ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / તમે પણ તમારા PF એકાઉન્ટને રાખો સુરક્ષિત, બસ ફૉલો કરો સરકારની આ ગાઇડલાઇન

સાવધાન / તમે પણ તમારા PF એકાઉન્ટને રાખો સુરક્ષિત, બસ ફૉલો કરો સરકારની આ ગાઇડલાઇન

Published By: Pravin Joshi

Last Updated: 07:02 PM, 8 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નોકરીયાત વર્ગના ભવિષ્યની મૂડી સાચવતી સંસ્થા EPFO એ તેના લાખો સભ્યોને ઓનલાઈન ફ્રોડ અને સાયબર ઠગોથી બચવા માટે એક મહત્વપૂર્ણ એડવાઈઝરી જાહેર કરી છે. સંસ્થાએ સોશિયલ મીડિયા પર ફેક લિંક્સ, UAN, પાસવર્ડ અને OTP શેર ન કરવા અંગે કડક ચેતવણી આપી છે.

ADVERTISEMENT

કર્મચારીઓના ભવિષ્ય અને નિવૃત્તિ પછીના જીવનને આર્થિક રીતે સુરક્ષિત રાખવા માટે EPFO (Employees' Provident Fund Organisation) કાર્યરત છે. પીએફ ખાતાના પૈસા કર્મચારીઓને નિવૃત્તિ પછી પણ આત્મસન્માન સાથે જીવવામાં મદદ કરે છે. તાજેતરમાં જ EPFO એ પોતાની સત્તાવાર વેબસાઈટને અપડેટ કરી છે, જેમાં ગ્રાહકોની સુવિધા માટે ઘણી નવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે. પરંતુ, આ નવી સુવિધાઓની સાથે સાયબર ગુનાઓનું જોખમ પણ વધ્યું છે. આ જ કારણે સંગઠન તરફથી તમામ કર્મચારીઓને ઓનલાઈન વ્યવહારો કરતી વખતે અત્યન્ટ સતર્ક અને સાવધ રહેવા માટે કહેવામાં આવ્યું છે.

BANK-FRAUD-1-

EPFO એ તેના સત્તાવાર X એકાઉન્ટ પરથી એક મહત્વપૂર્ણ પોસ્ટ શેર કરીને સભ્યોને સાયબર ફ્રોડથી સાવધ રહેવાની સલાહ આપી છે. આ પોસ્ટના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, 'ક્લિક કરતા પહેલા વિચારો! EPFO તમામ સભ્યોને ઓનલાઈન સતર્ક રહેવા વિનંતી કરે છે. ફેક (નકલી) લિંક્સથી બચો, હંમેશા URL ની તપાસ કરો અને તમારી અંગત માહિતીને દરેક સમયે સુરક્ષિત રાખો.' આ પોસ્ટ સાથે એક ઇમેજ પણ શેર કરવામાં આવી છે જેમાં વિગતવાર સુરક્ષા માર્ગદર્શિકા આપવામાં આવી છે.

પીએફ ખાતાને સુરક્ષિત રાખવા માટેની 6 મહત્વની સલાહ

સંસ્થા દ્વારા જારી કરાયેલા આદેશમાં સભ્યોને તેમની વ્યક્તિગત અને નાણાકીય માહિતીની સુરક્ષા માટે નીચે આપેલા 6 મુખ્ય નિયમોનું ચુસ્તપણે પાલન કરવા જણાવાયું છે:

સત્તાવાર વેબસાઇટનો જ ઉપયોગ:

પીએફ સંબંધિત કોઈપણ કામ માટે માત્ર અને માત્ર EPFO ની સત્તાવાર વેબસાઇટોનો જ ઉપયોગ કરો.

અજાણી લિંક્સથી અંતર:

એસએમએસ (SMS), ઈમેઈલ અથવા સોશિયલ મીડિયાના માધ્યમથી મળતી કોઈપણ અપ્રમાણિત કે શંકાસ્પદ લિંક્સ પર ક્યારેય ક્લિક કરશો નહીં.

ગુપ્ત માહિતી શેર ન કરવી:

તમારો UAN (Universal Account Number), PPO (Pension Payment Order), એકાઉન્ટ પાસવર્ડ, આધાર, પાન (PAN), બેંક ખાતાની વિગતો કે ઓટીપી (OTP) જેવી અત્યંત સંવેદનશીલ માહિતી ક્યારેય પણ કોઈ બિન-સત્તાવાર વેબસાઈટ પર સબમિટ કરશો નહીં.

URL ની કાળજીપૂર્વક તપાસ:

લોગિન કરતા પહેલા વેબસાઈટના URL (વેબસાઇટ એડ્રેસ) ને બારીકાઈથી ચકાસો. ખાસ કરીને સ્પેલિંગમાં કોઈ ફેરફાર અથવા શંકાસ્પદ ડોમેન નેમ હોય તો તેના પર ધ્યાન આપો.

શંકાસ્પદ પ્રવૃત્તિની રિપોર્ટિંગ:

જો તમને કોઈ શંકાસ્પદ વેબસાઈટ, નકલી મેસેજ કે ફિશિંગ (Phishing) નો પ્રયાસ જણાય, તો તેની તાત્કાલિક માહિતી EPFO ના સત્તાવાર હેલ્પડેસ્ક અથવા સાયબર સિક્યોરિટી રિપોર્ટિંગ સેલને આપો.

સંસ્થા ક્યારેય વિગતો માંગતી નથી:

સૌથી મહત્વની વાત એ છે કે EPFO ક્યારેય પણ ફોન કોલ, વોટ્સએપ (WhatsApp), એસએમએસ, સોશિયલ મીડિયા કે ઈમેઈલ દ્વારા તમારા અંગત ઓળખ પત્રો, ઓટીપી કે લોગિન આઈડીની માંગણી કરતું નથી.

આ પણ વાંચોઃ બિઝનેસ / શું પેટ્રોલ-ડીઝલ સસ્તું થઇ જશે? સાઉદી અરબથી આવ્યા ગુડ ન્યૂઝ

આ સોશિયલ મીડિયા પોસ્ટમાં કઈ કઈ અધિકૃત વેબસાઇટ્સનો ઉપયોગ કરવો તેની સત્તાવાર લિંક્સ પણ આપવામાં આવી છે. તેથી, હવે જ્યારે પણ તમારા મોબાઈલ પર પીએફ સંબંધિત કોઈ મેસેજ આવે કે તમારે પીએફ પોર્ટલ પર લોગિન કરવું હોય, ત્યારે આ સુરક્ષા નિયમોને અચૂક મનમાં રાખો જેથી કરીને તમારી મહેનતની કમાણી સુરક્ષિત રહે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

CyberSecurity PFAccount EPFO

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ