ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / હવે સ્માર્ટ TVમાં આવશે ChatGPT! આ કંપની કરી રહી છે પૂર્વ તૈયારી, જાણો ફીચર્સ
Last Updated: 03:00 PM, 18 January 2025
ADVERTISEMENT
સેમસંગ તેના સ્માર્ટ ટીવીને ChatGPT થી સજ્જ કરી શકે છે. આ માટે કંપની OpenAI સાથે ભાગીદારી કરવાનું વિચારી રહી છે. ચેટજીપીટીના આગમન સાથે સેમસંગ સ્માર્ટ ટીવીમાં ઘણી શાનદાર સુવિધાઓ ઉપલબ્ધ થશે.
ADVERTISEMENT
હવે ટૂંક સમયમાં ચેટજીપીટી ચેટબોટ સેમસંગના સ્માર્ટ ટીવીમાં જોઈ શકાશે. ખરેખર સેમસંગ અને ઓપનએઆઈ આ દિશામાં સાથે મળીને કામ કરી રહ્યા છે. સેમસંગના સ્માર્ટ ટીવીમાં પહેલાથી જ ઘણી એઆઇ સુવિધાઓ છે અને હવે કંપની ચેટબોટ્સ લાવવાનું પણ વિચારી રહી છે. જો આવું થશે તો ૧૯ વર્ષથી ટીવી સેગમેન્ટમાં ટોચ પર રહેલી સેમસંગની સ્થિતિ વધુ મજબૂત બનશે.
ADVERTISEMENT

ભાગીદારીનો આ ફાયદો થશે
ADVERTISEMENT
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ભાગીદારી સેમસંગને એડવાન્સ્ડ AI-પાવર્ડ ટીવી બનાવવામાં મદદ કરશે, જે વધુ સારી રીતે પર્સનલાઇજ્ડ કંટેટ રિકમંડેશન આપી શકશે. જોકે આ વિશે હજુ સુધી વધુ માહિતી બહાર આવી નથી, પરંતુ એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે ચેટજીપીટીની મદદથી સેમસંગ ઓડિયો અને સબટાઈટલનું રીઅલ-ટાઇમ ટ્રાન્સલેશન બતાવી શકશે. યૂજર્સ આ ટીવીમાંથી વ્યક્તિગત હેલ્થકેયર સલાહ પણ મેળવી શકશે. ટીવી સેટિંગ્સને નિયંત્રિત કરવા ઉપરાંત યૂજર્સ ChatGPT ને પ્રોગ્રામ રેકોર્ડ કરવા અને તેને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર સર્ચ માટે પણ કહી શકશે.

ADVERTISEMENT
ગુગલ પણ યોજના બનાવી રહ્યું છે
ગૂગલ તેના AI ચેટબોટ જેમિનીને તેના ટીવી ઓપરેટિંગ સિસ્ટમમાં એકીકૃત કરવાની પણ યોજના બનાવી રહ્યું છે. કેટલાક અહેવાલો કહે છે કે આ વર્ષના અંત સુધીમાં ગૂગલ ટીવીમાં જેમિનીનું એકીકરણ જોવા મળી શકે છે. તમને જણાવી દઈએ કે તાજેતરના સમયમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં AI નો ઉપયોગ વધ્યો છે અને તે ગેમ ચેન્જર તરીકે કામ કરી રહ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ મારુતિની પહેલી ઈલેક્ટ્રિક કાર લોન્ચ, 500 કિમીની દમદાર રેન્જ સાથે ધમાકેદાર ફિચર્સ
લેન્ડલાઇન ફોન પર પણ ચેટજીપીટીનો આનંદ માણો
ADVERTISEMENT
ચેટજીપીટીનો ઉપયોગ લેન્ડલાઇન ફોન પર પણ થઈ શકે છે. તેને વિકસાવનાર કંપની OpenAI અનુસાર ChatGPT નો ઉપયોગ લેન્ડલાઇન ફોનથી 1-800-242-8478 ડાયલ કરીને દર મહિને 15 મિનિટ માટે કરી શકાય છે. આ માટે કોઈપણ પ્રકારનો સબ્સ્ક્રિપ્શન પ્લાન લેવાની કે એકાઉન્ટ બનાવવાની જરૂર નથી. આ સેવા હાલમાં ફક્ત અમેરિકા અને કેનેડામાં જ શરૂ થઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT