ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Technology / લોકોએ આ Smart TVની કરી ધૂમ ખરીદી, ભારતે આ મામલે ચીનને છોડ્યું પાછળ

ટેક / લોકોએ આ Smart TVની કરી ધૂમ ખરીદી, ભારતે આ મામલે ચીનને છોડ્યું પાછળ

Published By: Jinal Chauhan

Last Updated: 12:57 PM, 19 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ નવરાત્રિ ભારતીય બજારમાં બમ્પર સેલ આવ્યા છે. લોકોએ મનમૂકીને ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટને ખરીદી છે. આ માહિતી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે નાણા મંત્રી અને વાણિજ્ય મંત્રી સાથે કરેલી એક પ્રેસ કોન્ફરન્સમાં આપી છે. તેમણે જણાવ્યું કે, આ વર્ષે ભારતે અમેરિકન બજારમાં સ્માર્ટફોન એક્સપોર્ટ કરવાના કેસમાં ચીનને પછાડ્યું છે.

ADVERTISEMENT

નવરાત્રિમાં આ વર્ષે ઈલેક્ટ્રોનિક આઈટ્મ્સનો બમ્પર સેલ થયો છે. ગત વર્ષની સરખાણીમાં આ વર્ષે તમામ રિટેલ ચેઈન્સ દ્વારા 20થી 25 ટકા વધુ વેચાણ થયું છે.આ સાથે મોટી માત્રામાં લોકોએ મોટી સ્ક્રીન સાઈઝ વાળા ટીવી ખરીદ્યા છે અને ઘણા લોકોએ જૂના ફોન છોડીને નવા સ્માર્ટફોન લીધા છે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ માહિતી આપે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ અને વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ સાથે કરેલી પ્રેસ કોન્ફરન્સમાં અશ્વિની વૈષ્ણવે આ માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે, કેવી રીતે ભારત તેમના પાડોશી દેશ કરતા આગળ નીકળી ગયો છે.

ગત વર્ષની સરખામણીમાં વધારે સેલ

તેમણે જણાવ્યું કે, રિટેલ ચેઈન્સથી જે ડેટા સામે આવ્યો છે,તેના પ્રમાણે ગત નવરાત્રિ કરતા આ વર્ષે 20થી 25 ટકા વધુ સેલ થયો છે. આ કેટેગરી જેમ કે 85 ઈંચ ટીવીનો આખો સ્ટોક જ વેચાઈ ગયો છે. ઘણા પરિવારોએ તેમના જુના ટીવીને નવા ટીવીમાં અપગ્રેડ કર્યા છે.

Smart-TV

અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, ઘણા યુવાનોએ તેમના સ્માર્ટ ફોનને નવા ફોન સાથે રિપ્લેસ કર્યા છે. તેમણે જણાવ્યું કે, ટીવી, વોશિંગ મશીન, એર કન્ડીશનર, મોબાઈલ ફોન અથવા સેટ અપ બોક્સ આ નવરાત્રિમાં રેકોર્ડ સેલ થયા છે. આ સેલમાં 20થી 25 ટકાનો વધારો થયો છે.

ભારતે ચીનને પછાડ્યું

તેમણે જણાવ્યું કે ઈલેક્ટ્રોનિક્સની જે ડિમાન્ડ વધી રહી છે તેની સીધી અસર મેન્યુફેક્ચરિંગ પર પડી રહી છે. ભારતમાં મેન્યુફેક્ચરિંગ ઝડપથી વધી રહ્યું છે. જેનાથી 25 લાખ લોકોને સીધી રોજગારી મળે છે.

vtv app promotion

આ પણ વાંચોઃ ઉઠાવો દિવાળી સેલનો ફાયદો, 10,000થી પણ ઓછી કિંમતે અહીં મળે છે આ સ્માર્ટ TV!

આ વર્ષે અમેરિકાને સ્માર્ટફોન એક્સપોર્ટમાં ભારતે તેમના પાડોશી દેશ ચીનને પછાડી દીધો છે. મોટી કંપનીઓ ભારતમાં તેમની 25 ટકા સુધી મેન્યુફેક્ચરિંગ કરી રહી છે. આ ઉપરાંત બીજા સેમીકન્ડક્ટર પ્લાન્ટમાં મેન્યુફેક્ચરિંગ શરૂ થઈ ગઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ashwini Vaishnaw statement India smartphone exports Navratri bumper sale

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ