બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / મારુતિની પહેલી ઈલેક્ટ્રિક કાર લોન્ચ, 500 કિમીની દમદાર રેન્જ સાથે ધમાકેદાર ફિચર્સ
Last Updated: 10:09 PM, 17 January 2025
મારુતિ સુઝુકી ઈન્ડિયાએ પોતાની પહેલી ઇલેક્ટ્રિક કાર ઈ-વિટારા શો કરી દીધી છે. કંપનીનું આને 100થી વધારે દેશોમાં એક્સપોર્ટ કરવાનું પ્લાનિંગ છે. ઇ-વિટારામાં બે બેટરી ઓપ્શન 49 કિલોવોટ અને 61 કિલોવોટના છે. આ એક વાર ચાર્જ કર્યા પર આ લગભગ 500 કિલોમીટર સુધી ચાલી શકે છે.
ADVERTISEMENT
Maruti Suzuki e-Vitara Features
ADVERTISEMENT
મારુતિ ઇ-વિટારાને કંપની એક મોર્ડન SUV બનાવી છે. જેમાં ડ્યુઅલ સ્ક્રીન સાથે નવી ઓપરેટિંગ સિસ્ટમ, સ્પ્લીટ-ફોલ્ડિંગ સીટ, એડજસ્ટેબલ હેડરેસ્ટ, ત્રણ પોઈન્ટ સીટ બેલ્ટ અને ISOFIX ચાઇલ્ડની સુવિધા આપે છે. આ સિવાય ઇ-વિટારામાં મળતા એડવાન્સ ફીચરમાં ઓટો હોલ્ડ, ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક, ટ્રેલ ડ્રાઈવ મોડ, હિલ ડિસેન્ટ કન્ટ્રોલ, સિંગલ ઝોન ઓટો ક્લાઇમેટ કંટ્રોલ, સિંગલ ઝોન ઓટો ક્લાઇમેટ કંટ્રોલ, વાયરલેસ ફોન ચાર્જર, સાઈડ અને કર્ટેન એરબેગ, હિટેડ મિરર અને એડવાન્સ ડ્રાઇવિંગ આસિસ્ટન્ટ સિસ્ટમ(ADAS) સામેલ છે.
પાવર
મારુતિ ઇ-વિટારાના પાવર વિશે વાત કરીએ તો, 49 kWh બેટરી પેક સાથેની સિંગલ મોટર 144 HP પાવર ઉત્પન્ન કરે છે અને 61kWh બેટરી પેક સાથેની સિંગલ-મોટર 174 HP પાવર ઉત્પન્ન કરે છે. આ બંને બેટરી વેરિઅન્ટમાંથી જનરેટ થતો પીક ટોર્ક 189 Nm છે.
Maruti Suzuki e-Vitara ડાયમેન્શન
મારુતિ વિટારા ઇલેક્ટ્રિકની લંબાઈ 4,275 મીમી, પહોળાઈ 18,00 મીમી અને ઊંચાઈ 1,635 મીમી છે, જેની સાથે 2,700 મીમીના વ્હીલબેસ મળે છે. આનું ગ્રાઉન્ડ ક્લીયરન્સ 180 એમએમ અને વજન 1,702 કિલોગ્રામથી 1,899 કિલોગ્રામ વચ્ચે છે, જે આના અલગ-અલગ વેરિયન્ટ અનુસાર છે.
વધુ વાંચો: મહિલાઓ માટે કેન્દ્ર સરકારની જબરદસ્ત સ્કીમ, 2 લાખના રોકાણ પર 32000 રૂપિયાનું ગેરંટેડ વ્યાજ
આ અવસર પર મારુતિ સુઝુકી ઇન્ડિયાના CEO હિસાશી તાકેઊચીએ કહ્યું છે કે, "અમે ભારતમાં ઇ-વિટારાના વિનિર્માણ માટે 2,100 કરોડ રૂપિયાથી વધારે ઇન્વેસ્ટ કર્યું છે, જેમાં એક અલગ ઇવી ઉત્પાદન 'લાઇન' પણ સામેલ છે."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.