બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Technology / ટેક અને ઓટો / ભૂલથી પણ Google પર આવું કંઇ સર્ચ ના મારતા, નહીંતર પોલીસ ઘરે આવીને ઉઠાવી જશે!

ટેક્નોલોજી / ભૂલથી પણ Google પર આવું કંઇ સર્ચ ના મારતા, નહીંતર પોલીસ ઘરે આવીને ઉઠાવી જશે!

Jinal Chauhan

Last Updated: 11:20 AM, 13 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજ કાલ હવે કોઈ પણ માહિતી ચપટી વગાડતાની સાથે જ ગૂગલ પર મળી જાય છે. પણ ઘણી એવી વાતો છે જે ગૂગલ પર સર્ચ કરશો તો ખતરનાક સાબિત થઈ શકે છે અને કાયદાના સંકજામાં પણ તમે આવી શકો છો.

આજે દરેક માહિતી મેળવવી ગૂગલ પર શક્ય છે. પણ ઘણી એવી વાતો છે જેને ગૂગલ પર ટાઈપ કરવું ખતરનાક બની શકે છે આટલું જ નહીં કાયદાકીય એક્શન પણ લેવાઈ શકાય છે. ઘણા લોકો મજાકમાં અમુક વસ્તુ સર્ચ કરે છે પણ યાદ રાખજો તમારી ઓનલાઈન પ્રવૃત્તિઓ ગૂગલ પર રેકોર્ડ થાય છે અને કાયદાકીય એક્શન લેવાય તો ફરી ધ્યાનમાં લેવાય છે.

google-serch

શું સર્ચ કરો તો શંકા થશે

જો તમે ભૂલથી અથવા પ્રયોગ તરીકે એવાં શબ્દો કે પ્રશ્નો ગૂગલ પર ટાઈપ કરો જે સીધા ગુનાહિત અથવા હિંસાત્મક પ્રવૃત્તિઓ સાથે જોડાય છે તો તમારું આવી બનશે. જેમ કે હથિયાર બનાવવાની રીત, બોમ્બ કે ઝેરી બનાવવાની રીત, કિડનેપિંગ કે હિટમેન શોધવાની રીત, ડ્રગ બનાવવાની રીત, સરકાર અથવા જાહેર સ્થળ પર હુમલો કરવાની માહિતી, કોઈની ખાનગી માહિતી ચોરવી આવા સર્ચ્સ આપમેળે તપાસનો વિષય બની શકે છે. આ જ રીતે આતંકવાદી પ્રવૃત્તિઓ સંબંધિત કીવર્ડ્સ પણ બહુ સંવેદનશીલ ગણાય છે.

vtv app promotion

આ પણ વાંચોઃ ઓન ધ સ્પૉટ Loan જોઇએ છે? તો આ 5 બાબતો અવશ્ય ધ્યાને લેજો, સરળતાથી મળી જશે

પોલીસ ગુગલ લોગ કેમ જોઈ શકે છે?

તમારા સર્ચ હિસ્ટ્રી, આઈપી એડ્રેસ અને જીઓ-લોકેશન જેવા ડિજિટલ ટ્રેસ સર્વિસ પ્રોવાઇડર્સ અને પ્લેટફોર્મ દ્વારા રેકોર્ડ કરવામાં આવે છે. જો જરૂરી હોય તો ઘણી એજન્સીઓ કોર્ટના આદેશ, સમન્સ અથવા સત્તાવાર વિનંતી દ્વારા આ રેકોર્ડ્સ માંગી શકે છે. ભારતમાં, સાયબર સુરક્ષા અને વ્યાપક સુરક્ષાને સંચાલિત કરતા વિવિધ કાયદાઓ છે. જેમ કે આઈટી એક્ટ અને ફોજદારી કાયદો - અધિકારીઓને ડિજિટલ પુરાવાના આધારે પગલાં લેવાની મંજૂરી આપે છે.ખાસ કરીને જ્યારે સર્ચ સ્પષ્ટ ઈરાદો અથવા સંભવિત ખતરો દર્શાવે છે.

ભૂલમાં સર્ચ થઈ જાય તો

ગભરાશો નહીં જો તમે નિર્દોષ છો અને સત્ય એ છે કે તમે ભૂલથી કંઈક જોયું છે, તો શાંત રહેવું અને જરૂરી સાવચેતી રાખવી જરૂરી છે. તમારી બ્રાઉઝિંગ હિસ્ટ્રી જાહેરમાં શેર કરશો નહીં, શંકાસ્પદ લિંક્સ પર ક્લિક કરીને વધુ ભૂલો કરશો નહીં, અને જો તમને કોઈ સૂચનાઓ અથવા પૂછપરછ મળે, તો કાનૂની સલાહ માટે તાત્કાલિક વકીલનો સંપર્ક કરો. વકીલ તમને સુધારાત્મક પગલાં, પુરાવા, દસ્તાવેજો અને યોગ્ય વાતચીત યોજના નક્કી કરવામાં મદદ કરશે.

શું સર્ચિંગ કરવું ગુનો છે?

દરેક સર્ચિંગ ગુનો નથી બનતી. કાનૂની કાર્યવાહી સામાન્ય રીતે ત્યારે થાય જ્યારે શોધ સાથે સર્ચિંગ ઈરાદાપૂર્વક કોઈ ખોટા કામ માટે કરવામાં આવ્યું હોય. જો ભૂલથી ક્લિક થઈ જાય તો આવી ભૂલ ફરી ન થાય તેનું ધ્યાન રાખશો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Online Safety Privacy Illegal Activity
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ