં દર મહિને 50 હજારથી 1 લાખ કમાવવા સામાન્ય છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ મુંબઈ / ₹3400 કરોડના માલિક MLA અચાનક બન્યા ભિખારી, રસ્તા પર ફરીને માગી ભીખ! કારણ જાણી ચોંકી જશો

હોટેલ મેનેજમેન્ટ અને હોસ્પિટાલિટી

પર્યટન અને હોટેલ ઇડસ્ટ્રી ઝડપથી વિકસી રહ્યો છે. તેમા હોટેલ ઓપરેશન્સ, ફૂડ પ્રોડક્શન, ફ્રન્ટ ઓફિસ મેનેજમેન્ટ અને હાઉસકીપિંગ શીખવે છે.

લાયકાત: 12મું પાસ (અંગ્રેજી વિષય સાથે)

સમયગાળો: 3 વર્ષ (ડિગ્રી) અથવા 1 થી 2 વર્ષ (ડિપાર્ટમેન્ટલ ડિપ્લોમા)

કારકિર્દી અને પગાર: 5-સ્ટાર હોટલ, ક્રુઝ શિપ અને એરલાઇન્સમાં ઉત્તમ પ્લેસમેન્ટ ઉપલબ્ધ છે. પ્રારંભિક તાલીમ અને પ્રવેશ-સ્તરની જગ્યાઓ પછી, પગાર ઝડપથી 40000 થી 50000 સુધી વધી જાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jobs Career Education News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ