બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / સાવધાન! SBIના નામે સ્કેમર્સના ફ્રોડ કૌભાંડથી બચીને રહેજો, નહીંતર એકાઉન્ટ ખાલી
Last Updated: 05:06 PM, 6 July 2026
જો તમારી પાસે SBIનું એકાઉન્ટ હોય અથવા તમે SBIનું ક્રેડિટ કે ડેબિટ કાર્ડ વાપરતા હોવ, તો આ સમાચાર તમારા માટે છે; કારણ કે હાલમાં સાયબર ગુનેગારો SBIના ગ્રાહકોને નિશાન બનાવી રહ્યા છે. નાનકડી ભૂલ કે બેદરકારી પણ ભારે પડી શકે છે. હકીકતમાં, સાયબર ફ્રોડ 'રિવોર્ડ પોઈન્ટ્સ' રિડીમ કરવા અંગેના મેસેજ મોકલીને છેતરપિંડીને અંજામ આપી રહ્યા છે.
ADVERTISEMENT
સ્કેમર્સની શું છે નવી ચાલ?
ઘણી બધી બેંકોની જેમ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ગ્રાહકોને ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને કરવામાં આવેલા વ્યવહારો માટે રિવોર્ડ પોઈન્ટ્સ આપે છે. આ પોઈન્ટ્સનો ઉપયોગ મોબાઈલ રિચાર્જથી લઈને શોપિંગ સુધી દરેક વસ્તુ માટે થઈ શકે છે. જોકે, જો બે વર્ષ સુધી ઉપયોગ ન કરવામાં આવે તો તે સમાપ્ત થઈ જાય છે. ગ્રાહકોમાં આ રિવોર્ડ પોઈન્ટ્સ પ્રત્યેનો ક્રેઝ વધી રહ્યો છે, અને સ્કેમર્સ આ ટ્રેન્ડનો ઉપયોગ કરીને તમને ફસાવી રહ્યા છે અને તમારુ બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે.
ADVERTISEMENT
Did you also receive a message asking you to download & install an APK file to redeem SBI rewards❓
— PIB Fact Check (@PIBFactCheck) July 5, 2026
Beware‼️ #PIBFactCheck
❌@TheOfficialSBI NEVER sends links or APK files over SMS/WhatsApp.
✔️Never download unknown files or click on such links. pic.twitter.com/VyE4RLK7k4
શું છે વાયરલ દાવાની હકીકત?
ADVERTISEMENT
સરકારની તથ્ય-ચકાસણી કરતી સંસ્થા પીઆઇબી ફેક્ટ ચેકએ આવા મેસેજને બનાવટી ગણાવ્યા છે અને લોકોને તેનાથી દૂર રહેવાની સલાહ આપી છે. આ તથ્ય-ચકાસણીમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, SBI ક્યારેય તેના ગ્રાહકોને SMS અથવા WhatsApp દ્વારા લિંક્સ કે APK ફાઇલો મોકલીને તે ડાઉનલોડ કરવા માટે નહીં કરે.
આ પણ વાંચોઃ માનો કે, એક વર્ષ પહેલા જ તમે જૉબ છોડી દીધી, તો શું PFના રૂપિયા ઉપાડી શકશો?
ADVERTISEMENT
સ્કેમર્સ તમારી બેંક વિગતો મેળવવા માટે આવા મેસેજ મોકલે છે. આવી ફાઇલો ડાઉનલોડ કરવાથી તમારા ફોનમાં માલવેર ઇન્સ્ટોલ થઈ શકે છે, જે તમારા વ્યક્તિગત ડેટા, બેંક ખાતાની વિગતો અને OTP સરળતાથી ચોરી શકે છે અને મિનિટોમાં તમારુ બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે.
ADVERTISEMENT
Disclaimer અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.