બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:11 PM, 23 June 2026
ગુજરાતના જે યુવાનો સરકારી નોકરીની તૈયારી કરે છે તેમના માટે એક શાનદાર સમાચાર આવ્યા છે. કેમ કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ભરતી પાડવામાં આવી છે. AMCમાં વહીવટી કેડરમાં 'આસિસ્ટન્ટ સીનિયર કલાર્ક'ની ભરતી પાડવામાં આવી છે. જેમાં કુલ 250 જગ્યાઓ ભરવામાં આવશે છે. આ ભરતીમાં 7 જુલાઈ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.
ADVERTISEMENT

AMC દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતી મુજબ આસિસ્ટન્ટ સીનિયર કલાર્ક ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઉમેદવારો 7 જુલાઈ 2026 ના રોજ રાત્રે 23:59 વાગ્યા સુધી AMC ની વેબસાઇટ amcmodules.ahmedabadcity.gov.in પરથી ઓનલાઇનફોર્મ ભરી શકશે.
ADVERTISEMENT
આ ભરતીમાં ફોર્મ ભરવા ઉમેદવાર ગમે તે માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ શાખામાં 50% કે તેથી વધુ ગુણ સાથે બેચલર ડીગ્રી કરેલી હોવી જોઈએ. આ સિવાય સરકારી, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, અર્ધસરકારી, બોર્ડ, નિગમ કે કંપની એક્ટમાં રજીસ્ટર સંસ્થામાં વહીવટી કેડરનો ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
ADVERTISEMENT
આ ભરતીમાં ફોર્મ ભરવા ઉમેદવાર પાસે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ કે ધોરણ 10/12 માં કોમ્પ્યુટર વિષય હોવો જોઈએ. જો હાલ તમારી પાસે સર્ટીફીકેટ ન હોય તો હાજર થયાના એક વર્ષની અંદર CCC એક્ઝામ પાસ કરવી પડશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ ભરતીમાં વયમર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. જેમાં અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 38 વર્ષથી વધુ હોવી ના જોઈએ. પણ અનામત કેટેગરીના અને મહિલા ઉમેદવારોને નિયમ મુજબ વયમર્યાદામાં છૂટછાટ મળશે.
ADVERTISEMENT
જો તમારું આ ભરતીમાં સિલેકશન થશે તો પસંદગી પામનાર ઉમેદવારોને શરૂઆતના પ્રથમ 3 વર્ષ માટે 26,000 રૂપિયા ફિક્સ પગાર મળશે. ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનના આધારે લેવલ-4 પે-મેટ્રિક્સ એટલે કે 25,500 - 81,100 રૂપિયા અને નિયમ મુજબના બીજા ભથ્થાં મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.