ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / વિશ્વ / મોટા સમાચાર : પાકિસ્તાને સલમાન ખાનને આતંકી જાહેર કર્યો, બોલીવૂડ એક્ટર કેમ આવ્યો નિશાન પર?

ઈસ્લામાબાદ / મોટા સમાચાર : પાકિસ્તાને સલમાન ખાનને આતંકી જાહેર કર્યો, બોલીવૂડ એક્ટર કેમ આવ્યો નિશાન પર?

Published By: Hiralal Parmar

Last Updated: 12:46 PM, 26 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાને બોલીવૂડ સુપર સ્ટાર સલમાન ખાનને આતંકી જાહેર કરતાં વર્લ્ડમાં ચકચારી મચી હતી. બધાની જીભ પર એ જ સવાલ હતો કે આખરે થયું શું?

ADVERTISEMENT

દુનિયામાં આતંકી દેશ તરીકે બદનામ થયેલા પાકિસ્તાને બોલીવૂડ સુપર સ્ટાર સલમાન ખાનને આતંકી જાહેર કરી દેતાં ચકચાર મચી હતી. પાકિસ્તાનના ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા સત્તાવાર સૂચના અનુસાર, સલમાન ખાનને આતંકવાદ વિરોધી કાયદાની "ચોથી સૂચિ" હેઠળ મૂકવામાં આવ્યો છે, જેનો અર્થ છે કે તે પાકિસ્તાનમાં કાનૂની કાર્યવાહીનો સામનો કરી શકે છે. જો કે, આ સંવેદનશીલ બાબતે સલમાન ખાન કે તેમના પ્રતિનિધિઓ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

સલમાન ખાન પર કેમ ભડક્યું પાકિસ્તાન

સાઉદી અરેબિયામાં તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન, સલમાન ખાને બલુચિસ્તાનને પાકિસ્તાનથી અલગ દેશ તરીકે ઉલ્લેખ કર્યો હતો, જેનાથી પાકિસ્તાન સરકાર ગુસ્સે થઈ ગઈ હતી.

શું હતો આખો મામલો

આ સમગ્ર મામલો સાઉદી અરેબિયામાં આયોજિત "જોય ફોરમ 2025" માં સલમાન ખાન દ્વારા આપવામાં આવેલા ભાષણ સાથે સંબંધિત છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં, સલમાનને એમ કહેતા સાંભળી શકાય છે કે, "આ બલુચિસ્તાનના લોકો છે, અફઘાનિસ્તાનના લોકો છે, પાકિસ્તાનના લોકો છે, દરેક વ્યક્તિ સાઉદી અરેબિયામાં સખત મહેનત કરી રહ્યા છે." આ નિવેદનમાં, તેમણે બલુચિસ્તાનને પાકિસ્તાનથી અલગ કરીને ઉલ્લેખ કર્યો.

વધુ વાંચો : રોહિત શર્મા ક્યારે લેશે રિટાયરમેન્ટ? બાળપણના કોચે દિનેશ લાડે કરી દીધું મોટું એલાન, ક્રિકેટ જગતમાં ચર્ચા

પાકિસ્તાને કર્યો સખત વિરોઝ

પાકિસ્તાન સરકારે આનો સખત વિરોધ કર્યો, તેને તેની સાર્વભૌમત્વ પર હુમલો ગણાવ્યો. ગૃહ વિભાગે તેને "ચોથી અનુસૂચિ" માં સામેલ કરીને તેને આતંકવાદી જાહેર કર્યો છે, જેનાથી પાકિસ્તાનમાં તેની સામે કાનૂની કાર્યવાહીનો માર્ગ ખુલ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

salman khan pakistan

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ