ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં જાહેર માર્ગ પર માર્કેટિંગ સ્ટંટ, ટ્રાફિક પોલીસે કરી કાર્યવાહી

VIDEO / અમદાવાદમાં જાહેર માર્ગ પર માર્કેટિંગ સ્ટંટ, ટ્રાફિક પોલીસે કરી કાર્યવાહી

Published By: Vishal Khamar

Last Updated: 11:26 PM, 23 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરના શ્યામલ ચાર રસ્તા પાસે એક યુવક દ્વારા રોડ પર ખુરશી નાંખી ઈવેન્ટસની પ્રમોશન માટે વીડિયો બનાવ્યો હતો. જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસે વીડિયોના આધારે યુવકની શોધખોળ હાથ ધરી તેને પાઠ ભણાવ્યો હતો.

ADVERTISEMENT

અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પર યુવક દ્વારા ખુરશી નાંખી ખાનગી કંપનીના ઈવેન્ટસની પ્રમોશન માટે રોડ પર ખુરશી નાંખી માર્કેટિંગ વીડિયો બનાવ્યો હતો. જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા આ વીડિયો પોલીસના ધ્યાન પર આવતા પોલીસે ઘટનાની ગંભીરતા જોતા વીડિયો બનાવનાર શખ્સ સામે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સોશિયલ મીડિયા પર વધુ વ્યૂઝ અને લોકપ્રિયતા મેળવવા માટે કેટલાક યુવાનો દ્વારા જોખમી સ્ટંટ અને કાયદાનું ઉલ્લંઘન કરતી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. અમદાવાદના શ્યામલ ચાર રસ્તા અને નવસારીમાં બનેલી બે અલગ-અલગ ઘટનાઓએ ફરી એકવાર આવા બેદરકાર વર્તન સામે સવાલો ઉભા કર્યા છે.

અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પર એક યુવકે નવરાત્રિ ઇવેન્ટના પાસના પ્રમોશન માટે ટ્રાફિક સિગ્નલ પર ખુરશી મૂકી વાહનોની આગળ બેસીને વીડિયો બનાવ્યો હતો. ઘટના દરમિયાન ટ્રાફિક સિગ્નલ લાલ હોવાથી વાહનો ઉભા રહ્યા હતા અને કોઈ જાનહાનિ થઈ નહોતી. તેમ છતાં, યુવકે પોતાનો તેમજ અન્ય વાહનચાલકોનો જીવ જોખમમાં મૂક્યો હોવાની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે.

વાયરલ થયેલા વીડિયોમાં યુવક ચાર રસ્તાના મધ્યમાં ખુરશી પર બેઠેલો જોવા મળે છે અને ઇવેન્ટના પ્રમોશન માટે રીલ્સ બનાવતો દેખાય છે. વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતા ટ્રાફિક પોલીસ હરકતમાં આવી હતી અને તપાસ શરૂ કરી હતી.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે વીડિયો 21 જૂન, 2026ના રોજ શ્યામલ ચાર રસ્તા પર બનાવવામાં આવ્યો હતો અને તે 360 ઇવેન્ટ્સના પ્રમોશન માટે તૈયાર કરવામાં આવ્યો હતો. પોલીસે તપાસ કરીને 19 વર્ષીય અર્જુન બુધાલાલ પુરબિયાની ઓળખ કરી હતી. પૂછપરછ દરમિયાન યુવકે સ્વીકાર્યું કે વીડિયો ઇવેન્ટના પ્રમોશન માટે બનાવવામાં આવ્યો હતો અને તેણે પોતાની ભૂલ પણ સ્વીકારી હતી.

પોલીસે કાર્યવાહી હાથ ધરી

એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના અધિકારીઓએ સમગ્ર ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ બીએનએસ કલમ 285 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસનું કહેવું છે કે જાહેર સ્થળોએ આવી જોખમી હરકતોને કોઈપણ સંજોગોમાં પ્રોત્સાહન આપવામાં આવશે નહીં.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Ahmedabad Police Ahmedabad News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ