બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 4098 પદો પર શરૂ થશે ભરતી, રેલવે વિભાગમાં નોકરી મેળવવા તૈયાર થઇ જાઓ!
Last Updated: 03:48 PM, 8 July 2026
ભારતીય રેલવેમાં સરકારી નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો માટે મોટી તક આવી રહી છે. દેશભરના વિવિધ રેલવે ઝોનમાં લાંબા સમયથી ખાલી પડેલા ટેકનિકલ પદો ભરવા માટે ભરતી હાથ ધરવામાં આવશે. આ ભરતીથી માત્ર રોજગારીની તકો જ નહીં વધે પરંતુ રેલવેની કામગીરી અને મુસાફરોની સુરક્ષામાં પણ સુધારો થશે.
ADVERTISEMENT
રેલવે ભરતી બોર્ડ (RRB) દ્વારા 21 જુલાઈ 2026થી ભરતીનું સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. નોટિફિકેશન બહાર પડ્યા બાદ ઉમેદવારોને અરજી પ્રક્રિયા, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને પસંદગી પ્રક્રિયા અંગે માહિતી મળશે.

ADVERTISEMENT
રેલ મંત્રાલય દ્વારા કુલ 35 પ્રકારના ટેકનિકલ પદો માટે ભરતી કરવામાં આવશે. તેમાં જુનિયર એન્જિનિયર (JE), ડેપો મટિરિયલ સુપરિન્ટેન્ડન્ટ (DMS) અને કેમિકલ એન્ડ મેટાલર્જિકલ આસિસ્ટન્ટ (CMA) સહિતના મહત્વપૂર્ણ પદોનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
રેલવેના અનેક વિભાગોમાં વર્ષોથી ખાલી પડેલા ટેકનિકલ પદોને આ ભરતી દ્વારા ભરવામાં આવશે. કર્મચારીઓની અછતને કારણે અનેક વિભાગોમાં કામગીરી પર અસર પડી રહી હતી જેને હવે દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ ખિસ્સાં ભારે રાખજો, આગામી 3-4 મહિનામાં જ મોબાઇલ રિચાર્જ થઇ જશે મોંઘા!
ADVERTISEMENT
રેલવેના આંકડા મુજબ સૌથી વધુ 845 જગ્યાઓ પરમનેન્ટ વે (Permanent Way) વિભાગમાં ખાલી છે. ઉપરાંત વર્ક્સ વિભાગમાં 470 અને કેરેજ એન્ડ વેગન વિભાગમાં 450 જગ્યાઓ ખાલી છે. ભરતી પૂર્ણ થયા બાદ આ વિભાગોની કામગીરી વધુ મજબૂત બનવાની આશા છે.
ADVERTISEMENT
રેલવે ભરતી બોર્ડ 21 જુલાઈ 2026થી સત્તાવાર નોટિફિકેશન જાહેર કરશે. ઉમેદવારોએ RRBની સત્તાવાર જાહેરાત પર નજર રાખવી જોઈએ જેથી અરજી સંબંધિત કોઈ મહત્વની માહિતી ચૂકી ન જાય.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.