બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / રોજના એક-બે નહીં, અનેક લોકોના WhatsApp થાય છે હૅક, તમે પણ બચો આ સ્કેમથી

ટેક્નોલોજી / રોજના એક-બે નહીં, અનેક લોકોના WhatsApp થાય છે હૅક, તમે પણ બચો આ સ્કેમથી

Jinal Chauhan

Last Updated: 12:30 PM, 7 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોજના એક-બે નહીં, અનેક લોકોના WhatsApp થાય છે હૅક, તમે પણ બચો આ સ્કેમથી

વોટ્સએપ વિશ્વના સૌથી મોટા મેસેજિંગ પ્લેટફોર્મમાંથી એક છે, પરંતુ તેની લોકપ્રિયતા સાથે સાયબર ઠગાઈનું જોખમ પણ વધી રહ્યું છે. દરરોજ હજારો લોકો અકાઉન્ટ હેકિંગ અને ફ્રોડનો શિકાર બને છે. હેકર્સ ઓટીપી ચોરી, ક્યૂઆર કોડ સ્કેનિંગ અને સિમ સ્વેપ જેવી રીતોથી અકાઉન્ટ કબજે કરે છે. આવી સ્થિતિમાં યુઝર્સ માટે સુરક્ષા સેટિંગ્સને મજબૂત કરવી ખૂબ જરૂરી છે.

વોટ્સએપ હેકિંગનો ખતરો વધી રહ્યો છે

વોટ્સએપ પર વધતા સાયબર સ્કેમને કારણે યુઝર્સની ચિંતા વધી છે. હેકર્સ અકાઉન્ટનો કબજો મેળવીને કોન્ટેક્ટ લિસ્ટમાં રહેલા લોકોને પૈસા માંગતા મેસેજ મોકલે છે. ઘણી વખત લોકો જાણકાર વ્યક્તિનો મેસેજ માનીને છેતરપિંડીનો શિકાર બની જાય છે.

દરરોજ લાખો અકાઉન્ટ પર કાર્યવાહી

વોટ્સએપ અને તેની પેરેન્ટ કંપની મેટા સતત શંકાસ્પદ અકાઉન્ટ સામે કાર્યવાહી કરી રહી છે. ભારતમાં દર મહિને લાખો અકાઉન્ટ્સને નીતિ ભંગ, સ્પામ અને ફ્રોડ જેવી પ્રવૃત્તિઓના કારણે બેન કરવામાં આવે છે. જોકે આ તમામ અકાઉન્ટ હેક થયેલા હોય એવું જરૂરી નથી. તેમાં સ્પામ અને અન્ય નિયમોનું ઉલ્લંઘન કરનારા અકાઉન્ટ્સનો પણ સમાવેશ થાય છે.

કઈ રીતે હેક થાય છે વોટ્સએપ એકાઉન્ટ?

  • વોટ્સએપમાં સિક્યોરિટી હોવા છતાં ઘણી વખત યુઝરની બેદરકારીના કારણે અકાઉન્ટ હેક થઈ શકે છે. હેકર્સ સામાન્ય રીતે આ રીતોનો ઉપયોગ કરે છે:
  • ઓટીપી ચોરી કરીને
  • ક્યૂઆર કોડ સ્કેન કરાવીને
  • લિંક કરેલા ડિવાઇસનો દુરુપયોગ કરીને
  • સિમ સ્વેપ દ્વારા
WhatsApp-Security

વોટ્સએપને સુરક્ષિત રાખવા માટે આ સેટિંગ્સ કરો ઓન

ટુ-સ્ટેપ વેરિફિકેશન ચાલુ કરો

વોટ્સએપની સૌથી મહત્વપૂર્ણ સુરક્ષા સેટિંગ ટુ-સ્ટેપ વેરિફિકેશન છે. તેને ઓન કર્યા બાદ નવા ડિવાઇસમાં લોગિન કરતી વખતે 6 અંકનો પિન જરૂરી બને છે. સેટિંગ્સ > અકાઉન્ટ > ટુ-સ્ટેપ વેરિફિકેશન > ટર્ન ઓન

vtv app promotion

આ પણ વાંચોઃ આ અઠવાડિયે 5 મોટી ભરતી માટે અરજીની છેલ્લી તક, GSSSBથી SBI PO સુધી ફોર્મ ભરવાની ડેડલાઇન નજીક

ઈમેલ એડ્રેસ કનેક્ટ કરો

ટુ-સ્ટેપ વેરિફિકેશન સાથે ઈમેલ પણ જોડવું જરૂરી છે. પિન ભૂલી જવા પર ઈમેલની મદદથી તેને રીસેટ કરી શકાય છે.

લિંક્ડ ડિવાઇસ ચેક કરતા રહો

સેટિંગ્સમાં જઈને લિંક્ડ ડિવાઇસ તપાસો. કોઈ અજાણ્યું ડિવાઇસ દેખાય તો તેને તરત જ રિમૂવ કરો.

ઓટીપી અને પિન કોઈને પણ શેર ન કરો

વોટ્સએપ, બેંક કે કોઈ સરકારી સંસ્થા ક્યારેય ઓટીપી અથવા સિક્યોરિટી પિન માંગતી નથી. આવી માહિતી માંગનાર વ્યક્તિ ઠગ હોઈ શકે છે.

અજાણ્યા મેસેજ અને કોલથી સાવધાન રહો

કોઈ અજાણ્યો વ્યક્તિ પૈસા માંગે, ઇનામ, નોકરી અથવા રોકાણની લાલચ આપે તો પહેલા તેની ખાતરી કરો.

પ્રાઇવસી સેટિંગ્સ મજબૂત બનાવો

પ્રોફાઇલ ફોટો, લાસ્ટ સીન, સ્ટેટસ અને અન્ય માહિતી ફક્ત જરૂરી લોકો સુધી મર્યાદિત રાખો.

વોટ્સએપ અને ફોન અપડેટ રાખો

નવા અપડેટમાં સુરક્ષા સંબંધિત ખામીઓને દૂર કરવામાં આવે છે, તેથી સોફ્ટવેર અપડેટ અવગણશો નહીં.

જો વોટ્સએપ હેક થઈ જાય તો શું કરવું?

  • તરત જ પોતાના નંબરથી ફરી લોગિન કરો
  • બધા સંપર્કોને જાણ કરો કે પૈસા માંગતા મેસેજ ફેક છે
  • અજાણ્યા લિંક્ડ ડિવાઇસ દૂર કરો
  • વોટ્સએપ સપોર્ટમાં ફરિયાદ કરો
  • સાયબર ક્રાઇમ પોર્ટલ અથવા પોલીસને માહિતી આપો

સાયબર ઠગાઈનો મોટો ખતરો

ડિજિટલ ફ્રોડ અને ઓળખનો દુરુપયોગ કરીને થતી ઠગાઈમાં વોટ્સએપનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે. મોબાઇલ નંબર સાથે જોડાયેલ અકાઉન્ટનો ઉપયોગ કરીને ઠગો લોકો સુધી સરળતાથી પહોંચી જાય છે.ડિજિટલ ફ્રોડના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2024માં સાયબર ગુનેગારોએ કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી, જે દર્શાવે છે કે ઓનલાઈન સુરક્ષા હવે દરેક યુઝર માટે જરૂરી બની ગઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Two Step Verification WhatsApp Hack Cyber Scam
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ