બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ભારત / સોનું 3.5 લાખ પર પહોંચતાં માર્કેટમાં હાહાકાર, આખી દુનિયામાં સૌથી વધુ, હવે લેવાનું ભૂલશે લોકો
Last Updated: 11:19 AM, 13 October 2025
ભારતમાં સોનાનો ભાવ 1.25 લાખની આસપાસ છે પરંતુ તેના પડોશી દેશ પાકિસ્તાનની તો હાલત ખરાબ થઈ ગઈ છે. પાકિસ્તાનમાં 10 ગ્રામ સોનાનો ભાવ 3.5 લાખ પર પહોંચતાં માર્કેટમાં કાગડાં ઉડી રહ્યાં છે અને સોનું લેવા કોઈ ફરકતું નથી.
ADVERTISEMENT
પાકિસ્તાનમાં સોનાના ભાવમાં મોટો ભડકો
પાકિસ્તાનમાં સોનાના ભાવે પણ એક નવો રેકોર્ડ બનાવ્યો છે, જે દેશના ચલણમાં 356,033 પાકિસ્તાની રૂપિયા (PKR) સુધી પહોંચી ગયો છે. પરંતુ ભારતીય ચલણમાં આ રકમ ઘણી મોટી છે. એક ભારતીય રૂપિયો 3.17 રૂપિયા બરાબર છે, તેથી 356,033 રૂપિયા ભારતીય ચલણમાં 112,334.5 રૂપિયા બરાબર છે. આનો અર્થ એ થયો કે પાકિસ્તાનમાં 10 ગ્રામ સોનાનો ભાવ હાલમાં ભારત કરતા ઓછો છે.
ADVERTISEMENT
ચાંદીનો ભાવ શું છે?
પાકિસ્તાનમાં 1 કિલો ચાંદીનો ભાવ 435,700 રૂપિયા છે. ભારતીય ચલણમાં 435,700 રૂપિયા ₹137,470 રૂપિયા બરાબર છે. દરમિયાન, ભારતમાં ચાંદીનો ભાવ ₹148,883 રૂપિયા છે. આનો અર્થ એ થયો કે પાકિસ્તાનમાં ચાંદીનો ભાવ પણ ભારતીય ચલણમાં ઓછો છે.
ADVERTISEMENT
વધુ વાંચો : શેરબજારમાંથી રળી લો! આ ખાસ દિવસે રોકાણથી સમૃદ્ધિ સાથે મોટો લાભ, એક્સપર્ટે ખોલ્યું રહસ્ય
2025માં સોનામાં સૌથી વધુ ભાવ
ADVERTISEMENT
2008ની મંદીથી લઈને 2020ની મહામારી સુધી, અનિશ્ચિતતાના સમયગાળા દરમિયાન સોનાના ભાવમાં હંમેશા ઉછાળો જોવા મળ્યો છે. ભૂરાજકીય તણાવ, કેન્દ્રીય બેંકની ખરીદી અને નાણાકીય નીતિમાં ફેરફારને કારણે સોનાના ભાવમાં વધારો થયો છે. આ વર્ષે સોનાના ભાવમાં 53% થી વધુનો વધારો થયો છે. અગાઉ, જાન્યુઆરી 2008 થી ઓગસ્ટ 2011 દરમિયાન સોનાના ભાવમાં 1૦૦% નો વધારો થયો હતો. તેવી જ રીતે, જાન્યુઆરીથી ઓગસ્ટ 2020 દરમિયાન, સોનાના ભાવમાં 50% થી વધુનો વધારો થયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.