બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ખિસ્સાં ભારે રાખજો, આગામી 3-4 મહિનામાં જ મોબાઇલ રિચાર્જ થઇ જશે મોંઘા!
Last Updated: 03:06 PM, 7 July 2026
દેશની મોટી ટેલિકોમ કંપનીઓ Jio અને Airtel ફરી એકવાર ટેરિફ વધારવાની તૈયારીમાં હોવાનું સામે આવ્યું છે. એક રિપોર્ટ મુજબ આગામી 3થી 4 મહિનામાં મોબાઇલ રિચાર્જ 12થી 15 ટકા સુધી મોંઘા થઈ શકે છે. 5G નેટવર્કના વિસ્તરણ અને વધતા રોકાણને કારણે કંપનીઓ ગ્રાહકો પર વધારાનો બોજ મૂકી શકે છે. જેના કારણે સામાન્ય યુઝર્સના માસિક ખર્ચમાં વધારો થવાની શક્યતા છે.
ADVERTISEMENT
સેન્ટ્રમ ઇન્સ્ટિટ્યુશનલ રિસર્ચના અહેવાલ મુજબ ટેલિકોમ કંપનીઓ આગામી મહિનાઓમાં રિચાર્જ પ્લાનના દરમાં 12થી 15 ટકાનો વધારો કરી શકે છે. જો આવું થાય તો કરોડો મોબાઇલ યુઝર્સને વધુ પૈસા ખર્ચવા પડશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
જો 15 ટકા સુધી ભાવ વધે તો હાલમાં 199 રૂપિયાનો પ્લાન લગભગ 229 રૂપિયા સુધી પહોંચી શકે છે. 299 રૂપિયાનો પ્લાન 344થી 359 રૂપિયા સુધી થઈ શકે છે. જ્યારે 999 રૂપિયાનો લાંબા ગાળાનો પ્લાન 1149 રૂપિયા સુધી પહોંચી શકે છે.
ADVERTISEMENT
Jio અને Airtel દેશભરમાં 5G નેટવર્કને વધુ મજબૂત બનાવવા માટે મોટા પાયે રોકાણ કરી રહી છે. આ ખર્ચની ભરપાઈ કરવા માટે કંપનીઓ ટેરિફમાં વધારો કરી શકે છે.
ADVERTISEMENT
ટેલિકોમ કંપનીઓ પોતાના ARPU એટલે કે Average Revenue Per Userમાં વધારો કરવા માંગે છે. આ માપદંડ દર્શાવે છે કે એક ગ્રાહક પાસેથી કંપનીને સરેરાશ કેટલો આવક મળે છે. વધુ આવક મેળવવા માટે કંપનીઓ ટેરિફ વધારવાની દિશામાં આગળ વધી રહી છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ જો તમારા પણ રૂપિયા છે EPF એકાઉન્ટમાં, તો ફાવી ગયા સમજો, આવી ખુશખબરી!
હાલમાં ભારતીય ટેલિકોમ માર્કેટમાં Jio અને Airtelનું જ પ્રભુત્વ છે. સ્પર્ધા ઓછી હોવાથી કંપનીઓ માટે ભાવ વધારો કરવો વધુ સરળ બની ગયો છે.
રિપોર્ટ અનુસાર આગામી સમયગાળામાં Jio સાથે દર ત્રિમાસિકે લગભગ 70 લાખ નવા ગ્રાહકો જોડાઈ શકે છે. જ્યારે Airtel સાથે 50 લાખ જેટલા નવા યુઝર્સ જોડાવાની શક્યતા છે. બીજી તરફ Vodafone Idea પોતાના 5G નેટવર્કના વિસ્તરણ પર ભાર મૂકી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.