બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અટકાયતની વાત માત્ર અફવા, લોકસાહિત્યકાર હકાભા ગઢવીએ કરી સ્પષ્ટતા

સુરેન્દ્રનગર / અટકાયતની વાત માત્ર અફવા, લોકસાહિત્યકાર હકાભા ગઢવીએ કરી સ્પષ્ટતા

Vishal Khamar

Last Updated: 10:11 PM, 23 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસાહિત્યકાર હકાભા ગઢવીની અટકાયતની અફવા સોશિયલ મીડિયા પર ફેલાતા આ બાબતે હકાભા ગઢવીએ સ્પષ્ટતા કરી લોકોને હકીકતથી વાકેફ કરતા જણાવ્યું હતું કે, મારી અટકાયતની વાત માત્ર અફવા છે.

ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર હકાભા ગઢવીની અટકાયત અંગે સોશિયલ મીડિયામાં ફેલાયેલી ચર્ચાઓને તેમણે અફવા ગણાવી છે. હકાભા ગઢવીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે તેમની અટકાયત અંગે ચાલી રહેલી વાતોમાં કોઈ સત્ય નથી અને લોકો આવી અફવાઓથી દૂર રહે.

હકાભા ગઢવીએ સ્પષ્ટતા કરીને લોકોને હકીકતથી વાકેફ કર્યા

હકાભા ગઢવીએ લોકોને અપીલ કરી છે કે કોઈપણ માહિતી પર વિશ્વાસ કરતાં પહેલાં તેની સત્તાવાર પુષ્ટિ કરવી જરૂરી છે. તેમણે જણાવ્યું કે સોશિયલ મીડિયા પર ઘણી વખત ખોટી માહિતી ઝડપથી ફેલાય છે, જેના કારણે ગેરસમજ ઊભી થાય છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીએ પોતાની સ્પષ્ટતા દ્વારા લોકોને હકીકતથી વાકેફ કર્યા છે અને અફવાઓને પ્રોત્સાહન ન આપવા અનુરોધ કર્યો છે.

ખેડૂતોના સમર્થનમાં લોકસાહિત્યકાર હકાભા ગઢવી આગળ આવ્યા

મોરબી જિલ્લાના જેતપર ગામે ખેડૂતોના સમર્થનમાં લોકસાહિત્યકાર હકાભા ગઢવી આગળ આવ્યા છે. ખેડૂતોના પ્રશ્નો અને તેમના હિતોને કેન્દ્રમાં રાખીને આજે જેતપર ગામે વિશાળ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને લઈને ખેડૂતો તેમજ સ્થાનિક લોકોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ખેડૂતોના સમર્થનમાં ખુલ્લેઆમ અવાજ ઉઠાવ્યો

હકાભા ગઢવીએ ખેડૂતોના સમર્થનમાં ખુલ્લેઆમ અવાજ ઉઠાવતા જણાવ્યું છે કે ખેડૂતો દેશની અર્થવ્યવસ્થાનો આધારસ્તંભ છે અને તેમના પ્રશ્નો તથા હિતોની અવગણના ન થવી જોઈએ. ખેડૂતોના મુદ્દાઓને વધુ મજબૂત રીતે લોકો સુધી પહોંચાડવા માટે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે મોટી સંખ્યામાં ખેડૂતોને આ લોકડાયરામાં હાજર રહેવા માટે અપીલ કરી છે.

ખેડૂતો જ નહીં પરંતુ તમામ કલાકારોને પણ ખેડૂતોના સમર્થનમાં

કાર્યક્રમને લઈને હકાભા ગઢવીએ માત્ર ખેડૂતો જ નહીં પરંતુ તમામ કલાકારોને પણ ખેડૂતોના સમર્થનમાં જોડાવા આમંત્રણ આપ્યું છે. તેમનું માનવું છે કે સમાજના દરેક વર્ગે ખેડૂતોના હિત માટે એક મંચ પર આવીને એકતા દર્શાવવી જરૂરી છે. લોકડાયરાના માધ્યમથી ખેડૂતોના પ્રશ્નો અને તેમની લાગણીઓને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.

"ખેડૂતોનો અવાજ નહીં બનો તો બહિષ્કારનો સામનો કરવો પડશે''

આ દરમિયાન ખેડૂતોના સમર્થનમાં અવાજ ઉઠાવનાર ગણપત કાવરે પણ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, "ખેડૂતોનો અવાજ નહીં બનો તો બહિષ્કારનો સામનો કરવો પડશે." તેમના આ નિવેદન બાદ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. ગણપત કાવરનું કહેવું છે કે ખેડૂતોના પ્રશ્નો માત્ર ખેડૂતોના નથી, પરંતુ સમગ્ર સમાજ સાથે જોડાયેલા મુદ્દાઓ છે અને દરેક વ્યક્તિએ તેમાં પોતાની જવાબદારી સમજવી જોઈએ.

આ પણ વાંચોઃ અમદાવાદના નવરંગપુરામાં મેટ્રો બ્રિજ નીચે કારમાંથી મળી યુવકની લાશ, પોલીસ-FSLની ટીમ પહોંચી

જેતપર ગામે યોજાનાર આ લોકડાયરાને ખેડૂતોની એકતા અને હિત માટે મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે. કાર્યક્રમના આયોજકોનું કહેવું છે કે આ માત્ર સાંસ્કૃતિક કાર્યક્રમ નથી, પરંતુ ખેડૂતોના હક્ક અને હિત માટે એકતા દર્શાવવાનો પ્રયાસ છે. મોટી સંખ્યામાં ખેડૂતો, ગ્રામજનો અને કલાકારો કાર્યક્રમમાં જોડાય તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂતોના હિત માટે એકતા દર્શાવવાની હાંકલ સાથે યોજાનાર આ લોકડાયરો હવે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ખેડૂતોના સમર્થનમાં ઉઠેલો આ અવાજ કેટલો વ્યાપક બને છે તેના પર સૌની નજર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

folk writer Hakabha Gadhvi Surendranagar Surendranagar news
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ