બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / ખીચોખીચ મુસાફર, ઓવરલોડ સામાન સાથે વડોદરાના રસ્તે દોડતી વાનનો વીડિયો વાયરલ, કંઇ થયું તો જવાબદાર કોણ?

VIDEO / ખીચોખીચ મુસાફર, ઓવરલોડ સામાન સાથે વડોદરાના રસ્તે દોડતી વાનનો વીડિયો વાયરલ, કંઇ થયું તો જવાબદાર કોણ?

Last Updated: 10:36 AM, 15 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાના વાઘોડિયા રોડ પર દોડતી ઈકોમાં મુસાફરો ખીચોખીચ ભરેલા તો છે. સાથે જ વાનની છત ઉપર પણ ઓવરલોડ સામાન છે.

આમ તો શટલના ફેરા કરતા વાહનચાલકો મુસાફરોને ઘેટાબકરાની જેમ ભરતા હોય છે, થોડા ઘણા રૂપિયા કમાવવાની લાલચમાં વાહનચાલકો મુસાફરોના જીવને જોખમમાં મુકતા ખચકાતા નથી. ત્યારે વડોદરામાં એક આવો જ વીડિયો વાયરલ થયો છે. પણ આ આ વીડિયો થોડો અલગ છે. અલગ એટલા માટે, કારણ કે, વાઘોડિયા રોડ પર દોડતી ઈકોમાં મુસાફરો ખીચોખીચ ભરેલા તો છે. સાથે જ વાનની છત ઉપર પણ ઓવરલોડ સામાન છે.

વાઘોડિયા રોડ પર ઓવરલોડ ઈકો...

ઈકો ગાડીને એક ટ્રકની માફક ઉપયોગ કરવમાં આવી છે, જે ઈકો ગાડીમાં ખીચોખીચ પેસેન્જર છે તેમજ છત ઉપર ઢગલાબંધ માલ-સામાન ભરેલો છે, એટલું જ નહી બાઈક પણ નજરે પડે છે. ઈકો વાનની છત પર સામાન એટલો બધો છે કે, તેની આગળ વાન પણ નાની દેખાય છે. આ જોખમી વાનના પાછળના અન્ય વાહનચાલકે પોતાના મોબાઈલમાં ઉતારીને વીડિયો વાયરલ કર્યા છે.

ક્યારે આવી જોખમી સવારીઓ બંધ થશે?

રાજ્યના અનેક વિસ્તારોમાં ઈકો વાનમાં અમર્યાદિત પેસેન્જરોને બેસાડીને સવારી કરાવવામાં આવી રહી છે કારની પાછળ લાગેલા હોય તેમ છતાં પેસેન્જરો ભરીને આ ટેક્સી ચાલકો બેફામ સવારી કરાવી રહ્યા છે. મોટા શહેરમાં ઘણીવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે જે બન્યા બાદ પગલાં લેવાના આદેશો આપવામાં આવે છે પરંતુ આ આદેશો મળે ત્યાં સુધી તંત્ર મુખ પ્રેક્ષક બનીને જ જોયા કરે છે.

આ પણ વાંચો: અસુરક્ષિત અમદાવાદ! તલવાર જેવાં ઘાતક હથિયારો સાથે અસામાજીક તત્વોએ આખી સોસાયટી બાનમાં લીધી

લોકો જાગૃત બને

ઓવર લોડ વાહનોમાં બેસવા જતી જનતાએ ચેતવું જોઈએ કે તમે જે વાહનમાં જાવ છો ત્યાં પેસેન્જરો મર્યાદિત સંખ્યામાં બેસાડ્યા છે કે નહીં તે ચકાસો, કાર ટેક્ષી પર્સિંગ છે કે નહીં તે ચકાસો અને જે બાદ વાહનમાંમાં બેસો. ટેક્ષી પર્સિંગ વગરની કાર જે ઓવર સ્પીડે ડ્રાઈવર હાંકશે તો અકસ્માત થવાની શકયતા રહે છે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Overload Eco Video Vadodara Eco Video Vaghodia Overload Eco
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ