ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતાં ઉમેદવારો જાણી લેજો, આવી ગઇ GSSSBની નવી ભરતી

તમારા કામનું / ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતાં ઉમેદવારો જાણી લેજો, આવી ગઇ GSSSBની નવી ભરતી

Published By: Jinal Chauhan

Last Updated: 11:36 AM, 15 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા વર્ગ-3ની સરકારી નોકરી માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં કુલ 41 જગ્યાઓ ભરવામાં આવશે.

ADVERTISEMENT

આ ભરતીમાં સંશોધન મદદનીશની 18 અને આંકડા મદદનીશની 23 જગ્યાઓનો સમાવેશ થાય છે. લાયકાત ધરાવતા ઉમેદવારો OJASની વેબસાઇટ પરથી ઓનલાઈન અરજી કરી શકશે. અરજી કરવાની છેલ્લી તારીખ 23 સપ્ટેમ્બર 2026 છે.ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટી તક સામે આવી છે. GSSSB દ્વારા વર્ગ-3ની કુલ 41 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો 23 સપ્ટેમ્બર 2026 સુધી OJAS પરથી ઓનલાઈન અરજી કરી શકશે.

GSSSBમાં 41 જગ્યાઓ માટે ભરતી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર કચેરી, ગાંધીનગર હેઠળની કચેરીઓમાં વર્ગ-3ની 41 ખાલી જગ્યાઓ ભરવા માટે સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તેમાં સંશોધન મદદનીશની 18 જગ્યાઓ અને આંકડા મદદનીશની 23 જગ્યાઓ ભરાશે. સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે આ ભરતી સારી તક બની શકે છે.

23 સપ્ટેમ્બર સુધી કરી શકાશે અરજી

આ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 9 સપ્ટેમ્બર 2026ના રોજ બપોરે 2 વાગ્યાથી શરૂ થઈ છે. ઉમેદવારો 23 સપ્ટેમ્બર 2026ની રાત્રે 11:59 વાગ્યા સુધી OJAS વેબસાઇટ પર અરજી કરી શકશે. ઉમેદવારોએ છેલ્લી તારીખની રાહ જોયા વગર સમયસર અરજી કરવાની સલાહ આપવામાં આવી છે.

શરૂઆતમાં મળશે ફિક્સ પગાર

ભરતીમાં પસંદગી પામેલા ઉમેદવારોને શરૂઆતના પાંચ વર્ષ માટે ફિક્સ પગાર આપવામાં આવશે. સંશોધન મદદનીશના પદ માટે દર મહિને રૂ.49,600 અને આંકડા મદદનીશના પદ માટે રૂ.40,800 ફિક્સ પગાર મળશે. પાંચ વર્ષ દરમિયાન સેવા સંતોષકારક રહે તો નિયમો મુજબ ઉમેદવારને નિયમિત પગારધોરણમાં નિમણૂક મળવાપાત્ર રહેશે.

vtv app promotion

આ પણ વાંચોઃ ફોનમાં અચાનક ‘No Service’ દેખાય તો આ સેટિંગ્સ તરત ચેક કરો!

અરજી માટે શૈક્ષણિક લાયકાત

બંને સંવર્ગ માટે ઉમેદવાર પાસે સંબંધિત વિષયમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી હોવી જોઈએ. આ ઉપરાંત સ્ટેટિસ્ટિક્સ, એપ્લાઇડ સ્ટેટિસ્ટિક્સ, મેથેમેટિકલ સ્ટેટિસ્ટિક્સ, બિઝનેસ સ્ટેટિસ્ટિક્સ, ઇકોનોમિક્સ, એપ્લાઇડ ઇકોનોમિક્સ, બિઝનેસ ઇકોનોમિક્સ, ઇકોનોમેટ્રિક્સ, મેથેમેટિક્સ, એપ્લાઇડ મેથેમેટિક્સ અથવા એડવાન્સ્ડ સ્ટેટિસ્ટિક્સ મુખ્ય વિષય તરીકે બેચલર ડિગ્રી ધરાવતા ઉમેદવારો પણ લાયકાત ધરાવી શકે છે. સાથે કમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન તથા ગુજરાતી અથવા હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન જરૂરી છે.

ઉંમર અને અરજી કરવાની રીત

23 સપ્ટેમ્બર 2026ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 37 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અનામત સહિત વિવિધ કેટેગરીના ઉમેદવારોને નિયમ મુજબ વયમર્યાદામાં છૂટછાટ મળશે. અરજી કરવા માટે OJAS વેબસાઇટ પર જઈને Online Applicationમાં Apply પસંદ કરવું પડશે. ત્યારબાદ GSSSBમાં જાહેરાત ક્રમાંક 457/2026-27 પસંદ કરી વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો ભરવાની રહેશે. ફોટો અને સહી અપલોડ કર્યા બાદ અરજી Confirm કરીને Confirmation Number સાચવી રાખવો અને અરજીનું પ્રિન્ટઆઉટ લેવું જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GSSSB Class 3 Vacancy GSSSB Recruitment 2026 Gujarat Government Jobs

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ