બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આણંદના પાળજ દૂધ મંડળીમાં ભેળસેળયુક્ત દૂધ મુદ્દે વિવાદ, સભાસદોનો ભારે હોબાળો
Last Updated: 11:31 PM, 23 June 2026
આણંદ જિલ્લાના પાળજ ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ભેળસેળયુક્ત દૂધ ભરવાના આક્ષેપોને લઈને ભારે વિવાદ સર્જાયો છે. ડેરીના અનેક સભાસદોએ ચાર સભ્યો સામે ગંભીર આક્ષેપો કરતા મંડળી પરિસરમાં હોબાળો મચાવ્યો હતો.
ADVERTISEMENT

ક્યાં ક્યાં સભાસદ સામે આક્ષેપ થયા
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, ડેરીના સભાસદોએ જયેશભાઈ, રાજુભાઈ, અનિતાબેન અને વિમળાબેન સામે ભેળસેળયુક્ત દૂધ ભરવામાં આવતું હોવાના આક્ષેપો કર્યા છે. આક્ષેપ કરનાર સભાસદોએ પોતાના દાવાને સમર્થન આપતા પુરાવાઓ પણ રજૂ કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

ADVERTISEMENT
કમિટી પણ પ્રશ્નોના ઘેરામાં આવી
આ સમગ્ર મામલે માત્ર આરોપી સભ્યો જ નહીં પરંતુ મંડળીની સંચાલક કમિટી પણ પ્રશ્નોના ઘેરામાં આવી છે. સભાસદોનું કહેવું છે કે વારંવાર રજૂઆતો છતાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે ભેળસેળના મુદ્દે પારદર્શિતા અને જવાબદારી અંગે સવાલો ઊભા થયા છે.
ADVERTISEMENT

સભાસદ ગોવિંદભાઈ પરમારે શું કહ્યું.
ADVERTISEMENT
આ બાબતે સભાસદ ગોવિંદભાઈ પરમારે જણાવ્યું હતું કે 200 લીટર કેમિકલ વાળુ દૂધ પકડ્યું હતું. જે મામલે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. તેમજ આ બાબતે કમિટી જવાબદાર છે. તેમજ અત્યાર સુધી આવું કેટલું દૂધ આવતું હશે. તેમજ કમિટી દ્વારા આ દૂધ કેમ લેવામાં આવ્યું. હજુ પણ દૂધ લેવામાં આવે છે.

ADVERTISEMENT
પોલીસ ઘટના સ્થળે પહોંચી
પરિસ્થિતિ તંગ બનતા ડેરી પરિસરમાં ભારે હોબાળો સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સ્થિતિને નિયંત્રણમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
આ પણ વાંચોઃ અમદાવાદમાં જાહેર માર્ગ પર માર્કેટિંગ સ્ટંટ, ટ્રાફિક પોલીસે કરી કાર્યવાહી
પશુ પાલકોએ દૂધ ડેરીમાં ન ભરાવવાનો નિર્ણય કર્યો
આ ઘટનાથી નારાજ થયેલા પશુપાલકોએ વિરોધ સ્વરૂપે પાળજ દૂધ ડેરીમાં દૂધ ન ભરવાનો નિર્ણય જાહેર કર્યો છે. પશુપાલકોનું કહેવું છે કે જ્યાં સુધી મામલાની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય, ત્યાં સુધી તેઓ પોતાનો વિરોધ ચાલુ રાખશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.