બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ઉઠાવો દિવાળી સેલનો ફાયદો, 10,000થી પણ ઓછી કિંમતે અહીં મળે છે આ સ્માર્ટ TV!
Last Updated: 08:37 AM, 17 October 2025
Budget Smart TVs India: દિવાળીના પર્વમાં જો તમે પણ તમારા ઘરે નવું TV લેવા વિચારી રહ્યા છો. પણ Smart TV માટે બજેટ ઓછું છે તો ચિંતા કરવાની જરૂર નથી. તમે નાની સ્ક્રીન વાળું પણ Smart TV ખરીદી શકો છો. તમને 10,000 રૂપિયામાં ઓછામાં ઓછું 32 ઇંચનું સ્માર્ટ ટીવી સરળતાથી મળી જશે, જો કે તમને કોઈ જાણીતી બ્રાન્ડના ઓપ્શન નહિ મળે. પણ તમે ઓછા બજેટમાં નાનું ટીવી બેડરૂમ માટે પણ વસાવી શકો છો.
ADVERTISEMENT
ઓછા બજેટના TV માં તમે Thomson, Acer, Wobble જેવી બ્રાન્ડ્સના ટીવી ખરીદી શકો છો. તો આજે આવી જ અમુક બ્રાન્ડ્સના ટીવીના ઓપ્શન અમે તમારા માટે એવા બજેટમાં લઈને આવ્યા છીએ જે અફોર્ડેબલ હોય. આ દિવાળી તમે આ ટીવી 10,000 રૂપિયાથી ઓછા ભાવમાં ખરીદી શકો છો.
Amazon અને Flipkart આ બંને ઓનલાઈન જગ્યાએ તમને ઘણા ઓપ્શન મળી જશે. VW Pro સીરિઝનું 32 ઇંચનું Smart QLED TV તમને 9499 રૂપિયામાં મળી જશે. જેમાં તમને 30W નો સાઉન્ડ અને ગૂગલ ટીવી મળશે.
ADVERTISEMENT

Acer G Plus સીરિઝના ટીવી પણ આ લિસ્ટમાં છે. આ ટીવી પણ તમને 9999 રૂપિયામાં મળી જશે. આ 32 ઇંચના ટીવીમાં તમને દમદાર ફીચર્સ મળશે. આ ટીવી 1.5 GB RAM અને 8 GB સ્ટોરેજ સાથે મળશે. આમાં તમને HD Ready ડિસ્પ્લે મળશે.
ADVERTISEMENT
Thomson Phoenix સીરિઝ પણ એક ઓપ્શન છે. જે પણ તમને આ બજેટમાં મળી જશે. 32 Inch સ્ક્રીન સાઇઝ વાળું આ QLED HD Ready Smart TV તમને માત્ર 9499 રૂપિયામાં મળી જશે. જેમાં તમને 48W સાઉન્ડ આઉટપુટ મળશે. જે આ સેગમેન્ટમાં સૌથી દમદાર છે.
Black+Decker A1 સીરિઝનું Smart TV તમને 10,000 રૂપિયાથી ઓછા બજેટમાં મળશે. આ ટીવી 32 Inch સ્ક્રીન સાઇઝ, 30W નું સ્પીકર, Google TV OS મળી શકે છે. જેમાં 1.5 GB RAM અને 16 GB સ્ટોરેજ મળશે.
ADVERTISEMENT
વધુ વાંચો: શું દિવાળીએ કંપની તરફથી અપાતી ગિફ્ટ પર લાગે છે કોઇ ટેક્સ? જાણો નિયમ

ADVERTISEMENT
Kodakનું 32 Inchનું Smart TV પણ તમને સરળતાથી 10,000 રૂપિયા સુધીમાં મળી જશે. Amazon પર આ TV 8999 રૂપિયાના લિસ્ટેડ છે. જેમાં તમને 24W નું સાઉન્ડ આઉટપુટ, Android TV, Voice Search જેવા ફીચર્સ મળી જશે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.