બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / જો ટ્રેનમાં ખાવાનું ખરાબ મળ્યું, તો મળશે રિફન્ડ, બસ કરવું પડશે આ કામ

તમારા કામનું / જો ટ્રેનમાં ખાવાનું ખરાબ મળ્યું, તો મળશે રિફન્ડ, બસ કરવું પડશે આ કામ

Nirav Kumar

Last Updated: 05:38 PM, 8 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેલવેમાં મુસાફરોની સુવિધા માટે ઇન્ડીયન રેલવેએ ગ્રીવન્સ રીડ્રેસલ સીસ્ટમને પહેલા કરતા વધારે ફાસ્ટ બનાવી છે. જેમાં ખરાબ ક્વોલીટીનું ફૂડ મળે તો તમે ફરિયાદ કરી શકો છો અને તમને રીફંડ પણ મળી જશે.

જો તમને ટ્રેનમાં બગડેલું જે ફૂડ ખોરાક પીરસવામાં આવે તો GRIE સીસ્ટમ મુજબ તમારી ફરિયાદ નોંધાવી શકો છો. જેમાં રેલવેની 'રેલ મદદ; એપ્લિકેશન કે તેની વેબસાઇટનો ઉપયોગ કરી શકો છો. જેમાં railmadad.indianrailways.gov.in ની મુલાકાત લો કે તમારા મોબાઇલ ફોન પર રેલ મદદ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ઓપન કરો. "ફૂડ એન્ડ કેટરિંગ" ઓપ્શન પસંદ કરીને OTP દ્વારા તમારા મોબાઇલ નંબરની વેરીફાઈ કરીને તમારી ટિકિટનો PNR નંબર દાખલ કરી ફરીયાદ કરી શકો છો.

જો ટ્રેનમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીની સમસ્યા આવે કે તમારી પાસે સ્માર્ટફોન ન હોય તો પણ તમે ભારતીય રેલવેના યુનિવર્સલ હેલ્પલાઇન નંબર 139 પર કૉલ કરી શકો છો. જેમાં કૉલ કનેક્ટ થઈ જાય તો તમારે કેટરિંગ ઓપ્શન સિલેક્ટ કરવો. ત્યારબાદ તમારે ગકસ્ટમર કેર એક્ઝિક્યુટિવ સાથે સીધી વાત કરીને તમારી ફરિયાદ દાખલ કરાવવી.

આ સિવાય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પણ રેલવેમાં ફરિયાદ નોંધાવવા માટે ખૂબ જ ઝડપી રીત બની ગયું છે. જો તમને ખરાબ ક્વોલીટીનું ફૂડ મળે તો તરત જ તમારા મોબાઇલ ફોન પર ફૂડનો ફોટો કે વીડિયો ક્લિપ ઉતારી @RailMinIndia અને @IRCTCofficial ને ટેગ કરીને તમારા PNR નંબર અને ટ્રેન નંબર સાથે એક ટ્વિટ પોસ્ટ કરો. જેમાં રેલવેની સોશિયલ મીડિયા વિંગ X પર આવી પોસ્ટ પર ગતરત જ કાર્યવાહી કરે છે.

ખરાબ ક્વોલીટીવાળા ફૂડ માટે રિફંડ મળે છે. જેમાં આ રિફંડ એ બાબત પર નિર્ભર કરે છે કે તમે ફૂડનો ઓર્ડર આપતી વખતે ઉપયોગમાં કઈ પેમેન્ટ પદ્ધતિ યુઝ કરી હતી. જો તમે IRCTC ની ઓફીશીયલ ઈ-કેટરિંગ એપ્લિકેશન કે તેમની વેબસાઇટ દ્વારા ઓનલાઈન ફૂડ બુક કરાવ્યું હોય તો તમે સીધા જ એપ્લિકેશનના "ઓર્ડર હિસ્ટ્રી" વિભાગમાં જઈને અને "રેઝ અ રિફંડ રીક્વેસ્ટ" પર ક્લિક કરીને તમારા રિફંડનો ક્લેમ કરી શકો છો.

જેમાં રાજધાની, શતાબ્દી, દુરંતો કે વંદે ભારત જેવી પ્રીમિયમ ટ્રેનોની માફક ફૂડનો ખર્ચ તમારી ટ્રેન ટિકિટમાં સામેલ હોય તો રિફંડ પ્રક્રિયા થોડી અલગ હોય છે. જેમાં આ ટ્રેનોમાં રેલ મદદ કે બીજી ચેનલો દ્વારા ફરિયાદ દાખલ કર્યા બાદ રેલવે વહીવટી તપાસ કરે છે. જો ફરિયાદ સાચી જણાય તો તમારા ફૂડનો ખર્ચ સીધો ટિકિટ બુક કરવા માટે ઉપયોગમાં લેવાતા બેંક ખાતામાં નાખે છે.

વધુ વાંચો : એક ભૂલમાં પાનકાર્ડ બંધ થઇ ગયું? તો અપનાવો આ પ્રોસેસ, થઇ જશે ચાલુ

જો તમે પેન્ટ્રી સ્ટાફ કે ટ્રેનમાં ઓન-બોર્ડ વેન્ડરને પૈસા ચૂકવીને સીધું ફૂડ લીધું હોય તો તાત્કાલિક રિફંડ મેળવવું વધુ મુશ્કેલ હોય છે. જો કે તમારી ફરિયાદ, ફોટો કે વીડિયો પુરાવાના આધારે સંબંધિત વેન્ડર કે કોન્ટ્રાક્ટરને કડક નોટિસ આપે છે. જેમાં રેલવે વહીવટીતંત્ર નિયમોનું ઉલ્લંઘન કરનારા આ કેટરિંગ કોન્ટ્રાક્ટરો પર 1 લાખ રૂપિયા સુધીનો ભારે લાગી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GRIE Grievance Redressal System poor quality food
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ