બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / જુગારમાં હાર બાદ દોસ્ત સાથે સંબંધ બાંધવા પતિએ હોટલ મોકલી, પત્ની પણ ચાલાક નીકળી, કર્યું ખતરનાક

દિવાળી બગડી / જુગારમાં હાર બાદ દોસ્ત સાથે સંબંધ બાંધવા પતિએ હોટલ મોકલી, પત્ની પણ ચાલાક નીકળી, કર્યું ખતરનાક

Published By: Hiralal Parmar

Last Updated: 11:52 AM, 22 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જુગારમાં હાર બાદ દોસ્ત સાથે સંબંધ બાંધવા પતિએ હોટલ મોકલી તો પત્નીએ ખતરનાક કામ કરી નાખ્યું હતું.

જુગારમાં પત્નીને દાવ પર લગાડવી કંઈ મહાભારત કાળમાં જ નહોતું. કળિયુગમાં તો આવી ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં એક એવી ઘટના સામે આવી છે જેણે સભ્ય સમાજના કપડાં ઉતારી મૂક્યાં છે અને સમાજને નીચું જોવાની નોબત આવી છે.

શું બન્યું સ્વચ્છ નગરી ઈન્દોરમાં

એમપીના ઈન્દોરમાં બનેલી એક ઘટનામાં એક શખ્સ જુગારમાં બધું હારી જતાં પત્નીને દાવ પર લગાવી હતી જે પછી તેણે પત્નીને દોસ્ત સાથે સંબંધ બાંધવા હોટલ મોકલી હતી પરંતુ મહિલા પણ ચાલાક નીકળી અને તેણે હોટલ ન જતાં સીધી પોલીસ સ્ટેશનમાં ગઈ અને પતિ સામે કેસ ઠપકારી દીધો જે પછી આરોપી પતિની ધરપકડ કરાઈ હતી.

શું હતી આખી ઘટના

ઈન્દોરમાં એક મહિલાએ તેના પતિ સામે કેસ દાખલ કર્યો છે. મહિલાએ ફરિયાદમાં એવો આરોપ લગાવ્યો કે તેના પતિેને જુગારની લત હતી અને મિત્રો સાથે જુગાર રમતાં તેણે મને દાવ પર લગાવી દીધી હતી. હારી જતાં તેણે મને દોસ્ત સાથે સેક્સ માણવા હોટલમાં જવાનું દબાણ કર્યું હતું.

પોલીસે આરોપીની ધરપકડ કરી

મહિલાની ફરિયાદને આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને દોસ્ત સામે પણ કેસ દાખલ કર્યો હતો. પોલીસે જુગારધામની પણ તપાસ ચલાવી રહી છે.

વધુ વાંચો : સોનું 3.5 લાખ પર પહોંચતાં માર્કેટમાં હાહાકાર, આખી દુનિયામાં સૌથી વધુ, હવે લેવાનું ભૂલશે લોકો

સ્ત્રીઓ પણ જુગાર રમે છે

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મહિલાઓ અને જુગારને લઈને એક મોટો રિપોર્ટ જાહેર થયો હતો. UKGC ના એક અભ્યાસ મુજબ, મોટાભાગના પુરુષો શોખ તરીકે જુગાર રમે છે, જ્યારે સ્ત્રીઓ દાવો કરે છે કે તેઓ જીતવા માટે જુગાર રમે છે. અભ્યાસ મુજબ, મોટાભાગની સ્ત્રીઓ નુકસાન, દુઃખ અને હતાશાનો સામનો કરવા માટે જુગાર તરફ વળે છે. સ્માર્ટફોન અને ટેબ્લેટના કારણે મહિલાઓનો ઓનલાઈન જુગારમાં રસ વધ્યો છે. તેમને કેસિનોમાં જવાની જરૂર નથી. તેઓ તેમના ફાજલ સમયમાં ઘરે પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

mp crime news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ