ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અસુરક્ષિત અમદાવાદ! તલવાર જેવાં ઘાતક હથિયારો સાથે અસામાજીક તત્વોએ આખી સોસાયટી બાનમાં લીધી
Last Updated: 08:44 AM, 15 April 2025
ADVERTISEMENT
રાજ્યમાં અસામાજિક તત્વોને કાબૂમાં કરવા માટે પોલીસ જેમ જેમ કડક કાર્યવાહી કરી રહી છે. તેમ તેમ બેફામ તત્વોની હિંમતમાં પણ વધારો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક ફરી સામે આવ્યો છે. અજિત મીલ ચાર રસ્તા પાસે આવેલી રેસિડેન્સીમાં રહેણાંક મકાનમાં ઘાતકી હુમલો કર્યો છે.
ADVERTISEMENT
અમદાવાદ
— Dinesh Chaudhary (@DineshVTVNews) April 15, 2025
અસામાજિક તત્વોનો આતંક યથાવત
ઘર પર કર્યો ઘાતકી હુમલો
બેફામ તત્વોએ હુમલો કર્યાનો વીડિયો વાયરલ
અસામાજિક તત્વો સામે ફરિયાદ દાખલ#AhmedabadNews #AhmedabadCrimeNews #AhmedabadAntisocialElements #VTVGujarati pic.twitter.com/fVi6aGuh13
અસામાજિક તત્વોનો આતંક યથાવત
ADVERTISEMENT
રહેણાંક મકાનમાં 7-8 શખ્સોનું ટોળી રેસિડેન્સીમાં હથિયારો સાથે ધસી આવ્યું હતું. તલવાર, લાકડી, પાઈપ, ધોકા જેવા હથિયારોથી ઘર પર હુમલો કરવા લાગ્યા હતા. ઘરમાં આગળનો ગેટ બંધ હોવાથી ઉત્પાતી શખ્સોએ મોટા મોટા પથ્થરોના ઘા પણ કર્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે ઘટનાને લઈ રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
આ તત્વો કેમ બેફામ બની રહ્યાં છે ?
ADVERTISEMENT
અમદાવાદમાં રહેવું સામાન્ય પ્રજા માટે દિવસે ને દિવસે કપરું થઈ રહ્યું છે. કારણકે, અસામાજિક તત્વોને કદાચ પોલીસનો ડર નથી રહ્યો. શહેરમાં છાશવારે લુખ્ખાતત્વોની દાદાગીરીની ઘટનાઓ સામે આવે છે. ત્યારે ઘર પર હુમલાની ઘટના બનતા હવે પ્રજામાં પણ લુખ્ખા તત્વોનો ડર જોવા મળ્યો છે. ત્યારે એક જ સવાલ થાય કે, અમાદાવાદ રહેવા લાયક રહ્યું નથી?
આ પણ વાંચો: સૂર્યદેવ કરશે અગનવર્ષા! આજથી ભીષણ ગરમીની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું યલો એલર્ટ
ADVERTISEMENT
સળગતા સવાલ
અસામાજિક તત્વો પર ક્યારે લગામ લાગશે?
ADVERTISEMENT
પોલીસની કડક કાર્યવાહી છતા કેમ નથી સુધરતા આવારા તત્વો?
શું પોલીસની કાર્યવાહીથી કોઈ ફરક નથી પડતો?
ADVERTISEMENT
જાહેરમાં તલવાર જેવા હથિયારથી હુમલો, કાયદાનો ડર કેમ નથી?
બેફામ તત્વોને કાબૂમાં કરવા શું પગલા ભરાશે?
લોકોમાં અરાજકતા ફેલાવતા તત્વો સામે કેવી કાર્યવાહી થશે?
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / કેન્દ્રીય કર્મચારીઓને ઘી-કેળાં, 8માં પગારપંચમાં બદલાશે 40 વર્ષ જૂનો નિયમ!
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT