ન્યૂઝ અપડેટ્સ
VTV / Technology / શખ્સને ધડાધડ આવ્યા ઇન્ટરવ્યુના કોલ, મળી ગઈ મનપસંદ કંપનીમાં નોકરી, કારણ ChatGPT
Last Updated: 10:50 AM, 27 October 2025
ADVERTISEMENT
આર્ટિફિશીયલ ઈન્ટેલિજેન્સના કારણે ઘણા લોકોની નોકરી ગઈ છે તો ઘણા લોકો નોકરી શોધવા માટે પણ AIનો ઉપયોગ કરી રહ્યા છે. આવું જ બેંગ્લોરના એક વ્યક્તિ સાથે બન્યું છે, જેણે AIની મદદથી નોકરી શોધવાનું શરૂ કર્યું અને બે મહિનાની અંદર તેને 7 જગ્યા પરથી ઈન્ટરવ્યૂ માટે કોલ્સ આવ્યા છે. અને હવે આ વ્યક્તિને તેની મનગમતી નોકરી ફાઈનલ કરી લીધી છે. આ વ્યકતિએ તેનો અનુભવ શેર કરતા જણાવ્યું છે કે કેવી રીતે ChatGPTનો યુઝ કરીને મનગમતી નોકરી મેળવી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
મેટા અને ટિકટોકમાં કામ કરી ચુકેલા અમર સૌરભે પોતાનો અનુભવ શેર કર્યો છે. તેણે કહ્યું કે મેટા અને ટિકટોકની નોકરી છોડ્યા પછી એપ્રિલમાં નવી નોકરીની શોધખોળ કરી હતી. શરૂઆતના બે ત્રણ મહિનામાં તેમને માત્ર 2-3 ઈન્ટરવ્યૂ માટે જ ફોન આવ્યા હતા. ત્યારપછી તેમણે ChatGPTની મદદ લેવાનું વિચાર્યું.

ADVERTISEMENT
સૌરભે જણાવ્યું કે તે જોબ શોધવામાં ChatGPTનો યુઝ કરી રહ્યા હતા, પણ તેના જવાબ સરળ હતા. ત્યારપછી તેમણે આ ચેટબોટના કસ્ટમાઈઝ વર્જનનો યુઝ કરીને કસ્ટમ GPT તૈયાર કર્યું જેમાં તેમણે તેમનું રિઝ્યુમ, લિંક્ડઈન પ્રોફાઈલ લિંક અને પ્રોજેક્ટ નોટ્સ વગેરે અપલોડ કર્યા અને જણાવ્યું કે તે સિનીયર લેવલના પ્રોડક્ટ મેનેજમેન્ટ રોલ માટે નોકરી શોધી રહ્યા છે. આ કામમાં તેમને લગભગ એક કલાક જેવો સમય લાગ્યો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ હવે સ્માર્ટ TVમાં આવશે ChatGPT! આ કંપની કરી રહી છે પૂર્વ તૈયારી, જાણો ફીચર્સ
ADVERTISEMENT
સૌરભે કહ્યું કે કસ્ટમ GPT બનાવ્યા પછી, તેને એક પછી એક કોલ આવવા લાગ્યા. બે મહિનામાં, તેને Reddit, Intuit અને PayPal સહિત સાત કંપનીઓ તરફથી ઇન્ટરવ્યુ કોલ આવ્યા. આ કંપનીઓમાં ઇન્ટરવ્યુ લીધા પછી, સૌરભને આખરે PayPal માં નોકરી મળી. તેણે કહ્યું કે તે કસ્ટમ GPT ના પરિણામથી ખુશ છે અને જો તેને ફરીથી નોકરી શોધવી પડે તો તે તેનો ફરીથી ઉપયોગ કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT