બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / રોહિત શર્મા ક્યારે લેશે રિટાયરમેન્ટ? બાળપણના કોચે દિનેશ લાડે કરી દીધું મોટું એલાન, ક્રિકેટ જગતમાં ચર્ચા
Last Updated: 07:58 AM, 26 October 2025
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન રોહિત શર્માની વનડે નિવૃતી પર ઘણી ચર્ચા ચાલી રહી છે. બધાની વાત સાર એ છે કે રોહિત 2027નો વનડે વર્લ્ડ કપ રમ્યાં બાદ જ નિવૃતી લેશે જોકે હવે આ દિશામાં એક મોટો ખુલાસો સામે આવ્યો છે. રોહિત શર્માના બાળપણના કોચ દિનેશ લાડે એવો ખુલાસો કર્યો કે રોહિત શર્મા 2027નો વનડે વર્લ્ડ કપ રમશે અને તે પછી જ રિટાયરમેન્ટ લેશે. દિનેશે લાડે કહ્યું કે રોહિતે આજે જે રીતે બેટિંગ કરી (સિડની 3જી વનડે) અને ભારતની જીતમાં ફાળો આપ્યો - તે મેચ જોવી ખૂબ જ સારી હતી. તે 2027નો ODI વર્લ્ડ કપ રમશે અને પછી નિવૃત્તિ લેશે.
ADVERTISEMENT
કોહલી વિશે શું બોલ્યાં દિનેશ લાડ
વિરાટ કોહલી વિશે બોલતાં દિનેશ લાડે કહ્યું કે વિરાટ વિશે દરરોજ ગેરસમજો ફેલાયેલી છે. તે એક એવો ખેલાડી છે જે ગમે ત્યારે અને ગમે ત્યાં સારું પ્રદર્શન કરી શકે છે. આજે તે જે રીતે રમ્યો તે સારું લાગે છે. સચિને ઘણા સમય પહેલા એક કાર્યક્રમમાં કહ્યું હતું કે રોહિત અને વિરાટ એકમાત્ર એવા ખેલાડી હશે જે તેના રેકોર્ડ તોડશે. તે બંનેને તેના રેકોર્ડની નજીક જતા જોઈને સારું લાગે છે.
ADVERTISEMENT
સિડની વનડેમાં રોહિતનું દમદાર પ્રદર્શન
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે ગઈ કાલે સિડનીમાં રમાયેલી 3જી વનડેમાં રોહિત શર્માએ શાનદાર સદી ફટકારી હતી. ઘણા લાંબા સમય બાદ રોહિત ફુલ ફોર્મમાં પાછો આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.