બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સૂર્યદેવ કરશે અગનવર્ષા! આજથી ભીષણ ગરમીની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું યલો એલર્ટ
Last Updated: 08:39 AM, 15 April 2025
રાજ્યમાં ગરમીથી સામાન્ય રાહત બાદ ફરી આજથી ધગધગતો તાપ પડશે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ ગરમીમાં 5 ડિગ્રી જેટલો વધારો થવાની શક્યતા છે. જેના પગલે ઉત્તર ગુજરાત,સૌરાષ્ટ્ર અને કચ્છમાં યલો એલર્ટ અપાયું છે. જ્યારે અમદાવાદમાં ગરમી 43 ડિગ્રીને પાર જવાની સંભાવના છે.
ADVERTISEMENT

આ જિલ્લાઓમાં ગરમી વધશે
ADVERTISEMENT
ગરમીની આગાહી વચ્ચે હવામાન વિભાગે રાજકોટ,અમરેલી,ભુજ અને ડીસા તેમજ વડોદરા,ભાવનગર સહિતના શહેરોમાં ગરમીના પ્રમાણમાં વધારો થવાની આગાહી વ્યક્ત કરી છે. તો ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં યલો એલર્ટ અપાયું છે.
''18 એપ્રિલ સુધીમાં તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચશે''
ADVERTISEMENT
થોડા દિવસ તાપમાનમા ઘટાડો થયા પછી ફરી વખત ગરમીના એંધાણ વર્તાઇ રહ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી આકરી ગરમી પડવાની આગાહી કરી છે. આગામી 18 એપ્રિલ સુધીમાં તાપમાન પારો 44 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતમાં તાપમાન 43 ડિગ્રી આસપાસ તો કચ્છ ભુજમાં તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં પણ કાળઝાળ ગરમીનો પ્રકોપ વધશે. 19થી 22 એપ્રિલ દરમિયાન તાપમાનમાં થોડો ઘટાડો આવશે. પરંતુ 26 એપ્રિલ પછી રાજ્યમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર જવાની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં પોન્ઝી સ્કીમનું કૌભાંડ આવ્યું સામે, વૃદ્ધોને ટાર્ગેટ કરીને કરી લાખો રૂપિયાની છેતરપિંડી.
ADVERTISEMENT
ગરમીથી બચવા એટલું અવશ્ય કરો...
લુ લાગવાથી બચવાના ઉપાયો કરવા આવશ્યક છે. ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તે રીતે સફેદ સુતરાઉ કપડા પહેરવા, માથા પર ટોપી પહેરવી, આંખો પર ચશ્મા પહેરવા, માથા પર તડકો ના પડે તે રીતે છત્રીનો ઉપયોગ કરવો, ભીના સુતરાઉ કપડાથી માથું ઢાંકી રાખવું, જરૂર જણાય તો ભીના કપડાથી શરીરને અવારનવાર લુછવાની આદત કેળવવી, સૂર્ય પ્રકાશ સીધો આવે તેવો હોય તેનાથી બચવું, અને દિવસ દરમ્યાન ઝાડ નીચે, ઠંડક અને છાંયાવાળા સ્થળમાં રહેવું.
ADVERTISEMENT
દિવસ દરમ્યાન વધુ પ્રમાણમાં પાણી, લીંબુ શરબત, નારીયેળીના પાણી, ઓ.આર.એસનું દ્રાવણ પીવાની આદત કેળવવી, નાના બાળકો, સગર્ભા માતા, વૃધ્ધો અને અશક્ત બીમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી રાખવી જરૂરી છે. ગરમીના દિવસોમાં બજારમાં મળતા ખુલ્લા વાસી ખોરાક ખાવા નહીં, સામાજિક પ્રસંગો હોય ત્યારે દૂધ માવામાંથી બનાવવામાં આવેલા ખાધપદાર્થો ખુલ્લા કે વધુ સમય પડતર રહ્યા હોય તો ખાવા નહી, ગરમીની ઋતુમાં બને ત્યાં સુધી ભુખ્યા ન રહેવું.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.