ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 10:31 PM, 6 October 2025
ADVERTISEMENT
World News: ઇંગ્લેન્ડમાં એક મસ્જિદમાં આગ લગાવવામાં આવતા હડકંપ મચ્યો છે. સીસીટીવી ફૂટેજમાં માસ્ક પહેરેલા હુમલાખોર કેદ થયો છે. સ્થાનિક પોલીસનું કહેવું છે કે આગમાં મસ્જિદના આગળના દરવાજા અને એક કારને નુકસાન થયું છે.
ADVERTISEMENT
ઇંગ્લેન્ડમાં એક મસ્જિદમાં શનિવારે આગ લગાડવાનો પ્રયાસ થયો હતો. સમગ્ર યુરોપમાં ધાર્મિક સ્થળો સામે હિંસક ગુનાઓની સમાન ઘટનાઓ નોંધાઈ રહી છે. દક્ષિણ ઇંગ્લેન્ડમાં એક મસ્જિદ પર થયેલા આ હુમલા બાદ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. એક મીડિયા અહેવાલ મુજબ પોલીસે આ કેસમાં બે શંકાસ્પદ લોકોની તસવીર જાહેર કરી છે.

ADVERTISEMENT
સ્થાનિક પોલીસ અનુસાર અધિકારીઓને શનિવારે રાત્રે 10 વાગ્યા (સ્થાનિક સમય) પહેલા પૂર્વ સસેક્સના પીસહેવનમાં ફિલિસ એવન્યુ પર આગ લગાડવાની જાણકારી મળી હતી. સમાચાર એજન્સીના અહેવાલ મુજબ પોલીસે જણાવ્યુ કે આગથી મસ્જિદના આગળના દરવાજા અને એક કારને નુકસાન થયું છે. સદનસીબે કોઈને ઈજા થઈ નથી.
મસ્જિદના વોલંટિયર્સએ એક મીડિયાને જણાવ્યું હતું કે બે માસ્ક પહેરેલા માણસોએ દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો અને સીડીઓ પર પેટ્રોલ રેડ્યું. ત્યારબાદ હુમલાખોરોએ ઇમારતને આગ લગાવી દીધી.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ વર્લ્ડ / 'ખાવું હોય તો શરીરસુખ આપવું પડશે', ગાઝામાં છોકરીઓ પાસે મુકાઈ શરમજનક શરત, મચ્યો હડકંપ
ADVERTISEMENT
એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "નફરતથી ભરેલુ આ કામ અમારો સમુદાય કે અમારુ શહેરનું પ્રતિનિધિત્વ કરતું નથી. પીસહેવન હંમેશા દયાલુતા, સમ્માન અને એક બીજાના સમર્થનનું સ્થાન રહ્યુ છે. અને અમે તે મૂલ્યોને અપનાવવાનું ચાલુ રાખીશું." ડિટેક્ટીવ સુપરિન્ટેન્ડેન્ટ કેરી બોહાનાએ જણાવ્યું હતું કે હુમલાથી મુસ્લિમ સમુદાયમાં ચિંતા ફેલાઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Nigeria Military Plane Crash / નાઈજીરિયાના ઓન્ડોમાં મિલિટરી ATR-42 વિમાન ક્રેશ, 25 મુસાફરો અને 7 ક્રૂ સહિત તમામ 32 લોકોનાં મો*ત
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT