બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / શું ટ્રેનમાં જ ભૂલી ગયા છો કિંમતી સામાન? તો ગભરાશો નહીં, આ રીતે મેળવો રિટર્ન

તમારા કામનું / શું ટ્રેનમાં જ ભૂલી ગયા છો કિંમતી સામાન? તો ગભરાશો નહીં, આ રીતે મેળવો રિટર્ન

Nirav Kumar

Last Updated: 07:53 PM, 8 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો રેલવેમાં મુસાફરી દરમિયાન તમારો સામાન ખોવાઈ જાય તો તમે નીચે જણાવેલી બાબતોને ફોલો કરીને આ સામાન પરત મેળવી શકો છો.

લાખો લોકો દરરોજ ટ્રેનમાં મુસાફરી કરે છે. જેમાં મુસાફરોનો સામાન પણ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે. હવે તેવા લોકોએ ગભરાવાની જરૂર નથી. જો તમે સમયસર રેલવેને તેની જાણ કરો છો તો તમે તમારો સામાન ઝડપથી પરત મેળવી શકો છો. ચાલો જાણીએ તેની પ્આરોસેસ વિષે.

  • એપ પર ઓનલાઈન ફરિયાદ

તમે રેલમદાદ એપ કે કે વેબસાઇટ પર પણ આ ફરિયાદ નોંધાવી શકો છો. જેમાં તમારે તમારા સામાન વિશે ડીટેલ આપવાની રહેશે અને તમારો PNR નંબર દાખલ કરવાનો રહેશે.

  • TTE ની મદદ લો

જો ટ્રેન સ્ટેશનથી નીકળી ગઈ હોય અને તમને જાણ થાય કે તમે તમારો અમુક સામાન ખોવાઈ ગયો છે તો બોર્ડ પર TTE નો સંપર્ક કરવાનો પ્રયાસ કરો. જો તેમને તે મળે તો તેઓ તેને સુરક્ષિત રાખી શકે છે અને તેને આગામી સ્ટેશન પર રેલવે અધિકારીને સોંપી શકે છે જે બાદમાં તમને તે પરત મેળવવામાં મદદ કરી શકે છે.

  • આ બાબતો તરત કરો

જો તમારી ટ્રેનમાં કોઈ કિંમતી વસ્તુઓ ખોવાઈ જાય તો તરત રેલવે હેલ્પલાઈન નંબર 139 પર કૉલ કરીને તેની જાણ કરો. આ કૉલ દરમિયાન ટ્રેન નંબર કોચ અને સીટ નંબર સહિતની બધી જરૂરી માહિતી આપવાનું ભૂલશો નહીં.

  • મિશન અમાનતથી મળશે મદદ

રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) એ મુસાફરોને ખોવાયેલી વસ્તુઓ મેળવવામાં મદદ કરવા માટે મિશન અમાનત પહેલ શરૂ કરી છે. અહીંયા તમને રેલવે દ્વારા મળેલી બધી ક્લેમ ન કરાયેલ વસ્તુઓના ફોટા દેખાશે. જો તેમાં તમારો સામાન મળી આવે તો તમે તેનો ઉપયોગ તેમને મેળવવા માટે કરી શકો છો.

વધુ વાંચો : જો ટ્રેનમાં ખાવાનું ખરાબ મળ્યું, તો મળશે રિફન્ડ, બસ કરવું પડશે આ કામ

  • સામાનને મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમારો સામાન મળી આવે તો આ ડોક્યુમેન્ટતમારી સાથે લાવો. જેમાં આધાર કાર્ડ, ઓળખ કાર્ડ અને ટ્રેન ટિકિટનો સમાવેશ થાય છે. આ ડોક્યુમેન્ટ પરત કરવાની પ્રોસેસને સરળ બનાવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

forgotten luggage luggage lost train travel
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ