ન્યૂઝ અપડેટ્સ
VTV / વિશ્વ / Viral / 15 પત્ની, 100 થી વધારે નોકર... કોણ છે આ રાજા જેનો વીડિયો થઇ રહ્યો છે ધનાધન વાયરલ
Last Updated: 11:02 PM, 6 October 2025
ADVERTISEMENT
Viral News: સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં એક માણસ તેની 15 પત્નીઓ અને ઘણા નોકરો સાથે અબુ ધાબી એરપોર્ટ પર જોવા મળે છે. આ વીડિયો આફ્રિકન રાજા મસ્વાતી ત્રીજાનો છે.
ADVERTISEMENT
આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો આફ્રિકન રાજા મસ્વાતી ત્રીજાનો છે. જોકે આ વીડિયો પહેલી વાર જુલાઈમાં જોવા મળ્યો હતો, તે ફરી એકવાર ચર્ચામાં છે. આ વીડિયોમાં જોવા મળે છે રાજા મસ્વાતી તેમના ખાનગી જેટમાંથી ઉતરી રહ્યા છે. તેઓ પરંપરાગત પોશાક પહેરેલા છે. તેમજ શાનદાર કપડા પહેરેલી મહિલાઓ તેમની સાથે ઉતરી રહી છે.
ADVERTISEMENT
રાજાની આ વાયરલ ક્લિપ પર કેપ્શનમાં લખ્યું છે, "સ્વાઝીલેન્ડના રાજા 15 પત્નીઓ અને 100 નોકરો સાથે અબુ ધાબી પહોંચ્યા." તેમના પિતા, રાજા સોભુઝા બીજાની 125 પત્નીઓ હતી.' અહેવાલો એ કહે છે કે રાજા મસ્વાતી તૃતીયની સાથે અબુ ધાબીની મુલાકાત દરમિયાન તેમના 30 બાળકો સાથે હતા. સુરક્ષા અધિકારીઓને શાહી દળને એડજસ્ટ કરવા માટે ઘણા ટર્મિનલ બંધ કરવા પડ્યા હતા.
ADVERTISEMENT
સામે આવેલા વિડિઓની ટીકા પણ થઈ રહી છે. ઘણા યૂજર્સએએ રાજા મસ્વાતી તૃતીયની ભવ્ય જીવનશૈલી અને તેમના દેશના નાગરિકોના રોજિંદા સંઘર્ષો વચ્ચેના તીવ્ર વિરોધાભાસ પર કમેંટ કરી. ઘણા લોકોએ આ ભવ્ય પ્રદર્શન પર ગુસ્સો વ્યક્ત કર્યો. એક યૂજરએ કમેન્ટ કરી લખ્યું, "આ બધુ ત્યારે જ્યારે તેમના લોકો પાસે વીજળી કે પાણી નથી.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ વિશ્વ / ઇંગ્લેન્ડમાં એક વ્યક્તિએ આખી મસ્જિદને લગાડી દીધી આગ, CCTV થયા વાયરલ
દેશની આર્થિક સ્થિતિ શું છે?
ADVERTISEMENT
આફ્રિકાના છેલ્લા પૂર્ણ રાજતંત્ર વાળા નાના દક્ષિણ આફ્રીકી રાષ્ટ્ર ઇસ્વાતિની(અગાઉ સ્વાઝીલેન્ડ) પર રાજા મસ્વાતી તૃતિય 1986થી શાસન કરી રહ્યા છે. ઘણા અહેવાલો અનુસાર તેમની વ્યક્તિગત સંપત્તિ 1 બિલિયન ડોલરથી વધુ છે. જ્યારે શાહી પરિવાર પુષ્કળ સંપત્તિનો આનંદ માણે છે, ત્યારે તેમના દેશના મોટાભાગના નાગરિકોનું જીવન એક અલગ કહાની કહે છે. અહેવાલો દર્શાવે છે કે ઇસ્વાતિનીની વસ્તીના આશરે 60 ટકા લોકો ગરીબી રેખા નીચે જીવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Nigeria Military Plane Crash / નાઈજીરિયાના ઓન્ડોમાં મિલિટરી ATR-42 વિમાન ક્રેશ, 25 મુસાફરો અને 7 ક્રૂ સહિત તમામ 32 લોકોનાં મો*ત
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT