ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / પેટ્રોલ પર પર UPIથી પેમેન્ટ કરવાથી ચાર્જ લાગશે? ગાડીની ટાંકી ફુલ કરાવતા પહેલાં જાણી લો

તમારા કામનું / પેટ્રોલ પર પર UPIથી પેમેન્ટ કરવાથી ચાર્જ લાગશે? ગાડીની ટાંકી ફુલ કરાવતા પહેલાં જાણી લો

Published By: Jinal Chauhan

Last Updated: 02:01 PM, 16 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેટ્રોલ-ડીઝલ માટે UPIથી પેમેન્ટ કરતા લોકો માટે નવા MDR નિયમને લઈને મૂંઝવણ છે કે ₹2,000થી વધુના પેમેન્ટ પર વધારાનો ચાર્જ લાગશે કે નહીં. 15 ઓક્ટોબર 2026થી લાગુ થનારા આ નિયમમાં પેટ્રોલ પંપ પર ₹2,000થી વધુના UPI ફ્યુઅલ પેમેન્ટ માટે ₹5નો ફ્લેટ MDR નક્કી કરવામાં આવ્યો છે.

ADVERTISEMENT

પેટ્રોલ-ડીઝલ માટે UPIથી પેમેન્ટ કરતા લોકો માટે નવા MDR નિયમને લઈને મૂંઝવણ છે કે ₹2,000થી વધુના પેમેન્ટ પર વધારાનો ચાર્જ લાગશે કે નહીં. 15 ઓક્ટોબર 2026થી લાગુ થનારા આ નિયમમાં પેટ્રોલ પંપ પર ₹2,000થી વધુના UPI ફ્યુઅલ પેમેન્ટ માટે ₹5નો ફ્લેટ MDR નક્કી કરવામાં આવ્યો છે. જો તમે પેટ્રોલ-ડીઝલ માટે UPIથી પેમેન્ટ કરો છો તો 15 ઓક્ટોબર 2026થી લાગુ થનારા નવા MDR નિયમને લઈને સવાલ ઉભો થયો છે કે હવે ગ્રાહકોને પણ વધારાના પૈસા ચૂકવવા પડશે કે નહીં. ખાસ કરીને ₹2,000થી વધુના ફ્યુઅલ પેમેન્ટને લઈને લોકોમાં મૂંઝવણ છે. ઉપલબ્ધ માહિતી મુજબ ફ્યુઅલ કેટેગરીમાં ₹2,000થી વધુના UPI પેમેન્ટ માટે 0.4%ના બદલે ₹5નો ફ્લેટ MDR લાગુ કરવાની જોગવાઈ છે.

₹2,000 સુધીના પેટ્રોલ પર શું થશે?

₹2,000 સુધીના UPI પેમેન્ટને લઈને ગ્રાહકો માટે કોઈ વધારાનો MDR ચાર્જ લાગવાનો નથી. એટલે તમે પેટ્રોલ પંપ પર ₹1,500 કે ₹2,000નું પેટ્રોલ-ડીઝલ ભરાવો અને UPIથી પેમેન્ટ કરો તો ગ્રાહક તરીકે તમારે અલગથી MDR ચૂકવવાનો નથી.

petrol-diese;

₹2,000થી વધુનું પેટ્રોલ ભરાવશો તો?

જો ફ્યુઅલ માટે UPIથી ₹2,000થી વધુનું પેમેન્ટ કરવામાં આવે છે તો ફ્યુઅલ કેટેગરી માટે ₹5નો ફ્લેટ MDR લાગુ કરવાની જોગવાઈ છે. એટલે ઉદાહરણ તરીકે ₹3,000નું પેટ્રોલ ભરાવ્યું હોય તો સામાન્ય 0.4% પ્રમાણે ₹12 MDR ગણવાની જગ્યાએ ₹5નો ફ્લેટ MDR લાગુ થશે.

આ ₹5 ગ્રાહક પાસેથી લેવામાં આવશે?

નિયમનો મુખ્ય મુદ્દો એ છે કે MDR એક મર્ચન્ટ-સાઇડ ચાર્જ છે. એટલે પેટ્રોલ પંપ પર ₹2,000થી વધુના UPI ફ્યુઅલ પેમેન્ટ માટે લાગતો ₹5નો MDR ગ્રાહકના બિલમાં અલગથી ઉમેરવાનો નથી. જો કોઈ વેપારી ગ્રાહક પાસેથી MDR વસૂલવાનો પ્રયાસ કરે તો તેની સામે ફરિયાદ કરી શકાય છે.

vtv app promotion

આ પણ વાંચોઃ તહેવારો પહેલાં Goldના હૉલમાર્કિંગ ફીમાં તોતિંગ વધારો, નવી ફી પછી સોનું કેટલું મોંઘુ થશે?

મોટા વાહનોને પણ રાહત

આ વ્યવસ્થા ખાસ કરીને મોટા ફ્યુઅલ ટ્રાન્ઝેક્શન માટે મહત્વની બની શકે છે. ટ્રક, બસ અથવા કોમર્શિયલ વાહનોમાં એક સાથે મોટી રકમનું ડીઝલ ભરાવવામાં આવે છે. જો ટકાવારી પ્રમાણે MDR લાગતો હોય તો મોટી રકમના પેમેન્ટ પર ચાર્જ પણ વધી શકે. ફ્લેટ ₹5ના MDRથી આવા મોટા UPI ફ્યુઅલ પેમેન્ટમાં મર્ચન્ટ માટે ચાર્જ મર્યાદિત રહે છે.

શું પેટ્રોલ મોંઘું થશે?

માત્ર આ MDR નિયમને કારણે પેટ્રોલ કે ડીઝલની મૂળ કિંમત વધતી નથી. ગ્રાહક માટે સૌથી મહત્વની વાત એ છે કે ₹2,000થી વધુના UPI ફ્યુઅલ પેમેન્ટ પર લાગતો MDR ગ્રાહક પાસેથી વસૂલવાનો નથી. એટલે ગાડીમાં પેટ્રોલ કે ડીઝલ ભરાવતી વખતે UPI પેમેન્ટ કરવાથી અલગથી ₹5 ચૂકવવાનો નિયમ ગ્રાહક માટે નથી.NPCIના UPI સંબંધિત નિયમો અને વ્યવસ્થાઓ સમયાંતરે બદલાતી રહે છે, તેથી અમલની તારીખે લાગુ પડતા સત્તાવાર નિયમો ચકાસવા યોગ્ય રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

NPCI New Rules Petrol Pump UPI Payment UPI MDR Charge

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ