બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Technology / ટેક અને ઓટો / હવેથી ફાલતુ નોટિફિકેશનથી મળશે છૂટકારો, Google Chrome લાવ્યું જોરદાર ફીચર્સ

ટેક્નોલોજી / હવેથી ફાલતુ નોટિફિકેશનથી મળશે છૂટકારો, Google Chrome લાવ્યું જોરદાર ફીચર્સ

Jinal Chauhan

Last Updated: 03:26 PM, 13 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૂગલ ક્રોમે તેના યુઝર્સ શાનદાર ફિચર લાવ્યું છે.આ ફિચરથી ગૂગલ ક્રોમ જાતે જ સમજી જશે કે તમારા માટે કઈ વેબસાઈટની નોટિફિકેશન જરૂરી અને કઈ બિનજરૂરી.ત્યારપછી ક્રોમ જાતે જ બિનજરૂરી નોટિફીકેશનને બ્લોક કરી દેશે.

વેબસાઇટ પરની નોટિફિકેશન ઘણીવાર યુઝર્સને હેરાન કરે છે. ગૂગલ ક્રોમ હવે આ સમસ્યાનું નિરાકરણ લાવ્યું છે. ગૂગલ ક્રોમે યુઝર્સ ઓને અનિચ્છનીય અથવા બિનજરૂરી નોટિફિકેશનથી છુટકારો મેળવવામાં માટે એક નવું અપડેટ બહાર પાડ્યું છે. બ્રાઉઝર હવે એવી વેબસાઇટ્સમાંથી નોટિફિકેશન આપમેળે દૂર કરશે જેની સાથે તમે લાંબા સમયથી સંપર્ક કર્યો નથી.

google chrome a

નોટિફિકેશન બની માથાનો દુખાવો

જ્યારે વેબસાઇટ નોટિફિકેશન મૂળ રૂપે સમાચાર અને અપડેટ જાણવા માટે ડિઝાઇન કરવામાં આવી હતી પણ તે ધીમે ધીમે માથાનો દુખાવો બની ગઈ છે. ઘણી વેબસાઇટ્સ કોઈ ચોક્કસ હેતુ વિના નોટિફિકેશન મોકલવાની પરવાનગી માંગે છે અને પછી બિનજરૂરી માહિતી મોકલીને યુઝર્સ ઓને સતત હેરાન કરે છે. આ સમસ્યા અંગે ગૂગલે શોધી કાઢ્યું કે 1% કરતા ઓછા યુઝર્સ ઓ આ નોટિફિકેશન પર ધ્યાન આપે છે. જેને દૂર કરવા માટે ક્રોમ હવે એવી વેબસાઇટ્સમાંથી નોટિફિકેશન પરવાનગી આપમેળે દૂર કરશે જેની તમે લાંબા સમયથી મુલાકાત લીધી નથી.

નોટિફિકેશન પરમિશન આપમેળે દૂર થશે

ડેસ્કટોપ અને એન્ડ્રોઇડ યુઝર્સ માટે ગૂગલ ક્રોમમાં એક નવી સુવિધા બહાર પાડવામાં આવી છે. આ સુવિધા હેઠળ જો તમે લાંબા સમય સુધી કોઈ વેબસાઇટની નોટિફિકેશન જોતા નથી અથવા તેના પર ક્લિક કરતા નથી, તો ક્રોમ તે વેબસાઇટ પરથી નોટિફિકેશન પરમિશન આપમેળે દૂર કરશે. પરમિશન બંધ કર્યા પછીક્રોમ તમને આપમેળે જાણ કરશે કે વેબસાઇટની પરવાનગી દૂર કરવામાં આવી છે.

vtv app promotion

આ પણ વાંચોઃ ભૂલથી પણ Google પર આવું કંઇ સર્ચ ના મારતા, નહીંતર પોલીસ ઘરે આવીને ઉઠાવી જશે!

આ રીતે ફરી એક્ટિવ કરો

જો તમે કોઈ વેબસાઇટ માટે નોટિફિકેશન ફરીથી સક્રિય કરવા માંગતા હો, તો તમે ક્રોમના સેફ્ટી ચેક અથવા સેટિંગ્સમાં જઈને ચાલુ કરી શકો છો.

ગૂગલના ટેસ્ટીંગમાં સામે આવ્યું છે કે આ પગલું યુઝર્સનું ધ્યાન ઓછું ભંગ કરે છે અને તેમના બ્રાઉઝિંગ અનુભવને સુધારે છે. જે વેબસાઈટે ઓછી પણ કામની નોટિફિકેશન મોકલી હશે એમનું એન્ગેજમેન્ટ વધી ગ્યું છે. આનો અર્થ એ છે કે વેબસાઇટ્સે હવે વધુ નોટિફિકેશન મોકલવાને બદલે ગુણવત્તા પર ધ્યાન આપવું પડશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Notifications Technology Google Chrome
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ