ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / શું દિવાળીએ કંપની તરફથી અપાતી ગિફ્ટ પર લાગે છે કોઇ ટેક્સ? જાણો નિયમ

કામની વાત / શું દિવાળીએ કંપની તરફથી અપાતી ગિફ્ટ પર લાગે છે કોઇ ટેક્સ? જાણો નિયમ

Published By: Nirav Kumar

Last Updated: 09:15 AM, 17 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળી પર મળનાર બોનસ અને ગિફ્ટ ટેક્સ ફ્રી હોય છે કે, ટેક્સેબલ? આ અંગેનો ઈન્કમ ટેક્સ નિયમ શું કહે છે તે આજે જાણવાનો પ્રયાસ કરીશું.

ADVERTISEMENT

દિવાળીમાં અમુક કંપનીઓ રોકડમાં બોનસ આપે છે જ્યારે અમુક કંપનીઓ મીઠાઈઓ, કપડાં, ઇલેક્ટ્રોનિક સામાન કે ગિફ્ટ વાઉચર જેવી ભેટો આપે છે. પરંતુ શું તમે જાણો છો કે આ દિવાળી બોનસ અને ગિફ્ટ ટેક્સેબલ છે? ઘણા લોકો માને છે કે તહેવારો દરમિયાન મળેલી ગિફ્ટ ટેક્સ ફ્રી હોય છે. પરંતુ તેના પર પણ ટેક્સના નિયમ લાગે છે. દિવાળી ગિફ્ટ સંબંધિત નિયમો જાણવાથી તમને તમારા બોનસ અને ગિફ્ટસનો સચોટ અંદાજ કાઢવામાં મદદ મળી શકે છે. તેનાથી ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવામાં ભૂલો પણ અટકશે.

  • દિવાળી ગિફ્ટ છે ટેક્સ ફ્રી?
    દરેક દિવાળી ગિફ્ટ ટેક્સ ફ્રી નથી. નાની ભેટો, જેમ કે મીઠાઈઓનું બોક્સ, કપડાં કે 5000 રૂપિયા સુધીની કિંમતના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ ટેક્સ ફ્રી હોય છે. 5000 રૂપિયાથી વધુ કિંમતની ગિફ્ટ જેમ કે મોંઘા ઇલેક્ટ્રોનિક્સ, ઘરેણાં કે ઊંચી કિંમતના વાઉચર સંપૂર્ણ રીતે ટેક્સેબલ છે. આ ગિફ્ટનું કુલ એમાઉન્ટ તમારી વાર્ષિક આવકમાં ઉમેરવામાં આવે છે અને નિયમિત પગારની આવકની જેમ ટેક્સ લગાવવામાં આવે છે.
vtv app promotion

ટેક્સ એક્સપર્ટ અનુસાર, 5000 રૂપિયાથી વધુનું દિવાળી બોનસ ટેક્સેબલ છે. આથી આ બોનસ તમારી આવકમાં ઉમેરવું જરૂરી છે. 5000 રૂપિયાથી વધુનું દિવાળી બોનસ ન જણાવવાથી તે તમારા માટે સમસ્યાઓ ઊભી કરી શકે છે. તમને ઈન્કમ ટેક્સ વિભાગની નોટિસ પણ મળી શકે છે.

વધુ વાંચો : 60 દિવસના બોનસનું એલાન! આ કર્મચારીઓની તો દિવાળી સુધરી ગઇ, જાણો નિર્ણય

  • રોકડ બોનસ પર ટેક્સ
    એક્સપર્ટ મુંજબ, જો તમને દિવાળી પર તમારી કંપની તરફથી રોકડ બોનસ મળે છે તો તે તમારા પગારનો હિસ્સો ગણાશે અને તેની પર ટેક્સ આપવો પડે છે. મતલબ કે, જો તમને દિવાળી પર 40,000 રૂપિયાનું બોનસ મળે તો તેને તમારી વાર્ષિક આવકમાં ઉમેરવામાં આવશે અને તમારા ઈન્ક્મ ટેક્સ સ્લેબ અનુસાર ટેક્સ લગાવવામાં આવશે. દિવાળી પર મળેલા રોકડ બોનસ પર કોઈપણ પ્રકારનું એગ્ઝેમ્પશન નથી મળતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Diwali Bonuses Diwali Gifts Income Tax Rules

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ