ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / 'ચૂંટલો ભરી લીધો હતો, ટ્રેનમાં છેડછાડ થઈ..' અભિનેત્રી રવિના ટંડને જણાવી આપવીતી, કહ્યું એ બધુ જ થયું
Last Updated: 09:27 PM, 26 October 2025
ADVERTISEMENT
રવિના ટંડન જ્યારે એક્ટિંગની દુનિયામાં નહતી પ્રવેશી ત્યારે તે બીજું કંઇક બનવા માંગતી હતી. શરૂઆતના દૌરમાં તેને ખુબ સ્ટ્રગલ કરી હતી. તેને લોકલ ટ્રેનોમાં પણ મુસાફરી કરી હતી. આ મુસાફરી દરમિયાન તેની સાથે એવું કંઇક થયું હતું જેને યાદ કરીને તે આજે પણ સેડ થઇ જાય છે.
ADVERTISEMENT
રવિના ટંડને બોલીવુડમાં ખુબ નામના મેળવી છે. તે 90ના દાયકાની ફેમસ એક્ટ્રેસ હતી. તે એક ફિલ્મ મેકરની દીકરી હોવા છતાં તેને કરિયરના શરૂઆતના દિવસોમાં બસ અને લોકલ ટ્રેનમાં મુસાફરી કરવી પડતી હતી. આ દરમિયાન તેની સાથે છેડતી કરવામાં આવી હતી, આ અંગે તેને ખુદ એક વખત સોશિયલ મીડિયા પર લખ્યું હતું.

ADVERTISEMENT
જ્યારે આરે મેટ્રો 3 કારશેડનો મુદ્દો મહારાષ્ટ્રમાં ચગ્યો હતો ત્યારે રવિના ટંડને એક ખુલાસાથી બધાને ચોંકાવી દીધા હતા. રવિના ટંડને પણ આરે મેટ્રો 3 કારશેડનો વિરોધ કર્યો હતો કેમ કે, આ પ્રોજેક્ટને કારણૅ લીલાછમ જંગલો કાપવાના હતા. જેની તેને પોસ્ટ પણ કરી હતી.

ADVERTISEMENT
ત્યાર બાદ એક યુઝરે તેને પૂછ્યું કે, "શું ખબર છે કે મિડલ ક્લાસ મુંબઈમાં મુસાફરી કરવા માટે કેટલો સંઘર્ષ કરે છે?" જેથી તેને પોતાના ભૂતકાળની યાદો તાજી કરી જવાબ આપતા લખ્યું હતું કે "મેં મારી ટીન એજમાં લોકલ ટ્રેનો અને બસોમાં મુસાફરી કરી હતી. છેડતીનો શિકાર પણ થઇ છું. ચૂંટલો પણ ભરવામાં આવ્યો હતો. એ બધું જ થયું છે જેમાંથી મોટા ભાગની મહિલાઓ પસાર થાય છે."
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, રવિના આજે એટલે કે, 26 ઓક્ટોબરે પોતાનો 53મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. તેનો જન્મ 1972 માં મુંબઈમાં થયો હતો. તેને 18-19 વર્ષની ઉંમરે 1991માં આવેલી ફિલ્મ "પત્થર કે ફૂલ" થી હિન્દી ફિલ્મમાં કરિયરની શરૂઆત કરી હતી. જેમાં તેની સાથે સલમાન હતો. રવિનાએ એકવાર કહ્યું હતું કે, ફિલ્મમાં ડેબ્યુ બાદ પણ તેને બસ ટ્રેનમાં મુસાફરી કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT