બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Technology / ટેક અને ઓટો / Google Chrome યુઝર્સ એલર્ટ! હાઇ રિસ્ક વોર્નિંગ જાહેર, જાણીને ચોંકી જશો

ટેક્નોલોજી / Google Chrome યુઝર્સ એલર્ટ! હાઇ રિસ્ક વોર્નિંગ જાહેર, જાણીને ચોંકી જશો

Jinal Chauhan

Last Updated: 08:59 AM, 25 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૂગલ ક્રોમ દુનિયાનું સૌથી યુઝ થઈ રહેલું વેબ બ્રાઉઝર છે. હવે એમાં એવી ખામીઓ સામે આવી છે, જેનાથી અટેકર્સ ડેટા ચોરી કરી શકે છે. જેના માટે તેને અપડેટ કરવાની સલાહ આપવામાં આવી છે.

જો તમે ગૂગલ ક્રોમ યુઝ કરતા હોવ તો હવે ચેતી જજો. આ બ્રાઉઝરમાં એવી ખામીઓ સામે આવી છે, જેનાથી સાયબર અટેકર્સ તમારી સિસ્ટમને ટાર્ગેટ કરીને ડેટા ચોરી અને મલવેર ઈન્સ્ટોલ કરી શકે છે. આટલું જ નહીં, ઘણા કેસમાં અટેકર્સ સિસ્ટમનું કામ બંધ કરી શકે છે. આ ખામીઓને જોતા ઈન્ડિય કોમ્પ્યુટર ઈમર્જન્સી રિસ્પોન્સ ટીમે હાઈ રિસ્ક વાળી વોર્નિંગ જાહેર કરી છે. જણાવી દઈએ કે ગૂગલ ક્રોમ દુનિયાનું સૌથી વધારે યુઝ થનારું બ્રાઉઝર છે અને ભારતમાં પણ કરોડો લોકો ઓફિસથી માંડી ઘર સુધી તેનો યુઝ કરે છે.

વોર્નિંગમાં શું કહેવાયું છે?

ગૂગલ ક્રોમમાં આ ખામીને CVE-2025-12036 નંબરથી ચિન્હિત કરાયું છે. જેનો ફાયદો ઉઠાવીને હેકર્સ વિન્ડોઝ, મેકઓએસ અને લાઈનક્સ પર ચાલી રહેલી સિસ્ટમને ટાર્ગેટ કરી શકે છે. વોર્નિંગમાં કહેવામાં આવ્યું છે કે ક્રોમ અને મેકઓએસ પર 41.0.7390.122/.123થી જુના વર્જન અને લાઈનક્સ પર 141.0.7390.122 કરતા જૂના વર્જન યુઝ કરનાર યુઝર્સ પર અટેકનું જોખમ વધારે છે. એટલે કે આવા યુઝર્સ હેકર્સના નિશાના પર છે, જેમણે હાલના દિવસોમાં તેમના ક્રોમ બ્રાઉઝરને અપડેટ કર્યું નથી.

Google Chrome

યુઝર્સને કેવી રીતે કરાશે ટાર્ગેટ

ક્રોમના V8 JavaScript એન્જિનમાં જોવા મળેલી ખામીના કારણે અટેકર્સ યુઝરને મેલશિયસ વેબસાઈઠ પર રિડાયરેક્ટ કરી શકે છે. જેની મદદથી તે યુઝરની સિસ્ટમ પર તેની મરજીથી કોઈ પણ કમાન્ડ આપી શકે છે અને મલવેર ઈન્સ્ટોલ કરી શકે છે. આ ઉપરાંત ડેટા ચોરી અને સિસ્ટમને ક્રેશ કરવાનું પણ જોખમ રહેલું છે.

vtv app promotion

આ પણ વાંચોઃ હવે Apple ફક્ત ફોલ્ડેબલ જ નહીં પણ ફ્લિપ iphone પણ કરશે લોન્ચ, જુઓ કેવી હશે ડિઝાઇન

યુઝરે હવે શું કરવું જોઈએ

CERT-Inએ યુઝર્સને ગૂગલ ક્રોમને ઝડપથી અપડેટ કરવાની સલાહ આપી છે. આ ખામીઓને દૂર કરવા માટે કંપનીએ સિક્યોરિટી પેજ બહાર પાડ્યા છે અને ક્રોમને અપડેટ કરીને તેને ઈન્સ્ટોલ કરી શકાય છે. જેના માટે ક્રોમ ઓપન કરો અને હેલ્પમાં જઈને અબાઉટ ગૂગલ ક્રોમ પર ક્લીક કરો. અહીંયા કોઈ પેન્ડિગ અપડેટ જોવા મળે તો તેને તરત ઈન્સ્ટોલ કરી લો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Security Warning Browser Update Google Chrome
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ