ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / congress sena ncp data shows parties forming unnatural alliances dont dump ideologies

રાજનીતિ / ઈતિહાસ ગવાહ રહ્યો છે, મહારાષ્ટ્રમાં આ સરકાર બની તો પ્રજા તગેડી મૂકશે

Published By: Parth

Last Updated: 05:47 PM, 19 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સામાન્ય રીતે ભારતની રાજનીતિક પાર્ટીઓ મોટે ભાગે ગઠબંધન રચવા માટે વિચારધારાથી વિરુદ્ધ જતી નથી. ગઠબંધનનું સ્વરૂપ ત્યારે જ લાંબા સમય સુધી ટકે જ્યારે બે પક્ષ સમાન વિચારો ધરાવતા હોય. કોંગ્રેસ-DMK અને પશ્ચિમ બંગાળમાં ડાબેરી પાર્ટીઓનું ગઠબંધન તેનું ઉદાહરણ છે, ભાજપ અને શિવસેના પણ હિન્દુત્વના મુદ્દે જ લાંબા સમય સુધી સાથે રહી શકી. પરંતુ જે હાલમાં મહારાષ્ટ્રની સ્થિતિ છે તેમ જો અપ્રાકૃતિક ગઠબંધન કરવામાં આવે તો શું તે સરકાર ચલાવી શકે છે ?

ADVERTISEMENT

  • મતદારો વધુ યોગ્ય ગઠબંધન પસંદ કરવામાં માહેર 
  • વિરોધી વિચારધારા ધરાવતી પાર્ટી સાથે થયેલા ગઠબંધન લાંબા સમય સુધી ચાલતાં નથી 
  • આમ આદમી પાર્ટી સાથે ભાજપનું ગઠબંધન કોંગ્રેસ કરતાં વધુ લોકપ્રિય 

બિહારમાં નીતીશ કુમારનું આરજેડી સાથે જવું મતદારોને ન ગમ્યું 

મોટાભાગે આવા ગઠબંધન સ્થિર રહેતાં નથી. જ્યારે પાર્ટીઓ વિરુદ્ધ વિચારધારાના ગઠબંધનમાં ચૂંટણી લડે ત્યારે ખુલીને પોતાની વિચારધારાનો પ્રચાર કરી શકતાં નથી. ગઠબંધનમાં સામેલ અન્ય પક્ષની વિચારધારા અને ગઠબંધનમાં નક્કી કરાયેલા મુદ્દાઓ પ્રમાણે ચૂંટણી પ્રચાર કરવામાં આવે છે. બિહારમાં જ્યારે જનતા દળ યુનાઇટેડ અને ભાજપનું ગઠબંધન હતું ત્યારે લાલુપ્રસાદ યાદવના કુશાસન અને ભ્રષ્ટાચાર પર ચૂંટણી લડવામાં આવતી હતી પરંતુ જ્યારે જેડીયુએ કોંગ્રેસ-આરજેડી સાથે જ ગઠબંધન કર્યું ત્યારે સેક્યુલરિઝમ અને મોદી વિરોધના મુદ્દે ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો. પરંતુ મતદારો મોદી-નીતિશ કોમ્બિનેશન વિરુદ્ધ ગયા નહીં. મતદારો માનવું છે કે જેડીયુએ ભાજપ સાથે ગઠબંધન તોડી મોટી ભૂલ કરી. 

source: the Print 

ઉત્તરપ્રદેશમાં BSPએ બધી જ પાર્ટી સાથે જે તે સમયે ગઠબંધન કર્યું 

ઉત્તરપ્રદેશમાં બહુજન સમાજ પાર્ટી 1995 અને 1997માં ભાજપના સમર્થનથી સત્તમાઃ આવી ચુકી છે. ભાજપ અને બીએસપી સાથે હતા ત્યારે સમાજવાદી પાર્ટીની જાતિગત રાજનીતિનો વિરોધ કરતાં પરંતુ જ્યારે બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટીએ 2019માં ગઠબંધન કર્યું ત્યારે મોદી વિરોધ અને સેક્યુલરિઝમના મુદ્દા છવાયેલા રહ્યાં. પરંતુ મતદારો કોંગ્રેસ-સમાજવાદી ગઠબંધનને બીએસપી-એસપી ગઠબંધન કરતાં વધારે પ્રાધાન્ય આપે છે. 

source:the Print 

કર્ણાટકમાં કોંગ્રેસ સાથે JDS ગઠબંધન યોગ્ય માનવામાં આવ્યું 

કર્ણાટકની વાત કરીએ તો ત્રણેય મુખ્ય પાર્ટીઓની વિચારધારા ભિન્ન છે પરંતુ જો વિધાનસભામાં કોઈને બહુમત ન હોય ત્યારે જેડીએસ સાથે કોંગ્રેસનું ગઠબંધન જેડીએસ સાથે ભાજપ ગઠબંધન કરતાં વધુ યોગ્ય ગણવામાં આવે છે. મતદારોનું માનીએ તો 2013માં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ સાથે સરકાર બનાવીને મોટી ભૂલ કરી હતી. મોટાભાગે મતદારો આપ-કોંગ્રેસ ગઠબંધન કરતાં આપ-ભાજપ ગઠબંધન વધુ અસરકારક માને છે આમ આમ આદમી પાર્ટી અને ભાજપની વિચારધારા સમાન વિચારધારા માનવામાં આવે છે. 2013ની વિધાનસભા ચૂંટણી પહેલાં અને 2015ની ચૂંટણી બાદના સર્વે મુજબ મતદારો આપ-ભાજપના ગઠબંધનના પક્ષમાં છે. 

source : the Print

2014માં એનસીપી,કોંગ્રેસ, ભાજપ અને શિવસેના અલગ અલગ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું અને ભાજપ-શિવસેનાએ સરકાર બનાવી। અત્યારના સર્વે મુજબ મહારષ્ટ્રની જનતા રાજ્યની હાલની મોટી સમસ્યાઓ માટે એનસીપી અને કોંગ્રેસને જવાબદાર ઠેરવે છે ત્યારે શિવસેનાનું આ પાર્ટીઓ સાથે ગઠબંધન તેને ભારે પડી શકે છે તથા મતદારો પણ આ ગઠબંધન સરળતાથી સ્વીકારી લે તે માનવું પણ ભૂલ-ભરેલું છે. 

source: the Print

સંકળાયેલા મુદ્દાઓ

JDS Maharashtra Political Crisis coalition government coalition govt in india કોંગ્રેસ ગઠબંધન સરકાર ભાજપ શિવસેના Maharashtra Political Crisis

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ